Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

GDPની ટકાવારીની રીતે ભારતની નિકાસ ૧૪ વર્ષને તળિયે

- નાણાંકીય વર્ષ ૨૦૧૮માં કુલ GDPના ૧૧.૬૫ ટકા પ્રોડક્શનની નિકાસ થઇ

- નિકાસકારોની એક્સપોર્ટ ક્રેડિટના રિફંડમાં વિલંબ અને પીએનબી કૌભાંડથી જેમ્સ-જ્વેલરી સેગમેન્ટની શાખ ખર

મુંબઇ, તા.16 એપ્રિલ 2018, સોમવાર

જુલાઇ ૨૦૧૭માં નવી કરપ્રણાલી જીએસટીના અમલથી ભારતની નિકાસ ઉપર ભારે પ્રતિકુળ અસર થઇ છે. સેન્ટર ફોર મોનેટરીંગ ઇન્ડિયન ઇકોનોમિના આંકડા મુજબ નાણાંકીય વર્ષ ૨૦૧૮માં ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની ટકાવારીની રીતે માલસામાનની નિકાસનું પ્રમાણ ૧૧.૬૫ ટકા નોંધાઇ છે.

જે છેલ્લાં ૧૪ વર્ષના નીચી સપાટીએ છે. જ્યારે છેલ્લાં નાણાંકીય વર્ષ ૨૦૦૪માં ભારતની કુલ જીડીપીની ટકાવારીની રીતે નિકાસનું પ્રમાણ ૧૧.૫૫ ટકા નોંધાયું હતું. જીડીપીમાં નિકાસની હિસ્સેદારી ઘટવાની સીધી અસર ઘરઆંગણે ઉત્પાદન પ્રવૃતિ ઉપર થશે. જો નિકાસ કામકાજમાં ઘટાડો ચાલુ રહેશે તો રોકાણ અને રોજગારીના મામલે પણ નવી સમસ્યા સર્જાઇ શકે છે.

જો કે એવો તર્ક વ્યક્ત કરવામાં આવે છે કે, વર્ષ ૨૦૧૭-૧૮માં નિકાસ કામગીરીના નિરાશાજનક દેખાવનું કારણ જીએસટી છે. જીએસટીના અમલીકરણ બાદ ટેક્સ ક્રેડિટની રિફંડ પેટે નિકાસકારોની મોટી રકમ અટવાઇ જવાના લીધે નિકાસ કામકાજને માઠી અસર થઇ છે. રિફંડ મળવામાં વિલંબના કારણે નિકાસકારોએ નવા એક્સપોર્ટ્સ ઓર્ડર પણ ઘટાડયા હતા. છેલ્લે એક વર્ષ બાદ નિકાસ મોર્ચે નકારાત્મક વૃદ્ધિ જોવા મળ્યો છે.  બાહ્ય અને આંતરિક અવરોધક પરિબળોના લીધે જેમ્સ અને જ્વેલર્સ સેક્ટરના પણ કામકાજમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

આમ થવા પાછળ મુખ્ય બે કારણ છે, પ્રથમ કારણ દુબઇમાં જ્વેલરીની ઇમ્પોર્ટ ઉપર ટેક્સ અને બીજુ કારણ સરકારી માલિકીની પંજાબ નેશનલ બેન્કમાં જ્વેલર્સ નિરવ મોદી અને મેહુલ ચોક્સી દ્વારા રૃ.૧૩,૦૦૦ કરોડના કૌભાંડ છે. આ કૌભાંડથી સ્થાનિક અને વૈશ્વિક સ્તરે ભારતના જેમ્સ-જ્વેલરી સેક્ટરની શાખને મોટો ફટકો પડયો છે. બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ પણ જેમ્સ-જ્વેલરી સેક્ટરને નવું ધિરાણ આપવામાં ભારે સાવધાનીઓ રાખી રહી છે.

ટેક્સટાઇલ અને એન્જિનિયરિંગ સેક્ટરના પણ નિકાસ કામકાજ પ્રોત્સાહક રહ્યાં નથી. એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિ ઓફ ઇન્ડિયાના ચેરમેન રવિ સહેગલે જણાવ્યું કે, ભારતમાંથી નિકાસ થતા માલ-સામનમાં મોટી હિસ્સેદારી ધરાવતા એન્જિનિયરિંગ સેગમેન્ટની નિકાસ માર્ચ ક્વાર્ટરમાં માત્ર ૨.૬૨ ટકા જ વૃદ્ધિ પામી છે. જે ભારત દ્વારા ફરીથી નિકાસ વ્યૂહનીતિ તૈયાર કરવાની જરૃરીયાત દર્શાવે છે.

ઉપરાંત રો-મટિરિયલ્સના ભાવ વધારો જેવા અન્ય પરિબળોથી પણ એન્જિનિયરિંગ સેગમેન્ટની નિકાસને પ્રભાવિત થઇ છે. વૈશ્વિક નિકાસનો વૃદ્ધિદર ઊંચો રહેવા છતાં પણ ભારતનો નિકાસદર ધીમો રહ્યો છે.

Post Comments