Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુ-રાજ અને સ્વરાજ, કડક પગલાં જરૃરી : ટ્રોલ અને ટોળાનો આતંક

સુષ્મા સ્વરાજ ટ્રોલ થયા, પક્ષ મદદે ના આવ્યો

બે પ્રકારના ટોળા હોય છે. એક જમીન પરના અને બીજા ડીજીટલ વિશ્વના !! બંનેની કામ કરવાની સિસ્ટમ એકસમાન હોય છે. આ બંને ટોળાંના લોકો પોતાની ઓળખ છુપાવીને હુમલા કરે છે. સામે વાળાનો તે વિરોધ કરે છે અને ઈજા પહોંચાડવા પ્રયાસ કરે છે. પોતાના વિરોધને શબ્દમાં ફેરવવાની તેમનામાં હિંમત નથી હોતી. તે માને છે કે તે એવા દેશના નાગરિકો છે કે જ્યાં પગલાં નથી લેવાતા. જેથી દેખાવો કરનારને ઉત્તેજન મળે છે.

છેલ્લા ચાર વર્ષમાં ઉપરોક્ત બંને પ્રકારના ટોળા ઉછર્યા છે. કેટલાક ટોળા જીન્સ પહેરતી છોકરી પર હુમલા કરે છે તો કેટલાક પાર્ક કે બારમાં બેઠેલા યુગલો પર હુમલા કરે છે. તેમણે ઉત્તર પ્રદેશમાં દાદરી ખાતે અબલકને તેના ઘરમાં મારી નાખ્યો કેમકે તેની પાસે મટન હતું. હરિયાણાના અલવારમાં પહેલુખાનને એટલા માટે માર્યો કે તે તેના પશુને લઈને ડેરી ફાર્મમાં જતો હતો. ગુજરાતમાં ઉના ખાતે એક દલિત યુવાનને કપડાં કાઢીને માર્યો હતો. આસામ, ઝારખંડ, મહારાષ્ટ્ર, પ.બંગાળ વગેરેમાં પણ આવી ઘટનાઓ બની હતી. આવી ઘટનાઓમાં ભોગ બનનાર મોટાભાગે મુસ્લિમ, દલીત કે મજૂર હોય છે.

તાજેતરના કેટલાક મહિનાઓમાં અફવાઓ પર આધાર રાખીને બાળકો ઉઠાવી જનારા પર ટોળા તુટી પડતા હતા. ત્રિપુરામાંથી સુકાંત ચક્રવર્તી નામના યુવાનને અફવા ફેલાવવા બદલ સત્તાવાળાઓએ ધરપકડ કરી હતી.

એકલાં-અટૂલાં સ્વરાજ

આવા જ એક ડીજીટલ ટોળાએ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને ટાર્ગેટ કર્યા હતા. તે ભાજપમાં સક્રીય છે. તે જનસંઘ વખતે પણ સક્રીય હતા. તે શિક્ષિત છે, ટેકનોલોજીના જાણકાર છે. પોતે ભાજપમાં હોવાની સાથે સાથે પોતાની હિન્દુ સ્ત્રી તરીકેની ઈમેજ જાળવી રાખે છે. તેમણે ઘણી ચૂંટણીઓ જીતી છે. ૨૦૦૯થી ૨૦૧૪ દરમ્યાન તે લોકસભામાં વિપક્ષના નેતા પણ હતા. સંસદીય લોકશાહીમાં તે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પણ ચૂંટાઈ શકે એમ હતા. ૨૦૧૪માં ભાજપે ચૂંટણી જંગ જીત્યો ત્યારે પોલીટીકલ સ્કીલ ધરાવતા અને એનર્જીના ધોધ સમાન સુષ્માની આડે આવી ગયા હતા. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદ પરના ઉદય માટે સુષ્મા સ્વરાજ તેમજ એલ.કે. અડવાણીએ વિરોધ કર્યો હતો પરંતુ તે લોકો ફાવ્યા નહોતા. ચૂંટણી પછી પ્રધાનમંડળમાં કી-પોસ્ટ લેવા સુષ્માએ એકલા હાથે કામ કરવાનું હતું. તેમણે વિદેશ પ્રધાનનો પોર્ટફોલીયો મેળવ્યો હતો. જોકે અહીં એ પણ કહેવું જોઈએ કે વિદેશ નીતિના નિર્ણયો વડાપ્રધાનની ઓફિસ લેતી આવી છે.

