Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

LTCG, DDT બાદ મ્યુચ્યુઅલ ફંડો માટે રોકાણ પ્રવાહમાં ઘટાડો નહીં આવે : એમ્ફી

- મ્યુચ્યુઅલ ફંડો અને યુનિટ-લિન્કડ ઈન્સ્યોરન્સ પ્લાન વચ્ચે હરીફાઈની સમાન તક નહીં રહેવાનો ઉદ્યોગનો અંદાજ

કોલકતા તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્ષ(એલટીસીજી) અને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્ષ(ડીડીટી)ની બજેટ જોગવાઈ બાદ ફંડોનો રોકાણ પ્રવાહમાં કોઈ ઘટાડો નહીં થવાનો મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે અંદાજ બતાવ્યો છે. ઉદ્યોગ માને છે કે, એલટીસીજી અને ડીડીટી દાખલ થયા બાદ મ્યુચ્યુઅલ ફંડો અને યુનિટ લિન્કડ ઈન્સ્યોરન્સ પ્લાન(યુલિપ) વચ્ચે હરીફાઈની કોઈ લેવલ પ્લેઈંગ ફિલ્ડ-સમતુલા રહેશે નહીં એમ એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઈન્ડિયા(એમ્ફી)ના ચીફ એક્ઝિક્યુટીવ એન.એસ.વેંકટેશે જણાવ્યું હતું.

અલબત આ ચોક્કસ સમયે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં રોકાણ પ્રવાહમાં કોઈ ઘટાડો થવાની શકયતા જણાતી નથી.

આ વિશે તેમણે વધુ કહ્યું હતું કે, ઉદ્યોગ માને છે કે, જો લોંગ ટર્મ  કેપિટલ ગેઈન્સ ટેક્ષ ન હોત તો સારૃ હતું. જો કે તેનાથી રોકાણ પ્રવાહને અસર થશે નહીં. તમામ ફાઈનાન્શિયલ પ્રોડક્ટસ માટે વેરા માળખું-ટેક્ષ ટ્રીટમેન્ટ એકસમાન હોવી જોઈએ અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ મ્યુચ્યુઅલ ફંડો, યુલિપ્સ દરેક માટે હરીફાઈના સમાન મંચ માટે પ્રયાસ કરી રહ્યો છે.

એલટીસીજીની દરખાસ્ત બાદ એસઆઈપી પ્રવાહ જળવાઈ રહેવાનો તેમણે અંદાજ બતાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે નાણા પ્રધાન અરૃણ જેટલીએ બજેટમાં ઈન્ડેક્સેશનના લાભો વિના રૃ.૧ લાખથી વધુ લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ પર ૧૦ ટકા ટેક્ષ લાગુ કરવાની જોગવાઈ જાહેર કરી હતી. આ બન્ને ટેક્ષ દાખલ થયા બાદ યુલિપ અને મ્યુચ્યુઅલ ફંડો વચ્ચે કોઈ લેવલ પ્લેઈંગ ફિલ્ડ-હરીફાઈની સમાન તક રહ્યા નથી.
 મ્યુચ્યુઅલ ફંડો ઉદ્યોગના વહીવટ હેઠળની અસ્કયામતો રૃ.૨૨.૪૮ લાખ કરોડ  રહી છે, જે આગામી ચાર વર્ષમાં રૃ.૫૦ લાખ કરોડ પહોંચવાનો અંદાજ છે.

Post Comments