Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્ષ ૨૦૫૦માં એસીના વૈશ્વિક બજારમાં ભારતની હિસ્સેદારી વધીને ૩૦ ટકા થશે

- તાપમાન વધતા ભારતમાં એસીનું વેચાણ વધ્યું

- વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારત અને ચીનમાં લગભગ  બે અબજ જેટલાં રેસિડેન્શિયલ એસી હોવાની ધારણા

નવી દિલ્હી, તા. 16 મે 2018, બુધવાર

છેલ્લા કેટલાક સમયથી વધતા તપમાનને જોતા દેશમાં એર કન્ડિશનરની માગ સતત વધી રહી છે અને આગામી ર૦પ૦ સુધીમાં વૈશ્વિક એરકન્ડિશનર બજારમાં ભારત અને ચાઈનાનો અડધા જેટલો હિસ્સો રહેશે.

આ સમાચારથસ એર કન્ડિશનર મેન્યુફેક્ચર ખુબશ થઈ જશે જ્યારે પર્યાવરણવાદીઓ માટે ચિંતાનો વિષય છે. તાજેતરના રિપોર્ટ અનુસાર, ર૦પ૦માં ભારત અને ચાઈનામાં બે અબજ જેટલા રેશિડેન્શિયલ એસી હોવાની શક્યતા છે.

ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના રિપોર્ટ અનુસાર, ર૦૧૬માં ભારતની કુલિંગ રિલેટેડ ડિમાન્ડ ફક્ત ૯૦ ટેરાવોટ હવર રહી હતી જે ર૦પ૦ સુધી ૧પ ગણી વધીને ૧૩પ૦ ટેરાવોટ હવર થવાની અપેક્ષા છે. વિશ્વના વિવિધ દેશોમાં કુલિંગ ઈલેક્ટ્રિસિટીની માગમાં તીવ્ર વધારો થયો છે જેમાં સૌથી તીવ્ર વધારે ભારતમાં જોવા મળ્યો છે. આઈઈએના રિપોર્ટ મુજબ, વૈશ્વિક કુલિંગ સ્પેશમાં ભારતનો હિસ્સો ૩૦ ટકા જેટલો હશે જ્યારે અત્યારે ફક્ત આઠ ટકા જેટલો છે.

ર૦૦૬માં રૃમ એર કન્ડિશનરનું વેચાણ ર૦ લાખ નંગ હતુ જે ર૦૧૭ સુધીમાં ૩૦૦ લાખ નંગ થયુ છે. એર કન્ડિશનરના વપરાશમાં વધારો ક્લાયમેન્ટ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે, ર૦૧૬માં રિન્યુએબલ જનરેટિંગ કેપિસિટી ૮પ૦ ગિગાવોટની હતી આ ક્ષમતા ર૦પ૦ સુધી વધીને ૩૩પ૦ ગિગાવોટની થવાની શક્યતા છે જે ૩૯પ ટકાનો ઉછાળો દર્શાવે છે.  વિશ્વની કુલિંગ ડિમાન્ડને ૪૦ સોલાર પાવર દ્વારા પુરી કરવામાં આવશે જ્યારે ૬૦ ટકા માગને કોલ કેપિસિટી દ્વારા પુરી કરવાની યોજના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લા કેટલાક વર્ષ તપામાન સતત વધી રહ્યો છે જેના કારણે એસીમાં પણ વધી રહી છે. જો કે, વધતી જતી એસીની માગ પર્યાવરણ માટે ચિંતાનો વિષય બની છે. વિશ્વમાં ભારતમાં સૌથી ઝડપથી એસીની માગ વધી રહી છે તે પછી ચાઈનાનો નંબર આવે છે.

ભારતમાં એસી હવે વૈભવી વસ્તુના બદલે રોજિંદી વપરાશની વસ્તુ બની ગઇ છે. એક બાજુ તાપમાનમાં સતત વધારો અને બીજી બાજુ લોકોની આવક અને ખરીદી શક્તિ વધવાના લીધે એસીનું વેચાણ સતત વધી રહ્યું છે.

Post Comments