Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમાસે કોલસાને ગ્રહણ, ૧૨ ગીગા વૉટનું ઉત્પાદન ઠપ્પ

- ઓઈલના અનિશ્ચિત ભાવો પછી હવે કોલસાની તીવ્ર અછત

- - ઉદ્યોગોને ગંભીર અસર થશે : રહેણાંકવાળા વિસ્તારોમાં પણ અંધારપટની શક્યતા

નવી દિલ્હી, તા. 12 જૂન 2018, મંગળવાર

એક તરફ ઓઈલના ભાવ અનિશ્ચિત છે તો બીજી તરફ કોલસાની મહાઅછત ઉભી થઈ છે. ૯૦૦૦ મેગાવૉટ (સ્ઉ) વીજળી ઉત્પન્ન કરતા થર્મલ પાવર પ્લાંટ બંધ થઈ ગયા છે. કોલસાના કારણે ૩૫૦૦ મેગાવૉટના થર્મલ પાવર પ્રોજેક્ટ ગેસના અભાવથી શટડાઉન જેવી સ્થિતિ છે. એક અહેવાલ અનુસાર કુલ ૧૨ ગીગાવૉટ વીજળીનું ઉત્પાદન ઠપ થઈ ગયું છે.

બંધ થયેલા મોટા ભાગના યુનિટો પ્રાઇવેટ પાવર પ્લાંટ છે જેમાં મુખ્યત્વે અદાણી પાવર, એસ્સાર પાવર, લાર્સન એન્ડ ટૂબ્રો, જય પ્રકાશ એસોસીએટ્સ વગેરેનો સમાવેશ થાય છે.

જે પાવર પ્લાંટની ઉત્પાદન કેપેસીટી ૯૦૦૦ મેગાવૉટની (૯ ગીગાવૉટ) હતી તે કોલસાના અભાવે ઠપ્પ થઈ ગયા છે. ભારતમાં વીજળીની ડીમાન્ડને પહોંચી વળવા અન્ય ઉત્પાદન કેન્દ્રો પર સરકાર લોડ વધારી રહી છે.

થર્મલ પાવર પ્લાંટ બંધ નથી થયા પણ તેના કેટલાંક યુનિટો કામ કરે છે. જયપ્રકાશ એસોસીએટ્સના પ્લાંટની કેપેસીટી ૬૬૦ મેગાવૉટ છે પણ કોલસાના અભાવે પ્લાંટ બંધ છે. એવી જ રીતે અદાણી પાવરનો મુન્દ્રા ખાતેનું થર્મલ પાવર યુનિટ ૨૩૧૦ મેગાવૉટ ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે ત્યાં કોઈ ઉત્પાદન નથી થતું.

આયાતી કોલસાથી એસ્સાર પાવરનો પ્લાંટ ૧૨૦૦ મેગાવૉટ વીજ ઉત્પાદન કરતો હતો જે કોલસાના અભાવે બંધ છે. એવી જ રીતે ૭૦૦ મેગાવૉટનું ઉત્પાદન કરતા લાર્સન એન્ડ ટુબ્રોના રાજપુરા ખાતેના થર્મલ પાવર સ્ટેશનને બંધ કરાયું છે.

સરકારના બે પ્લાંટ એક મધ્ય પ્રદેશ પાવર જનરેશન તેમજ થર્મલ પાવર સ્ટેશન એ બંને બંધ છે.
ટૂંકમાં અદાણી પાવરના ૨,૩૧૦ મેગાવૉટ, એસ્સાર પાવરના ૧૨૦૦ મેગાવૉટ, લાર્સન એન્ડ ટુબ્રોના ૧૪૦૦ મેગાવૉટ, આમ્રપાલી થર્મલના ૫૨૦ મેગાવૉટ વીજળીનું ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે.

મહારાષ્ટ્રના ચંદરપુર અને તમિળનાડુના કોપીલ ખાતેના બે થર્મલ પ્લાંટ પણ ઠપ્પ થઈ ગયા છે.સત્તાવાળાઓએ પણ સ્વીકાર્યું છે કે કોલસાની શોર્ટ જ અચાનક ઉભી થઈ છે જે થોડા દિવસમાં નિવારી શકાશે. જોકે સરકારના શાંત્વના પર કોઈને વિશ્વાસ હોય એમ લાગતું નથી.

જો સમયસર પગલાં નહીં ભરાય તો ઔદ્યોગિક ઉત્પાદનને અસર પડશે. રહેણાંક વિસ્તારોમાં પણ વીજ કપાતની સંભાવના વધી છે.

Post Comments