Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બિટકોઈનની વધુ એક વિક્રમી છલાંગ ૧૫૦૦૦ ડોલરની સપાટી કૂદાવી

- દિન-દૂની રાત ચૌગુની ગતિએ વધારો

- રવિવારે શરૃ થનારા ફ્યુચર્સ પર ખેલાડીઓની નજર: એક જ દિવસમાં ૨૫૦૦ ડોલરનો ઉછાળો

નવી દિલ્હી,ગુરૃવાર તા. 07 ડિસેમ્બર 2017

વૈશ્વિક બજારોમાં બિટકોઇનમાં દિન-દૂની રાત ચૌગુની ગતીએ વધારો થઇ રહ્યો  છે. ગાઇકાલે ૧૨૦૦૦ ડોલરના મથાળે કાર્યરત આ ડિજિટલ કરન્સીમાં આજે એક જ દિવસમાં૨૫૦૦ ડોલરથી પણ વધુનો ઉછાળો નોંધાતા તેણે આજે ૧૫૦૦૦ ડોલરની સપાટી પણ કૂદાવી દીધી છે.દિવસો દિવસ ચર્ચાનો મુદ્દો બનતી જતી ક્રિપ્ટોકરન્સી બિટકોઈને ગુરુવારે વધુ એક છલાંગ મારીને ૧૫૦૦૦ ડોલરની સપાટી પાર કરી હતી. આગામી રવિવારે શિકાગોસ્થિત સીબીઓઈ પર બિટકોઈન ફ્યુચર્સનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ખેલાડીઓની તેના પર નજર રહેલી છે.

ફ્યુચર્સના પ્રારંભ સાથે બિટકોઈન મુખ્ય પ્રવાહમાં આવવા ઉપરાંત તેના પર નિયમનો પણ વધતા જશે. બિટકોઈન આજે  નીચામાં ૧૨૬૬૨.૮૬ ડોલર અને ઉપરમાં ૧૫૩૪૦ ડોલર પ્રતિ યુનિટ જોવા મળી હતી. વર્તમાન વર્ષના પ્રારંભમાં બિટકોઈનનો ભાવ ૧૦૦૦ ડોલર હતો. બિટકોઈનનો પરપોટો ગમે ત્યારે ફૂટી જવાની ચેતવણી અપાઈ રહી છે ત્યારે દિવસો દિવસ તેના ભાવમાં આવી રહેલા ઉછાળાથી વિશ્લેષકો પણ થાપ ખાઈ રહ્યા છે. એક વર્ચ્યુઅલ કરન્સી હોવાથી બિટકોઈનનો ઉપયોગ સરકાર અથવા બેન્ક જેવી કેન્દ્રીય સત્તાની આવશ્યકતા વગર વિશ્વમાં કયાંય પણ નાણાંની હેરફેર કરવામાં થઈ શકે છે.

Post Comments