Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

GST લાગુ કરવામાં જો ઢીલ થશે તો આગામી બજેટમાં સર્વિસ ટેકસના દર વધવાની સંભાવના

નવી દિલ્હી,બુધવાર તા. 11 જાન્યુઆરી 2017
દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએેસટી) લાગુ કરવામાં ઢીલ થશે તો સર્વિસ ટેકસના દરમાં વધારો કરવાનું સરકાર એક વિકલ્પ તરીકે વિચારી રહી છે. મૂળ યોજના પ્રમાણે સરકાર ૧લી એપ્રિલથી જીએેસટી લાગુ કરવા ઈરાદો ધરાવે છે પરંતુ રાજ્યો તથા કેન્દ્ર વચ્ચે કેટલાક મુદ્દાને લઈને સર્જાયેલી મડાગાંઠને જોતા આગામી નાણાં વર્ષના પ્રારંભથી જીએસટી લાગુ થવા સામે શંકા છે.

ઊંચા દરને કારણે આવક વધારવામાં મદદ મળશે અને તે જીએસટી પદ્ધતિમાં લાગુ થનારા દરની નજીકના હશે, એમ નાણાં મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું. જીએસટી પદ્ધતિમાં મોટાભાગની સેવાઓ પર  ૧૮ ટકાના ઊંચા દરનું માળખું લાગુ કરવાની દરખાસ્ત છે. હાલમાં સર્વિસ ટેકસનો દર ૧૫ ટકા છે. આ વર્ષ સરકારે ૧લી ફેબુ્રઆરીના બજેટ રજુ કરવાની હોવાથી સર્વિસ ટેકસના દર વિશે આગામી સપ્તાહમાં ચર્ચા થવાની વકી છે. જો કે તે બજેટ પ્રક્રિયાનો ભાગ હોવાથી તેના પર વધુ ટિપ્પણી કરવાનું અધિકારીએ નકારી કાઢયું હતું.

ડીમોનિટાઈઝેશનને કારણે દેશના ઉદ્યોગ-ધંધા પર પ્રતિકૂળ અસર પડી હોવાનું ધ્યાનમાં રાખી સરકાર આડકતરા વેરા માળખા સાથે ખાસ ચેડાં નહીં કરે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.

અડધો ટકો કૃષિ કલ્યાણ સેસ લાગુ કરીને ૨૦૧૬-૧૭ના બજેટ દરમિયાન સર્વિસ ટેકસ વધારીને ૧૫ ટકા કરાયો હતો. દેશમાં જીએસટી ૧લી એપ્રિલથી લાગુ થઈ શકે તે માટે નાણાં મંત્રાલય એકદમ પ્રયત્નશીલ છે. ૧૬ જાન્યુઆરીના જીએસટી કાઉન્સિલની મળનારી બેઠકના શું પરિણામ આવે છે તેના પર પણ ઘણો મદાર રહેલો છે. જીએસટી નાણાં વર્ષના પ્રારંભથી લાગુ નહીં થઈ શકે તો તેને મોડામાં મોડું આ વર્ષના સપ્ટેમ્બરથી તો લાગુ કરવા સરકાર મક્કમ હોવાનું પણ અધિકારીએ જણાવ્યું હતું.

Post Comments