Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તહેવારોમાં ખાંડ કડવી બનશે

- તહેવારો પૂર્વે બજારમાં તેજી આવી

- ખાંડમાં ઉત્પાદન ઘટતાં ઈમ્પોર્ટ ડયુટી નાબુદ કરવા ઉઠેલી માગણી

૧૦ લાખ ટન રો-સુગરની આયાત એડવાન્સ લાઈસન્સ હેઠળ કરવા રજૂઆત કરાઈ
મુંબઈ, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
આ વર્ષે ખાંડની મોસમમાં દેશમાં વિવિધ પ્રમુખ ઉત્પાદક રાજ્યોમાં ઉત્પાદન ઘટયાના અંદાજોઓ  વચ્ચે બજાર ભાવો  ઉછળી રહ્યા છે. અને હવે વિવિધ તહેવારો નજીક આવી રહ્યા છે. દેશમાં ખાંડનોે પુરવઠો વધે તથા ગ્રાહકોને વ્યાજબી ભાવોએ ખાંડ મળી રહે એ માટે કેન્દ્ર સરકારે  વહેલી તકે ખાંડની આયાત જકાત નાબુદ કરવી જરૃરી હોવાનું  બજાર તથા ઉદ્યોગ જગતના સૂત્રોએ જણાવ્યું હતું. ખાંડના ભાવો કિલોના વધી  રૃ.૪૦ની ઉપર જતા રહ્યા છે અને સરકાર હવે ડો ગંભીર તથા નક્કર પગલા નહીં ભરે તો ભાવો ઝડપથી  વધી રૃ.૫૦  થઈ જવાની શક્યતાી જાણકારો  બતાવી રહ્યા છે. 
 
દેશમાં હાલ ખાંડની આયાત જકાત ૪૦ ટકા રહી છે અને આ આયાત જકાત સંયુક્તપણે દૂર કરવી જરૃરી હોવાનું ઉદ્યોગ સૂત્રોએ જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં  વારણા ખાતેની   ખાંડ મિલોએ આવી માગણી કરી છે. મહારાષ્ટ્રમાં   ખાંડનું ઉત્પાદન ૨૦૧૫-૧૬ની મોસમમાં ૫૪ લાખ ટન  થયું હતું તે ૨૦૧૬-૧૭ની  મોસમમાં  ઘટી ૩૭ લાખ ટન થવાની  શક્યતા છે.  ઉત્પાદનમાં   આશરે ૩૩ ટકાનો ઘટાડો થવાની ભીતિ છે. કર્ણાટકમાં  ઉત્પાદન ૨૫ ટકા ઘટી ૨૦ લાખ ટન થવાની શક્યતા છે. જોકે  ઉત્તર-પ્રદેશ તથા તામિળનાડુમાં  ઉત્પાદન સરખામણીએ વધુ થવાનો અંદાજ બતાવાયો છે આંધ્રમાં ખાંડનું ઉત્પાદન જળવાઈ રહેવાની શક્યતા છે.
 
દેશમાં એડવાન્સ લાઈસન્સ પધ્ધતિ હેઠળ કાચી  ખાંડ (રો-સુગરની)  આશરે  ૧૦ લાખ ટનથી આયાત કરવાની છૂટ આપવાની માગ  પણ કરવામાં આવી છે.  આવી રો-સુગરની  આયાત સામે રિફાઈન્ડ સુગરની નિકાસ ૬ મહિનામાં ફરજીયાત કરી દેવાનો હાલ જે નિયમ છે તે નિયમમાં રાહત આપી આવી નિકાસ જવાબદારીનો  સમય વદારી ૩૬થી ૪૮ મહિનાનો  કરવાની માગણી પણ કેન્દ્ર  સરકારને કરવામાં આવી છે.  
 
મહારાષ્ટ્રમાં ખાંડની મોસમ  ઓકટો.૨૦૧૬થી શરૃ થઈ છે અને ઓકટો.થી જાન્યુ.૨૦૧૭ સુધીના ગાળામાં મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ઘટી ૩૭ લાખ ટન થયું છે. જે પાછલા વર્ષે આ ગાળામાં ૫૪ લાખ ટન થયું હતું. ખાંડના મિલોના અમુક સંગઠનોએ આ પૂર્વે  દેશના   ઉત્પાદનનો અંદાજ  ઉંચો બતાવી આયાત ઓછી થાયએવો વ્યુહ અપનાવ્યો હતો અને આ ગાળામાં  ભાવો ઉછળતાં અણુક રાજ્યોની ખાંડ  મિલો ફાયદો કરી ગઈ હતી એવો આક્ષેપ પણ બજાર તથા ઉદ્યોગમાં હાલ થઈ રહ્યો છે.

Post Comments