Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડિસેમ્બર ત્રિમાસિકમાં કન્ઝયુમર ગુડ્સ ક્ષેત્રની કામગીરી નબળી રહેવાનું ચિત્ર

- કન્ઝયુમર ગુડ્સ કંપનીના પરિણામો પરાૃથી નોટબંાૃધીની અસર સ્પષ્ટ થવા વકી

મુંબઇ, તા. 11 જાન્યુઆરી 2017
નાણાંભીડ ઊભી થવાને કારણે ઉપભોગતાઓ દ્વારા ખર્ચમાં કાપ મુકાતા કન્ઝયુમર ગુડ્સ ક્ષેત્રની એકંદર કામગીરી નબળી રહેવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

ડિસેમ્બર ત્રિમાસિક ગાળાનો પ્રારંભ કન્ઝયુમર ગુડ્સ ક્ષેત્ર માટે આશાવાદ સાથે શરૃ થયો હતો અને તહેવારોની માગ સારી રહી હતી , પરંતુ દિવાળી બાદ ૮ નવેમ્બરના ડીમોનિટાઈઝેશનનો નિર્ણય મોટાભાગના કન્ઝયુમર ગુડ્સ ક્ષેત્ર માટે વોશઆઉટ થઈ ગયો છે એમ એક નાણાંકીય સેવા ક્ષેત્રની કંપનીના રિપોર્ટમાં જણાવાયું હતું.

ડિસેમ્બર ત્રિમાસિક ગાળો ઉદ્યોગો માટે ખરાબ રહેશે એવી જે નોટબંધીની પ્રારંભમાં વાતો થતી હતી તે કેટલી ખરી ઠરે છે એતો ત્રિમાસિક ગાળાના પરિણામો પરથી જ જાણી શકાશે એમ પણ રિપોર્ટમાં જણાવાયું છે. નવેમ્બરના વેચાણમાં ૨૦થી ૨૩ ટકા અને ડિસેમ્બરમાં ૧૦થી ૧૨ ટકા ઓછું રહેવાની ધારણાંઓ મુકાઈ હતી.

અગાઉના બે ત્રિમાસિક ગાળામાં વેચાણમાં પાંચથી છ ટકા અને ઈબીડીટામાં ૯થી ૧૨ ટકાની વૃદ્ધિની સામે ડિસેમ્બર ત્રિમાસિકમાં આ આંક -૦.૯૦ ટકા અને -૧.૧૦ ટકા રહેવાની રિપોર્ટમાં ધારણાં મુકાઈ છે. નોટબંધીને કારણે ઉપભોગતાએ ખર્ચ પર કાપ મૂકવાની ફરજ પડી હતી.
 

Post Comments