Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચોમાસુ સામાન્ય રહેશે તો રિઝર્વ બેન્ક ઓગસ્ટમાં રેપો રેટમાં ઘટાડો કરે તેવી વકી : BofAML

- ટેકાના ભાવમાં વધારાથી ખાસ ફુગાવાજન્ય અસર નહીં થવાની પણ ધારણાં

નવી દિલ્હી, તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

ફુગાવો વધી રહ્યો છે અને ચોમાસુ સામાન્ય રહેશે તો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઓગસ્ટમાં વ્યાજ દરમાં ૨૫ બેઝિસ પોઈન્ટ (પા ટકા)નો ઘટાડો કરશે એમ એક અહેવાલમાં જણાવાયું છે. વૈશ્વિક નાણાંકીય સેવા સંસ્થા બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચના જણાવ્યા પ્રમાણે ફુગાવાનું જોખમ  વધુ પડતું મુકાઈ રહ્યું છે.

જાન્યુઆરીનો ફુગાવો ૫.૧૦ ટકા રહ્યો છે જે ડિસેમ્બરના ૫.૨૦ ટકાથી સાધારણ નીચો છે અને બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચ ફેબુ્રઆરીનો ફુગાવો ૪.૭૦ ટકા પર મૂકી રહ્યો છે. કાંદા તથા ટમેટાના ભાવ ઘટવા સાથે આ અંદાજ મુકાયો છે.

રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી) એપ્રિલ-જુનમાં ફુગાવામાં ૫.૪૦ ટકા સુધીના ઉછાળાને જોઈ શકે છે, કારણ કે તે પાયાની અસરથી દોરાશે. આ પાર્શ્વભૂ પર ઓગસ્ટમાં એમપીસી વ્યાજ દરમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરશે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ એમ ે બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચે તેની રિસર્ચ નોટમાં જણાવ્યું છે. જો કે ચોમાસુ સામાન્ય રહેશે તો જ આ શકય બનવાની અપેક્ષા વ્યકત કરાઈ છે.

લા નિનાની અસર નૈઋત્યના ચોમાસાને ગતિ આપે છે. ૨૦૧૮ના બજેટમાં ટેકાના ભાવમાં વધારો કરાયો હોવા છતાં તેની ફુગાવાજન્ય અસર ખાસ નહીં હોય કારણ કે હાલમાં જથ્થાબંધ ભાવ સુધારિત ટેકાના ભાવ કરતા આ અગાઉથી જ ઊંચા છે.

નાણાં વર્ષ ૨૦૧૮-૧૯નો  ફુગાવો સરેરાશ ૪.૮૦ ટકા રહેવા અમારો અંદાજ છે જે રિઝર્વ બેન્કના ૨-૬ ટકાની રેન્જની અંદર હશે. ૭ ફેબુ્રઆરીની સમીક્ષા બેઠકમાં રિઝર્વ બેન્કે રેપો રેટ ૬ ટકા પર જાળવી રાખ્યો હતો. વર્તમાન નાણાં વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ વધારીને ૫.૧૦ ટકા મુકાયો છે. ક્રુડના ઊંચા ભાવ તથા સરકારી કર્મચારીઓના વેતનમાં વધારાને ધ્યાનમાં રાખી આ અંદાજ આવી પડયો છે. 

Post Comments