Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોનામાં વધ્યા ભાવથી ઘટાડો : ચાંદીના ભાવ પણ ઉંચા ખુલ્યા પછી ફરી ગબડયા

- ક્રૂડ તેલના ભાવ ૬૩ ડોલરની અંદર ઉતર્યા

- ડોલરમાં બે તરફી વધઘટ : ફુગાવો વધતા તથા વેપાર ખાધ પણ વધતાં કરન્સી બજારમાં રૃપિયો વધુ નબળો પડવાની બતાવાતી ગણતરી

મુંબઇ, મંગળવાર તા.14 નવેમ્બર 2017

મુંબઇ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવો વધ્યા મથાળેથી ઝડપી નીચા આવ્યા હતા.  ચાંદી ઉંચી ખુલી ઘટાડા પર રહી હતી. કરન્સી બજારમાં આજે ડોલરના ભાવો બે તરફી મોટી વધઘટના અંતે શાંત  બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો નરમ રહ્યા હતા. મુંબઇમાં ડોલરના ભાવો રૃા. ૬૫/૪૨ વાળઆ નીચામાં રૃા. ૬૫/૨૮ રહ્યા પછી ઉંચામાં ભાવો રૃા. ૬૫/૫૪ થઇ છેલ્લે રૃા. ૬૫/૪૨ રહ્યા હતા. દરમિયાન વિશ્વ બજારમાં આજે ઔંશના ભાવો સોનાના ૧૨૭૮થી ૧૨૭૮/૫૦ ડોલરવાળા નીચામાં ૧૨૬૯ થયા પછી સાંજે ભાવે ૧૨૭૩થી ૧૨૭૩/૫૦ ડોલર રહ્યા હતા. મુંબઇમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯/૫૦ના રૃા. ૨૯૫૨૦ વાળા રૃા. ૨૯૫૦૫ ખુલી રૃા. ૨૯૩૯૫ બંધ રહ્યા હતા જ્યારે ૯૯/૯૦ ના ભાવો રૃા. ૨૯૬૭૦ વાળા રૃા. ૨૯૬૫૫ ખુલી રૃા. ૨૯૫૪૫ બંધ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવો આ ભાવોથી આશરે ત્રણ ટકા જેટલા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઇમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃા. ૩૯૩૬૫ વાળા આજે રૃા. ૩૯૬૦૫ ખુલી  રૃા. ૩૯૪૬૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃા. ૩૯૪૫૦થી ૩૯૫૦૦ તથા જીએસટી સાથેના ભાવો આ ભાવોથી આશરે રૃા. ૧૧૦૦થી ૧૧૫૦ જેટલા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવો ઔંશના ૧૬/૮૫ ડોલરવાળા ઉંચામાં ૧૭/૦૦ થઇ સાંજે ભાવો ૧૬/૯૦થી ૧૬/૯૫ ડોલર રહ્યા હતા. આમ વિશ્વ બજારમાં આજે સોના તથા ચાંદીના ભાવોમાં મિશ્ર હવામાન જોવા મળ્યું હતું.

વિશ્વબજારમાં આજે સાંજે પેલેડિયમના ભાવો ૯૯૦/૪૫થી ૯૯૦/૫૦ ડોલર તથા પ્લેટીનમના ભાવો ૯૩૩થી ૯૩૩/૧૦ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રુડતેલના ભાવો નરમ હતા. બેર્ન્ટક્રુડના ભાવો ઘટી બેરલદીઠ ૬૩ ડોલરની અંજર ઉતરી સાંજે ૬૨/૮૦ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવો ઘટી સાંજે ૫૬/૪૬ ડોલર રહ્યાના નિર્દેશો હતા. કોપરના ભાવો ત્રણ મહિનાની ડીલીવરીના ૬૮૬૩ ડોલર, ટીનના ભાવો ૧૯૪૭૦ ડોલર, નિકમના ૧૨૨૭૦ ડોલર, એલ્યુમિનિયમ ૨૧૦૩ ડોલર,  સીસાના ૨૪૯૩ ડોલર રહ્યાના સમાચારો હતા. ત્યાં આજે લંડન એક્સચેન્જમાં કોપરનો સ્ટોક ૫૨૫ ટન વધ્યો હતો જ્યારે સીસાનો  સ્ટોક ૨૫ ટન વધ્યો હતો. અન્ય ધાતુઓનો સ્ટોક ઘટયો હતો. ટીનનો સ્ટોક આજે ત્યાં ૪૦ ટન, જસતનો સ્ટોક ૧૫૭૫ ટન, એલ્યુમિનિયમનો ૪૦૫૦ ટન તથા નિકલનો ૫૦૪ ટન ઘટયાના નિર્દેશો હતા.

અમેરિકામાં ફુગાવાનો બહાર પડનારામાં આંકડા પર વિશ્વબજારની નજર રહી છે. ભારતમાં ફુગાવો વધ્યો છે ઉપરાંત આજે બહાર પડેલા આંકડામાં નિકાસમાં ઘટાડો તથા આયાતમાં વૃદ્ધીના પગલે વેપારખાધ વધી છે. આના પગલે કરન્સી બજારમાં ડોલરના ભાવો વધુ ઉંચા જવાની તથા રૃપિયો વધુ ઘટવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારના સમાચારો મુજબ જર્મનીમાં જીડીપીના આંકડા પ્રતિસાહક આવતાં વિશ્વ બજારમાં આજે યુરોના ભાવ ઉંચકાયા હતા. ચીનના અર્થતંત્ર વિષયક આંકડા જો કે આજે નબળા બતાવાતા હતા. એસએન્ડપી ટેપીંગ એજન્લીએ વેનેન્ઝુએલારે ડિફોલ્ટ તરીકે જારી કર્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં આજે ડોલર ઇન્ડેક્સ ઘટીને ત્રણ સપ્તાહના તળીયે ઉતર્યો હતો.  બ્રિટીશ પાઉન્ડ પણ નરમ રહ્યો હતો.

Post Comments