Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાક.થી ખાંડની આયાત સામે મિલો-નેતાઓનો સખત વિરોધ

- ૩૦ હજાર ક્વિન્ટલ આયાત થઇ હોવાના અહેવાલ

- ચાલુ વર્ષે ખાંડનું સ્થાનિક ઉત્પાદન વધીને ૩૦૦ લાખ ટનની નજીક પહોંચી જતા ભાવ પર દબાણ વધવાની ચિંતા

મુંબઈ તા. 15 મે 2018, મંગળવાર

વાસી એગ્રિકલ્ચર પ્રોડયુશ માર્કેટ કમિટીમાં પાકિસ્તાનમાંથી ખાંડની આયાત કરવામાં આવતા સ્થાનિક શુગર ઈન્ડસ્ટ્રી અને રાજકીય નેતાઓ પોતાની વિરોધ દર્શાવ્યો છે. રિપોર્ટના અનુસાર, પાકિસ્તાનથી ૩૦,૦૦૦ ક્વિન્ટલ ખાંડની આયાત કરવામાં આવી છે પરંતુ માર્કેટ કમિટીના અધિકારીઓ અથવા બોમ્બે શુગર મર્ચન્ટ્સ એસોસિએશનના કોઈ પણ અધિકારીએ આ બાબતે પુષ્ટી કરી નથી. નોંધનીય છે કે, દેશમાં ખાંડની આયાત એવા સમય કરવામાં આવી છે જ્યારે દેશ શુગર ક્ષેત્રે કટોકટીનો સામનો કરી રહ્યો છે.

ખાંડનું ઉત્પાદન અપેક્ષા કરતા વધારે થતા ડિમાન્ડ અને સપ્લાય બંને વચ્ચેની ગેપ સતત ઘટી રહી છે અને ભાવ રોજે રોજ નવા તળિયે જઈ રહ્યા છે. ચાલુ સીઝનમાં ૧પ એપ્રિલ સુધીમાં ખાંડનું ઉત્પાદન ર૯૯.૮ લાખ ટનની વિક્રમી સપાટી પહોંચી ગયુ છે. બજારમાં ખાંડની આવકો સતત વધી રહી છે અને ભાવ સતત તળિયે જઈ રહ્યા છે જેના કારણે મિલો ખેડુતોને ચુકવણી કરવામાં અસમર્થ રહી છે. ઈન્ડિયન શુગર મિલ અસોસિએશનએ શેરડીના ખેડુતોને સ્પોર્ટ કરવા માટે પ્રોડક્ટશન લિંકની માંગણી કરી છે. ખાંડના બમ્પર ઉત્પાદને કારણે સ્થાનિકની સાથે વિશ્વ બજારમાં ભાવ તળિયે ગયા છે.

સોમવારે એસ-૩૦ જાતનો એક્સ-મિલ ભાવ રૃ.ર૪પ૦થી રપ૧૦ પ્રતિ ક્વિન્ટલની રેન્જમાં બોલાતો હતો. જ્યારે એમ-૩૦ ગ્રેડના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃ.રપપ૦થી ર૬પ૦ની રેન્જમાં બોલાતો હતો. સરકાર દ્વારા ખાંડની નિકાસ માટે ક્વોટા નક્કી કર્યા હોવાને કારણે ઈન્ડસ્ટ્રી નિકાસ માટે સંઘર્ષ કરી રહી છે. સપ્ટેમ્બર સુધી મહારાષ્ટ્ર ખાતેની શુગર મિલોને ૬.ર લાખ ટન ખાંડની નિકાસ કરવાનો લક્ષ્ય આપવામાં આવ્યો છે જ્યારે બીજી બાજુ સમગ્ર દેશને ર૦ લાખ ટન ખાંડની નિકાસનો લક્ષ્ય રાખ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીએ વિરોધ વ્યક્ત કર્યો છે.

Post Comments