Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈન્સોલવન્સી કોડ હેઠળ પ્રક્રિયા માટેની પ્રથમ યાદીમાં સ્ટીલ કંપનીઓની સંખ્યા વધુ

- સ્ટીલ ક્ષેત્રની હાલત સુધરતા નાણાંની ઝડપી વસૂલી થવા અપેક્ષા

મુંબઈ, તા.17 જૂન, 2017, શનિવાર
 
ઈન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ લોન્સના નાણંની વસૂલી કરવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બેન્કરોને સુપરત કરાયેલી ૧૨ વિલફૂલ ડિફોલ્ટરોની યાદીમાં સ્ટીલ કંપનીઓની સંખ્યા વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાર કંપનીઓના માથે નાણાં વર્ષ ૨૦૧૬ના અંતે રૃપિયા ૨.૫૩ લાખ કરોડનું દેવું બાકી હતું. બેન્કરોની વાત માનીએ તો ૧૨ કંપનીઓની યાદીમાં ઓછામાં ઓછી પાંચ સ્ટીલ કંપનીઓનો સમાવેશ થાય છે.
 
બાકી પડેલી લોન્સની રકમ વસૂલવા માટે દરેક કંપનીઓના કેસોને સમાન રીતે હાથ ધરાશે આમછતાં સ્ટીલ કંપનીઓનો ઊકેલ ઝડપી આવવાની બેન્કરો અપેક્ષા રાખી રહ્યા છે. સ્ટીલ ક્ષેત્રમાં તાજેતરમાં માગમાં થયેલા વધારા તથા એન્ટી ડમ્પિંગ ડયૂટી લાગુ કરવાને કારણે સ્ટીલ કંપનીઓના નફામાં પણ સુધારો થઈ રહ્યો છે જેને કારણે સ્ટીલ કંપનીઓની બેલેન્સ શીટ સુધરી રહી છે.
 
પ્રાપ્ત માહિતી પ્રમાણે જંગી દેવાબોજ સાથેની સ્ટીલ કંપનીઓમાં ભુષણ સ્ટીલ, એસ્સાર સ્ટીલ, ભુષણ પાવર એન્ડ સ્ટીલ, મોન્નેત ઈસ્પાત તથા ઈલેકટ્રોસ્ટીલ સ્ટીલ્સનો સમાવેશ થાય છે. 
 
રિઝર્વ બેન્ક દ્વારા બેન્કરોને જે ૧૨ કંપનીઓની યાદી સુપરત કરવામાં આવી છે તેમની વિરુદ્ધ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં આ મહિનાના અંત સુધીમાં કેસ દાખલ કરાશે. જે કંપનીઓ પાસેથી લોનની રકમ લેવાની નીકળે છે તેમની પાસે રહેલી એસેટસનું મૂલ્ય નોંધપાત્ર ઊંચું છે અને યાદી પ્રાપ્ત થવા પહેલા જ ઘણો અભ્યાસ પૂરો કરી લેવાયો હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું. 
 
બેન્કિંગ ક્ષેત્રમાં રહેલી કુલ એનપીએમાંથી ૨૫ ટકા એનપીએ આ ૧૨ કંપનીઓની છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રિઝર્વ બેન્કે કુલ ૫૦૦ એવી કંપનીઓની યાદી તૈયાર કરી છે જેમાં બેન્કિંગ ક્ષેત્રનું જંગી એકસપોઝર રહેલું છે. આરબીઆઈની ઈન્ટરનલ પેનલે આ કંપનીઓ વિરુદ્ધ બેન્કરપ્સી  પ્રક્રિયા હાથ ધરવા ભલામણ કરી છે.

Post Comments