મસીહા સુષ્મા

જોકે સ્માર્ટ સુષ્મા સ્વરાજે પોતાનો રોલ સુપર્બ રીતે નીભાવ્યો હતો. વિદેશમાં અટવાયેલા ભારતીયો કે અપહરણ કરાયેલા કે જેમને પાસપોર્ટ-વિઝા ના મળતા હોય કે વિદેશની યુનિવર્સિટી કે હોસ્પિટલમાં એડમીશન ના મળતું હોય તેમને સહાય કરીને લોકપ્રિયતા ઉભી કરી હતી. આવી કોઈ વ્યક્તિની જરૃર હતી. લોકો તેમની પ્રસંશા કરવા લાગ્યા હતા. તે વિપક્ષો સાથે બહુ મતભેદમાં પણ નહોતા ઉતરતા.બે જુદા ધર્મ ધરાવતા યુગલને પાસપોર્ટ મેળવવામાં મુશ્કેલી પડતી હતી. તેમણે ટ્વીટ કરીને સુષ્માને જાણ કરી હતી. તેમના સ્ટાફે આ યુગલને પાસપોર્ટ ઈસ્યુ કરવા પાસપોર્ટ અધિકારીને જણાવ્યું હતું. જે અધિકારીએ પાસપોર્ટ નહોતો આપ્યો તેની અન્ય કોઈ પેન્ડીંગ ફરીયાદના કારણે બદલી કરાઈ હતી. લોકો એમ સમજ્યા કે પેલા યુગલની ફરીયાદના કારણે બદલી કરાઈ છે. ટ્વીટર પર બધા સુષ્મા પર તૂટી પડયા હતા. આવું તો ભાજપના કોઈ નેતા સાથે નથી થયું. ટ્વીટર પર ટ્રોલ કરનાર આર્મી રોજ વિપક્ષના નેતાઓ પર પ્રહાર કરતું હતું તે અચાનક સુષ્મા સામે પડયું હતું. આવી રીતે ટ્રોલ કરનારા કોણ છે અને કોણ તેમને ભંડોળ આપે છે તે જાણી શકાતું નથી.

આઘાત અને મૌન

સુષ્મા સ્વરાજ ટ્વીટર પરના વિરોધીઓના ટાર્ગેટ પર હતા. કેટલીક ટ્વીટ તેમણે લાઇક કરી હતી. કેટલીક તેમણે રી-ટ્વીટ પણ કરી હતી. તેમણે એક તબક્કે પૂછ્યું કે મને ટ્રોલ કરાય છે તેને કેટલા ટકા લોકો સપોર્ટ કરે છે. તેમના આશ્ચર્ય વચ્ચે તેમને ટ્રોલ કરવાની ઘટનાને ૪૩ ટકાએ ટેકો આપ્યો હતો અને ૫૭ ટકા લોકોએ તેમને ટેકો આપ્યો હતો. આ સ્ટોરીનો મૂળ મુદ્દો એ છે કે સુષ્માને ટ્વીટર પર ટ્રોલ કરાયા ત્યારે પક્ષના કોઈ નેતાએ ટ્રોલના વિરોધમાં કોઈ નિવેદન કર્યું નહોતું. તેમનો કોઈ સાથી પ્રધાન પણ ટેકામાં આગળ નહોતો આવ્યો. જોકે ઘણા દિવસો બાદ ગૃહપ્રધાન રાજનાથસિંહ બોલ્યા હતા કે સુષ્માને ટ્રોલ કરવા અયોગ્ય છે. તેમજ સુષ્માએ પણ આવી વાતોને બહુ ગંભીરતાથી ના લેવી જોઈએ. જોકે હકીકત એ છે કે ટ્રોલ કરનારા નવા પ્રચારકો છે. તે ભાજપના એક કે બે નેતાઓની સેવા કરે છે. આ લોકો ભાજપના સીનિયર નેતાઓની સાથે રહે છે. કોઈ તેમનો વિરોધ નથી કરતું. રાજનાથસિંહ કહે છે એમ શું ખરેખર ટ્રોલને ગંભીરતાથી ના લેવા જોઈએ ? શું આવો જ અભિગમ નૈતિક પોલીસ બનીને ફરનારા માટે કે લવ-જેહાદી કે ગૌરક્ષા કરનારા કે લોકોને રહેંસી નાખનાર ટોળા માટે પણ વપરાતો હશે ?

આપણા સમાજમાં જાનથી મારવાની ધમકી, બળાત્કારની ધમકી, વગેરે સામે પગલાં લેવાની જરૃર છે. કમનસીબી એ છે કે આવી સ્થિતિમાં કોઈ પગલાં નથી લેવાતા તે તો ઠીક પણ કોઈ કડક શબ્દો પણ નથી કહેવાતા. જે લોકો બંધારણીય સત્તા પર બેઠા છે તેમણે આ સ્થિતિને ગંભીર ગણવી જોઈએ.

બે પ્રકારના ટોળાં : એક જમીન પરના બીજા ડીજિટલ !! ટ્વીટ પર અપશબ્દો વાપરવાનું પ્રમાણ વધ્યું

Post Comments