Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડીમોનિટાઈઝેશન દરમિયાન બેહિસાબી નાણાં જમા કરાવવા બદલ પ્રથમ કેસ દાખલ કરાયો

- મુંબઈના વેપારીએ રોકડ જમા કરાવવા માટે બનાવટી પાનકાર્ડનો ઉપયોગ કર્યો હોવાનું જણાયું

નવી દિલ્હી, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
ડીમોનિટાઈઝેશનના સમયગાળા દરમિયાન કરચોરી કરવાના હેતુ સાથે રૃપિયા ૫૦૦ કરોડની  બેહિસાબી આવક છૂપાવવા બદલ આવક વેરા વિભાગ ૩૦ વ્યક્તિઓ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી હાથ ધરવા વિચારી રહ્યું છે. આ ૩૦ કેસોમાંથી વેરા વિભાગે તેનો પ્રથમ ફોજદારી કાર્યવાહીનો કેસ મુંબઈસ્થિત એક ટ્રેડર વિરુદ્ધ રજુ કર્યો છે. બનાવટી પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (પાન)નો ઉપયોગ કરી રૃપિયા ૩ કરોડથી વધુની રકમ ડિપોઝિટ કરવા બદલ આ કેસ દાખલ કરાયો છે. 
 
કોર્ટમાં દાખલ કરાયેલી અરજી સાથે વેરા વિભાગે સીસીટીવી ફૂટેજિસ, બેન્ક ખાતા તથા સંબંધિત વ્યવહારો રજુ કર્યા છે. વેરા વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ટ્રેડરે પોતાના કર્મચારીઓની મદદથી ૧૦ વ્યવહારોમાં રોકડ જમા કરાવી છે અને ચોપડામાંથી કેશ ડિપોઝિટ ઉડાવી દેવાનો પણ પ્રયાસ કર્યો છે. 
 
દરેક કિસ્સાઓમાં મોડસ ઓપરન્ડી અલગઅલગ રહી છે. જે લોકો સામે પૂરતા પુરાવા છે તે કેસોમાં અમે આગળ વધી રહ્યા છીએ એમ પણ અધિકારીએ જણાવ્યું હતું. વેરા વિભાગે પાંચથી છ મોટા કેસોમાં તપાસ પૂરી કરી છે અને તેમની સામે પણ આ સપ્તાહમાં કાર્યવાહી આગળ વધારાશે.ડીમોનિટાઈઝેશન બાદ હાથ ધરવામાં આવેલી ઓપરેશન કલીન મની ઝૂંબેશ દરમિયાન નજરમાં આવનારા વેરા ચોરીના કિસ્સાને છોડી નહીં દેવા અને તેમની સામે કોર્ટ કેસ કરવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસિઝ (સીબીડીટી)ને તેના ફિલ્ડ ઓફિસરોને સૂચના આપી છે. 
 
આવક વેરા કાયદા હેઠળ કરચોરીના કિસ્સામાં સાત વર્ષ સુધીની જેલની સજા તથા રોકડ દંડ અને કરચોરી કરાયેલી રકમ પર પેનલ્ટી અને વ્યાજ વસૂલવાની જોગવાઈ છે. ઓપરેશન ક્લીન મની ઝૂંબેશ હેઠળ છેલ્લા એક પખવાડિયામાં આવક વેરા વિભાગે ૨૦૦થી વધુ સ્થળે શોધખોળો કરી છે. 
 
પોતાની પાસેના બિનહિસાહી નાણાં જાહેર  કરવા કરદાતાઓ માટે સરકાર દ્વારા ખાસ યોજના જાહેર કરવામાં આવી છે, જે ૩૧ માર્ચ સુધી ચાલુ રહેશે. બ્લેક મની ડિકલેરેશન વિન્ડો હેઠળ અત્યારસુધી માત્ર રૃપિયા ૬૦૦૦ કરોડની જ બિનહિસાબી રકમ જાહેર થયાનું વર્તુળો જણાવી રહ્યા છે.  
 
અત્રે ઉલ્લેખનિય છે કે નોટબંધીની જાહેરાત બાદ દેશના મોટા શહેરોમાં જ્વેલર્સની દૂકાનોમાં ગોલ્ડની ખરીદી માટે ભારે ધસારો જોવા મળ્યો હતો. કાળા નાણાંને થાળે પાડવા મોટી સંખ્યાના લોકોએ ગોલ્ડની ખરીદી કરી હોવાના અહેવાલો હતા.

Post Comments