Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જીએસટી: ઈ-ફાઈલિંગના ગૂંચવાડાને પગલે નિકાસકારોને રિફન્ડસની સમશ્યા હજુ પણ યથાવત જ હોવાનો દાવો

- નવી વેરા પદ્ધતિ લાગુ થવાને આઠ મહિના પૂરા થવા છતાં ઓલ ઈઝ નોટ વેલ

નવી દિલ્હી, તા. 12 માર્ચ 2018, સોમવાર

ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) પદ્ધતિમાં નિકાસકારોના અટકી પડેલા રિફન્ડસને પગલે ઊભી થયેલી સમશ્યાને દૂર કરવા વડા પ્રધાન ઓફિસ (પીએમઓ) દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી હોવા વહીવટી ક્ષતિઓને કારણે રિફન્ડસ હજુ પણ અટકેલા હોવાની ટ્રેડરો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે. જીએસટીના અમલ થવાને આઠ મહિના પૂરા થવા છતાં રિફન્ડનો પ્રશ્ન વણઉકેલાયેલો છે.ઈલેકટ્રોનિક ફાઈલિંગમાં મૂળભૂત સમશ્યાઓ હજુ પણ ચાલુ છે. વેરા અધિકારીઓ કેટલાક એવા ડિકલેરેશન માટે આગ્રહ કરી રહ્યા છે જે પૂરી પાડવાનું કાનૂની રીતે મુશકેલ હોવાનું નિકાસકારો જણાવી રહ્યા છે.

ઉદાહરણ તરીકે નિકાસકારોએ એવું કબૂલનામુ આપવાનું જરૃરી છે કે તેમણે ડ્રોબેક માટે દાવો કર્યો નથી અથવા કરશે નહીં. પરંતુ નિયમ હેઠળ મંજુરી અપાઈ હોવાથી અનેક નિકાસકારોએ ડ્રોબેક મેળવ્યા છે. નિકાસકારો અત્યારસુધી આરએફડી-૦૧ ડિકલેરેશનમાં કરેકશનની રાહ જોતા હતા, કારણ કે તેમને ભય રહેતો હતો કે,  ભૂલભરેલા ડિકલેરેશન માટે તેમને ધક્કે ચડાવવામાં આવી શકે છે એમ ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટસ ઓર્ગેનાઈઝેશનના એક હોદ્દેદારે જણાવ્યું હતું.

ડિકલેરેશનનો ભાગ ૮મી માર્ચે સુધરવામાં આવ્યો છે છતાં રિફન્ડની ગણતરી કરતા સોફટવેરમાં ગૂંચવાડા ચાલુ જ છે. જીએસટી - બાદ ડયૂટી ડ્રોબેકનો લાભ ઉપયોગમાં લેવાયેલા કાચા માલ પર કસ્ટમ્સ ડયૂટીના રિફન્ડસ માટે જ લઈ શકાય છે અને નહીં કેર એકસાઈઝ હેતુ માટે. જે નિકાસકારો અરજી રજુ કરી શકયા છે છતાં તેઓ મેન્યુઅલ કોપીઝ પૂરી પાડી શકયા નથી જે આ પ્રક્રિયા પૂરી કરવા માટે આવશ્યક છે. ફેબુ્રઆરી સુધીમાં ૮૦,૦૦૦ અરજીઓ સુપરત કરવામાં આવી છે પરંતુ માત્ર ૩૯૦૦ મેન્યુઅલ સુપરત થઈ શકયા છે એમ પણ હોદ્દેદારે જણાવ્યું હતું.

આંકડો નીચો રહેવાનું કારણ એટલું છે કે વેરા સત્તાવાળા મેન્યુઅલ સ્વીકારવા પોતાને કોઈ સૂચના અપાઈ નહીં હોવાનું જણાવી રહ્યા છે. જીએસટીની ચૂકવણી કરવા નિકાસકારોને મદદરૃપ થઈ શકે તેવી ઈ-વોલેટ યંત્રણામાં હજુ ભાગ્યેજ કોઈ પ્રગતિ થઈ શકી છે. મૂળ યોજના પ્રમાણે આ યંત્રણા ૧લી એપ્રિલથી લાગુ થવાની હતી પરંતુ આ મુદત ચૂકી જવાય તેવું હાલમાં જણાય રહ્યું છે.

સરકાર દ્વારા ઈનપુટ ટેકસ ક્રેડિટ માટે માત્ર ૧૦ ટકા  અને  ઈન્ટીગ્રેટેડ જીએસટીના કેસમાં ૩૦ ટકા જ રિફન્ડસ પૂરા પડાયા હોવાનો નિકાસકારો દાવો કરી રહ્યા છે. જો કે નિકાસકારોના આ દાવાને  સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ અને કસ્ટમ્સ દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે અને ઈનપુટ ટેકસ ક્રેડિટના દાવામાં ૮૮ ટકા રિફન્ડસ પૂરા પડાયા હોવાનું જણાવી રહ્યા છે. રૃપિયા ૩૭ અબજના રિફન્ડસ આપી દેવાયા છે.

Post Comments