Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૨૦૧૬- ૧૭માં FDI વધીને ૬૦.૧ અબજ ડોલરની ટોચે

- અગાઉના નાણાં વર્ષની તુલનાએ આઠ ટકાનો વધારો

નવી દિલ્હી, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
વિતેલા ૨૦૧૬- ૧૭ના નાણાંકીય વર્ષમાં દેશમાં ઠલવાત ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો (એફડીઆઇ) પ્રવાહ નવી ઉંચી સપાટીએ પહોંચ્યો છે.
 
ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી એન્ડ પ્રમોશન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ૨૦૧૬-૧૭ના નાણાંકીય વર્ષમાં એફડીઆઇનો પ્રવાહ વધીને ૬૦.૦૮ અબજ ડોલરની નવી ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો.
 
અગાઉના ૨૦૧૫-૧૬ના નાણાંકીય વર્ષમાં દેશમાં ૫૫.૬ અબજ ડોલરનું એફડીઆઇ ઠલવાયું હતું. આમ એફડીઆઇના પ્રવાહમાં ૮ ટકાનો વધારો નોંધાયો છે.
 
એનડીએ સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં એફડીઆઇમાં છૂટછાટ અપાઈ છે. જેની સાનુકૂળ અસર જોવા મળી છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં સરકારે ૨૧ ક્ષેત્રોમાં ૮૭ જેટલા એરિયામાં એફડીઆઇ અંગે સુધારા હાથ ધર્યા છે.

Post Comments