Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોના-ચાંદીમાં પીછેહઠ : બંધ બજારે રૃપિયાની સામે ડોલરમાં ચમકારો

- ડોલર ઈન્ડેક્સ સાત મહિનાના તળીયેથી ઉંચકાયો

- બ્રાઝીલમાં રાજકિય કટોકટી પ્રસરતા ત્યાંની કરન્સીમાં પીછેહઠ

મુંબઈ, તા.17 જૂન, 2017, શનિવાર
 
મુંબઈ સોના-ચાંદી બજાર આજે શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે ભાવો સૂસ્ત રહ્યા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના જે શુક્રવારે સત્તાવાર બંધ રૃ.૨૮૬૭૦ રહ્યા હતા તે આજે રૃ.૨૮૬૫૦થી ૨૮૭૦૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૮૮૨૦ વાળા આજે રૃ.૨૮૮૦૦થી ૨૮૮૫૦ બોલાતા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના જે શુક્રવારે રૃ.૩૮૯૬૦ બંધ હતા તે આજે બંધ બજારે રૃ.૩૮૭૫૦થી ૩૮૮૦ બોલાતા હતા જ્યારે કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૧૫૦થી ૨૦૦ જેટલા ઉંચા રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારના સમાચારો ઉછાળે વેચવાલી બતાવતા હતા.
 
વિશ્વબજારમાં ડોલરના ભાવો વિવિધ કરન્સીઓ સામે વધી આવતાં તેના પગલે સોનામાં હેજ ફંડોની વેચવાલી વધ્યાની ચર્ચા હતી. વિશ્વબજારમાં સોનાના ભાવો ઔંશના ૧૨૫૫ ડોલર ઉંચામાં ૧૨૫૮.૪૦ રહ્યા પછી નીચામાં ૧૨૫૨.૩૦ થઈ છેલ્લે ૧૨૫૪ ડોલર આસપાસ રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વબજારમાં ચાંદીના ભાવો પણ દબાણ હેઠળ રહ્યા હતા. ચાંદીના ભાવો ઔંશના ૧૬.૭૯ ડોલરવાળા ઉંચામાં ૧૬.૮૪ ડોલર થયા પછી નીચામાં ૧૬.૫૪ થઈ છેલલે ૧૬.૭૨થી ૧૬.૭૩ ડોલર રહ્યાના સમાચારો હતા.
 
ડોલર ઈન્ડેક્સ વિશ્વબજારમાં તાજેતરમાં ઘટી નીચામાં સાત મહિનાના તળીયે ઉતર્યો હતો તે હવે પ્રત્યાઘાતી વધ્યો છે. યુરોના ભાવો ઘટયા છે. અમેરિકામા રિજનલ મેન્યુફેકચરીંગના આંકડા અપેક્ષાથી સારા આવ્યા છે તથા ત્યાં જોબલેસ કલેઈમ્સ બેરોજગારીના દાવાઓ પણ વ્યાજબી સ્તરે રહ્યા છે. અમેરિકાની સૌથી મોટી ઈકોમર્સ કંપની એમેઝોને ૧૩.૭૦ અબજ ડોલરમાં ત્યાંની ઓફફ લાઈન રિટેઈલની મોટી કંપની વ્હોલફુડ માર્કેટને ૧૩.૭૦ અબજ ડોલરમાં હસ્તગત કર્યાના સમાચારો હતા. આના પગલે અમેરિકાના શેરબજારો ઉંચકાયા છે. ડોલર પણ વધ્યો છે. આની સામે સોનાના ભાવો દબાણ હેઠળ આવ્યા છે.
 
જોકે અમેરિકાની ગયા વર્ષના અંતભાગમાં થયેલી ચુંટણીમાં રશિયાએ ભજવેલી ભૂમિકાની ચર્ચા અમેરિકામાં હાલ વ્યાપક થઈ રહી છે અને તેના પગલે ત્યાંના પ્રમુખ ટ્રમ્પ પર દબાણ વધી રહ્યું છે. દરમિયાન, બ્રાઝીલમાં રાજકિય અશાંતિ વધતાં ત્યાં શેરોનો ઈન્ડેક્સ આઠ ટકા તૂટયો છે તથા બ્રાઝીલની કરન્સી પણ ઘટી છે. વિશ્વબજારમાં જસત તથા કોપરના ભાવો ઘટયા છે. ક્રુડતેલના ભાવો જોકે નીચા મથાળેથી પ્રત્યાઘાતી સુધારા પર રહ્યા છે.
 
ક્રુડતેલના ભાવો બેરલદીઠ વિશ્વબજારમાં છેલ્લે બ્રેન્ટક્રૂડના ૪૭.૩૭ ડોલર તથા ન્યુયોર્કના ભાવો ૪૪.૭૪ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવો છેલ્લે ૯૨૯.૯૦ ડોલર તથા પેલેડીયમના ભાવો ૮૭૧.૭૦ ડોલર રહ્યાના સમાચારો હતા. કોપરના ભાવો વિશ્વબજારમાં છેલ્લે સપ્તાહના અંતે ત્રણ મહિનાથી ડિલીવરીના ૫૬૬૩ ડોલર, જસતના ૨૫૨૭ ડોલર, એલ્યુમિનિયમના ૧૮૬૭ ડોલર તથા ટીનના ૧૯૬૪૦ ડોલર રહ્યાના સમાચારો હતા.
 
દરમિયાન, વિશ્વબજારમાં ડોલર વધતાં આજે મુંબઈમાં બંધ બજારો કરન્સી બજારમાં રૃપિયા સામે ડોલરના ભાવો રૃ.૬૪.૪૩થી ૬૪.૪૪ વાળા વધી રૃ.૬૪.૫૦ આસપાસ બોલાઈ રહ્યા હતા. આ જોતાં સોમવારે સત્તાવાર બજારમાં ડોલરના ભાવો કરન્સી બજારમાં  ઉંચા ખુલવાની શક્યતા જાણકારો બતાવતા હતા.

Post Comments