Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોના- ચાંદી તથા ડોલરના ભાવમાં ઘટાડો ક્રુડતેલ ઘટીને ૬૫ ડોલરની અંદર ઉતર્યું

- અમેરિકામાં ક્રુડનું ઉત્પાદન કરતી ઓઈલ રિગ્સની સંખ્યા ઘટી ૮૦૦ની અંદર

મુંબઈ, તા. 12 માર્ચ 2018, સોમવાર

મુંબઈ સોના- ચાંદી બજારમાં આજે ભાવમાં હવામાન ઘટાડાનું હતું. કરન્સી બજારમાં રૃપિયા સામે ડોલરના ભાવ પણ ગબડયા હતા. શેરબજારમાં આજે મોટી તેજી આવતાં કરન્સી બજારમાં રૃપિયો ઉંચકાયો હતો. વિશ્વબજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઘટાડો બતાવતા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૃ.૬૫.૧૭ વાળા નીચામાં રૃ.૬૫ની અંદર ઉતરી રૃ.૬૪.૯૪ થઈ છેલ્લે ભાવ રૃ.૬૫.૦૪ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૧૩૨૩.૫૦થી ૧૩૨૪ ડોલર વાળા ગબડી નીચામાં ૧૩૧૪.૯૦ ડોલર થઈ સાંજે ભાવ ૧૩૧૭.૬૦ ડોલર રહ્યાના સમાચાર હતા.

વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ કિંમતી ધાતુઓની આયાત પડતર  ઘટી જતાં હાજર બજારમાં  કિંમતી ધાતુઓ નરમ રહી હતી. નવી માગ પાંખી હતી. મુંબઈમાં આજે જીએસટી વગર ભાવ સોનાના ૧૦ ગ્રામદીઠ ૯૯.૫૦ના રૃ.૩૦૪૫૦ વાળા રૃ.૩૦૨૮૦ તથા ૯૯.૯૦ના ભાવ રૃ.૩૦૬૦૦ વાળા રૃ.૩૦૪૩૦ બંધ રહ્યા હતા. દરમિયાન, જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈમાં ચાંદીના ભાવ આજે કિલોના ૯૯૯ના જીએસટી વગર રૃ.૩૮૫૨૫ વાળા રૃ.૩૮૩૩૫ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૃ.૩૮૨૫૦થી ૩૮૩૦૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૃ.૧૦૫૦થી ૧૧૦૦ જેટલા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં આજે સોના પાછળ ચાંદીના ભાવ પણ ઘટાડા પર રહ્યા હતા.

વિશ્વબજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ૧૬.૬૧થી ૧૬.૬૨ ડોલરવાળા નીચામાં ૧૬.૪૨ થઈ સાંજે ભાવ ૧૬.૪૬ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ અન્ય કિંમતી ધાતુઓના ભાવ પણ  નરમ રહ્યા હતા. પ્લેટીનમના ભાવ આજે સાંજે ઔંશદીઠ ૯૬૦.૨૦થી ૯૬૦.૨૫ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૯૮૯.૩૫થી ૯૮૯.૪૦ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ આજે સાંજે બેરલદીઠ બ્રેન્ટક્રુડના ૬૫ ડોલરની અંદર ઉતરી ૬૪.૮૯ ડોલર રહ્યાના સમાચાર હતા જ્યારે ન્યુયોર્કના ભાવ ૬૧.૫૫ ડોલર રહ્યા હતા.

વિશ્વબજારમાં જાપાનથી મળતા સમાચા મુજબ ત્યાં વિવિધ કૌભાંડ પ્રકાશમાં આવતાં વર્તમાન સરકાર પર દબાણ વધ્યું છે તથા તેની અસર વિશ્વબજારમાં જાપાનની કરન્સી યેન પર પડી છે. દરમિયાન, અમેરિકા તથા નોર્થ કોરીયા વચ્ચે મળનારી મિટિંગ પર વિશ્વબજારની નજર રહી છે.

જાપાનના નાણાંપ્રધાને રાજીનામું આપવા ઈનકાર કર્યો છે. યુરોપના તથા એશિયાના શેરબજારો આજે ઉંચકાયા હતા અને તેના પગલે સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. ડોલરના ભાવ વિશ્વબજારમાં આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. અમેરિકામાં આ સપ્તાહમાં બહાર પડનારા ફુગાવાના આંકડા પર હવે ખેલાડીઓની નજર રહી છે. ચીનમાં ઔદ્યોગિક ઉત્પાદન, રિટેલ બેલ્સ તથા ફિકસ્ડ એસેટ્સ ઈન્વેસ્ટમેન્ટના આંકડાઓ બુધવારે બહાર પડવાના છે. અમેરિકાના ફુગાવાના આંકડા મંગળવારે (આજે) બહાર પડવાના છે. યુરોપના ફુગાવાના આંકડા શુક્રવારે બહાર પડશે. વિશ્વબજારમાં આજે ડોલર ઈન્ડેક્સ ઉંચકાયો હતો. જ્યારે યુરોના ભાવ ઘટયા હતા. અમેરિકામાં ક્રુડતેલનું ઉત્પાદન કરતી ઓઈલ રિગ્સની સંખ્યા જોકે ૮૦૦થી ઘટી ૭૯૬ થયાના સમાચાર હતા. આમ છતાં વિશ્વબજારમાં આજે ક્રુડતેલના ભાવ ઉંચેથી નરમ રહ્યા હતા.

દરમિયાન,  વિશ્વબજારમાં આજે કોપરના ભાવ ત્રણ મહિનાની ડિલીવરીના ૬૮૯૩ ડોલર રહ્યા હતા જ્યારે ટીનના ભાવ ૨૧૪૨૫ ડોલર, નિકલના ભાવ ૧૩૭૨૭ ડોલર, એલ્યુમિનિયમના ભાવ ૨૧૧૩ ડોલર, જસતના ૩૨૫૭ ડોલર તથા સીસાના ભાવ ૨૩૬૨ ડોલર રહ્યાના નિર્દેશો હતા. ત્યાં આજે લંડન એક્સચેન્જમાં કોપરનો સ્ટોક ૧૦ હજાર ટન વધ્યો હતો. ઉપરાંત ટીનનો સ્ટોક ૧૧૦ ટન વધ્યો હતો જ્યારે અન્ય ધાતુઓનો સ્ટોક ઘટયાના સમાચાર હતા. નિકલનો સ્ટોક આજે ત્યાં ૨૨૦૮ ટન, એલ્યુમિનિયમનો ૫૩૨૫ ટન તથા સીસાનો ૧૨૫ ટન ઘટયાના સમાચાર હતા.

Post Comments