Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઝડપથી વિકસી રહેલા રાષ્ટ્ર તરીકેનું લેબલ ગુમાવવાનું ભારતના માથે તોળાતું જોખમ

- અનેક નાણાં સંસૃથાઓએ ભારતના આિાૃર્થક વિકાસ દરના અંદાજ ઘટાડયા છે

મુંબઈ,બુધવાર તા. 11 ઓક્ટોબર 2017

રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરની વિવિધ નાણાં સંસ્થાઓ તથા રિસર્ચ પેઢી દ્વારા વર્તમાન નાણાં વર્ષ માટે  ભારતના આર્થિક વિકાસ દરના અંદાજોમાં ઘટાડો કરાતા ઝડપથી વિકસી રહેલા અર્થતંત્ર તરીકેનું લેબલ ગુમાવી દેવાનું ભારત સામે જોખમ ઊભું થયું છે.

આઈએમએફ, વર્લ્ડ બેન્ક, એડીબી તથા ઓઈસીડી સહિતની અનેક નાણાં સંસ્થાઓએ નાણાં વર્ષ ૨૦૧૭-૧૮ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજ ઘટાડી દીધા છે.ગયા વર્ષના નવેમ્બરમાં ડીમોનિટાઈઝેશનનો નિર્ણય અને આ વર્ષના જુલાઈથી લાગુ થયેલા જીએસટીને કારણે ભારતનો વિકાસ દર પર અસર જોવાઈ રહી છે.

નોટબંધી તથા જીએસટીમાં પ્રવર્તતી અનિશ્ચિતતાને જોતા ભારતનો આર્થિક વિકાસ દર જે ૨૦૧૫માં ૮.૬૦ ટકા હતો તે ૨૦૧૭માં ઘટીને ૭ ટકા રહેવાની અપેક્ષા હોવાનું વર્લ્ડ બેન્કે તેના રિપોર્ટમાં જણાવ્યું છે. જો કે ૨૦૧૮માં દર વધીને ૭.૩૦ ટકા રહેવાની પણ અપેક્ષા રખાઈ છે.ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં ભારતના જીડીપી અંદાજ ઘટાડવામાં આવ્યા છે. આઈએમએફ દ્વારા મોટાભાગના મોટા અર્થતંત્રના વિકાસ અંદાજો વધારવામાં આવ્યા છે પરંતુ ભારત માટેના અંદાજમાં ઘટાડો કરાયો છે.

નાણાં વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રોેથ પ્રોજેકશન ઘટાડીને ૬.૭૦ ટકા કરાયું છે એમ આઈએમએફ દ્વારા તેના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુકમાં જણાવાયું છે. આ અગાઉ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઈસીડી) દ્વારા પણ દેશના આર્થિક વિકાસ દરના અંદાજ ઘટાડવામાં આવ્યા હતા. ઓઈસીડીએ અંદાજ ૭.૩૦ ટકા પરથી ઘટાડી ૬.૭૦ ટકા મૂકયા છે.

મંદ ખાનગી ઉપભોગ, ઉત્પાદનના નીચા આંક અને નબળા વેપાર ઈન્વેસ્ટમેન્ટને ધ્યાનમાં રાખી એશિયન ડેવલપમેન્ટ બેન્કે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજ ૭.૪૦ ટકા પરથી ઘટાડી ૭ ટકા મૂકયા છે.

Post Comments