Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોમોડિટી વાયદામાં મ્યુ. ફન્ડને મંજુરીની દરખાસ્ત : સેબીએ સૂચનો મંગાવ્યા

- કૃષિ કોમોડિટીઝમાં સંસૃથાકીય રોકાણકારોને પરવાનગી નહીં અપાય તેવા મળતા સંકેતો

મુંબઈ, ગુરૃવાર તા. 07 ડિસેમ્બર 2017

મ્યુચ્યુઅલ ફન્ડસ તથા પોર્ટફોલિઓ મેનેજરોને એકસચેન્જ ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં કામકાજની છૂટ આપવાની  પોતાની દરખાસ્તના સંદર્ભમાં બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ગુરુવારે ખાસ કન્સલટેશન પેપર જારી કર્યું છે. જાહેર જનતાનો મત મેળવવા ઉપરાંત કામકાજ કેવી રીતે કરવા દેવા અને કેવા પ્રકારના નિયમનકારી માળખા હોવા જોઈએ તેના પર પણ આ પેપર મારફત સેબી મત મેળવવા માગે છે. આ પેપર પર મહિનાના અંત સુધીમાં સૂચનો મોકલવાના રહેશે.

કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં સંસ્થાકીય સહભાગને મંજુરી આપવા સંદર્ભમાં સેબીનું આ બીજું પગથિયું છે. અગાઉ સેબીએ કેટેગરી - ૩ ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફન્ડ અથવા હેજ ફન્ડને મંજુરી આપી હતી.

કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં લિક્વિડિટી વધારવા અને સંસ્થાકીય ખેલાડીઓને સમાવી લેવા કોમોડિટી સેગમેન્ટને વિસ્તૃત કરવાની દિશામાં   આ બીજું પગલું છે. મ્યુચ્યુઅલ ફન્ડસ અને પોર્ટફોલિઓ મેનેજરોને કૃષિ કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં કામકાજ કરવા દેવા કે નહીં તે અંગે પેપરમાં ફોડ પડાયો નથી જો કે તેણે કોમોડિટી ડેરિવેટિવ્ઝને એસેટ કલાસ તરીકે ઉલ્લેખ કરી છે.

આ અગાઉ પોર્ટફોલિઓ મેનેજરો કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં સક્રિય હતા પરંતુ અગાઉના કોમોડિટી નિયામક ફોરવર્ડ માર્કેટ કમિશને આ સેગમેન્ટમાં તેમના કામકાજ પર પ્રતિબંધ મૂકયો હતો.

જો કે કન્સલટેશન પેપરમાં વિવિધ કોમોડિટીઝનો ઉલ્લેખ કરાયો છે પરંતુ તેમાં કૃષિ કોમોડિટીનો સમાવેશ થતો નથી એનો અર્થ એવો નથી થતો કે આ નવા ખેલાડીઓને કૃષિ કોમોડિટીઝમાં કામકાજની છૂટ અપાશે નહીં. હાલમાં સંસ્થાકીય રોકાણકારો માત્ર ગોલ્ડ એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ મારફત કામ કરી શકે છે. 

Post Comments