Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બિટકોઈન પર કોનું નિયંત્રણ હોવું જોઈએ તેના પર સરકારી સમિતિ હજુ અનિશ્ચિત

- કરન્સીને ગેરકાયદે જાહેર કરવાનું પણ હાલમાં ટળાયું

મુંબઈ, તા. 15 જુલાઇ, 2017, શનિવાર

બિટકોઈન અને બીજી કેટલીક વર્ચ્યુઅલ કરન્સી માટે નિયમો ઘડી કાઢવા સરકારી પેનલ હાલમાં ખાસ ઉત્સુક જણાતી નહીં હોવાથી આ ડિજિટલ કરન્સીનું ભાવિ હાલમાં અદ્ધરતાલ થઈ ગયું છે. બિટકોઈન તથા બીજી કેટલીક વર્ચ્યુઅલ કરન્સીઝ પર કેવી રીતે નિયમન કરી શકાય તે અંગે સૂચનો કરવા સરકાર દ્વારા ખાસ સમિતિની રચના કરવામાં આવી છે.

સરકાર દ્વારા રચિત પેનલે આ કરન્સીઝને ગેરકાયદે કરન્સીઝ તરીકે જાહેર કરવાનું પણ હાલમાં ટાળ્યું છે. ક્રિપ્ટો (ગુપ્ત)કરન્સીઝ પર કઈ સરકારી સંસ્થાનું નિયમન હોવું જોઈએ તેના પર પણ સમિતિએ હજુ કોઈ નિર્ણય લીધો નથી. 

આ કરન્સીઝ પર રિઝર્વ બેન્કનું નિયમન હોવું જોઈએ એવો એક સર્વસામાન્ય મત પ્રવર્તી રહ્યો છે. બિટકોઈન એ એક કરન્સી કરતા સિક્યુરિટી વધુ હોવાનો પણ અન્ય એક મત પ્રવર્તી રહ્યો છે. સિક્યુરિટી ગણવામાં આવે તો તેના પર સેબીનું નિયંત્રણ હોવું જોઈએ.

જાપાનમાં બિટકોઈનને કરન્સી તરીકે ગણવામાં આવી રહી છે. વર્ચ્યુઅલ કરન્સીઝના વર્તમાન માળખાની ચકાસણી કરવા અને તેમા પર રિપોર્ટ સુપરત કરવા સમિતિને ત્રણ મહિનાનો સમય અપાયો છે. બિટકોઈન એ વિશ્વની પ્રથમ ડિજિટલ કરન્સી છે અને તેની સરખામણી કિંમતી ધાતુઓ સાથે પણ થઈ રહી છે.

ડીમોનિટાઈઝેશનના સમયગાળામાં ભારતમાં બિટકોઈન ઘણી જ પ્રચલિત બની હતી. જો કે તેની લોકપ્રિયતા ચિંતાનો વિષય પણ બની રહ્યો છે કારણ કે તેના પર કોઈ નિયંત્રણ નહીં હોવાથી બ્લેક મનીને થાળે પાડવા તેનો ઉપયોગ થતો હોવાનો ભય સેવાઈ રહ્યો છે.

Post Comments