Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોલસાની અછતને કારણે વીજ ઉત્પાદન પર અસર પડી હોવાની સરકારની કબૂલાત

- વીજ મથકોની આવશ્યકતા પૂરી કરવા પૂરવઠો વધારવા પર ભાર

નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી 2018, સોમવાર

વર્તમાન નાણાં વર્ષમાં કોલસાની અછતે વીજ ઉત્પાદન પર અસર કરી હોવાનું સ્વીકારીને સરકારે જણાવ્યું હતું કે, આવનારા નાણાં વર્ષમાં ૬૧.૫૦ કરોડ ટન કોલસાના પૂરવઠાની આવશ્યકતા રહેશે. આ ઉપરાંત કોલસાની માગને પહોંચી વળવા પ્રતિ દિન ૨૮૮ રેલવે રેકસની આવશ્યકતા પડશે. કોલસાનો પૂરવઠો હજુપણ ચિંતાનો વિષય છે.  

એનટીપીસી અને કોલ ઈન્ડિયા સાથે વીજ, કોલ અને રેલવે મંત્રાલયની આંતરવિભાગીય બેઠકમાં વીજ પ્રધાન આર. કે. સિંહે જણાવ્યું હતું કે, ચોમાસાની આગામી મોસમમાં કોલસાની અછત ન રહે તેની તકેદારી રાખવા પ્રયાસો થવા જરૃરી છે.

કોલસાના પૂરવઠાની સ્થિતિ હજુપણ ચિંતાજનક છે અને ૧૦ જેટલા વીજ મથકો ખાતે જરા પણ કોલસો ઉપલબ્ધ નથી અને ૫૫ પાવર પ્લાન્ટસ એવા છે જ્યાં કોલસાનો સ્ટોકસ સાત દિવસથી પણ ઓછો ચાલે એટલો છે એમ પ્રધાને આ બેઠકમાં જણાવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. બેઠક જાન્યુઆરીમાં યોજાઈ હતી.  

કોલ કંપનીઓ અને રેલવેએ કોલસાના પૂરવઠાની સ્થિતિ સુધારવી જોઈએ જેથી વીજ મથકોની આવશ્યકતાને પહોંચી વળાય. આગામી ચોમાસામાં કોલસાની અછત ન રહે તેની ખાતરી રાખવી રહી. આ સૂચનાને ધ્યાનમાં રાખી કોલ ઈન્ડિયા રેકસના લોડિંગમાં ઝડપ કરવા યોજના અને કામકાજ ચોવીસ કલાક ચાલુ રાખવા ઈરાદો ધરાવે છે. ૨૦૧૭માં કોલસાનો પૂરવઠો સામાન્ય સ્તર કરતા નીચો રહ્યો હતો.

નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૭માં કોલ ઈન્ડિયા તરફથી રેકસ પ્રતિ દિન વધીને ૨૧૭ રહી હતી પરંતુ વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં તેમાં ઘટાડો થયો હતો. ૨૦૧૭ના સપ્ટેમ્બરથી કોલસાની અછત શરૃ થઈ હતી એની પણ બેઠકમાં નોંધ લેવાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

Post Comments