Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

GST નું લોબિંગ: વર્લ્ડ બેન્કના ડુઈંગ બિઝનેસમાં સ્થાન વધારવાના પ્રયાસ

વર્લ્ડ બેન્કના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં પોતાનું સ્થાન આગળ વધારવા ભારત સરકાર ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)ને  આગળ કરી રહી છે. વર્લ્ડ બેન્કના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ૨૦૧૯ માટે ભારત દ્વારા આ લોબિંગ થઈ રહ્યાનું જાણવા મળી રહ્યું છે.  

૨૦૧૯માં લોકસભાની ચૂંટણી નિર્ધારી છે ત્યારે તેને ધ્યાનમાં રાખી સરકાર પોતાની આર્થિક પ્રગતિને એનકેશ કરવાના પ્રયત્નોમાં હોવાનું ચર્ચાય રહ્યું છે. ગયા વર્ષના જુલાઈથી દેશમાં જીએસટી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઈન્ડેકસમાં ભારત આજે વિશ્વમાં ૧૦૦મું સ્થાન ધરાવે છે.

રેન્કમાં સુધારો થાય તો તેનો અર્થ એ થઈ શકે કે દેશમાં વેપાર કરવાનું સરળ બન્યું છે, જ્યારે નબળા રેન્કનો અર્થ દેશમાં નીતિઓ અને તેના અમલીકરણ વચ્ચે વ્યાપક તફાવત રહેતો હોવાનું થાય છે.

સામાન્ય રીતે વર્લ્ડ બેન્કનો રિપોર્ટ દર વર્ષના ઓકટોબરમાં જારી થતો હોય છે પરંતુ તે માટેનો સર્વે એપ્રિલથી શરૃ થઈ જતો હોય છે.

જીએસટી એ ભારતમાં આડકતરા વેરા પદ્ધતિમાં એક મહત્વનો સુધારો ગણવામાં આવે છે. જીએસટીના અમલ સાથે દેશમાં ૧૭ જેટલા સ્થાનિક તથા કેન્દ્રીય વેરાઓ નાબુદ કરવામાં આવ્યા છે.

જીએસટીના અમલીકરણમાં અનેક પ્રારંભિક સમશ્યાઓ આવી રહી છે જેને જીએસટી કાઉન્સિલ દૂર કરવાના પ્રયાસ કરે છે.

વર્લ્ડ બેન્ક ૨૦૧૩થી આ રિપોર્ટ બહાર પાડી રહી છે અને ૧૯૦ દેશોને તે વેપાર કરવાની સરળતા અંગે રેન્કિંગ પૂરા પાડે છે. વિવિધ માપદંડોને આધારે આ રેન્ક આપવામાં આવે છે. વેપાર શરૃ કરવા, વીજળી મેળવવા, બાંધકામ મંજુરીઓમાં લાગતા સમય, વેરાની ચૂકવણી, ધિરાણ વ્યવસ્થા જેવા માપદંડોને ધ્યાનમાં લેવામાં આવે છે.

સર્વેમાં માહિતી પૂરી પાડવા માટે ડીપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીઅલ પોલિસી એન્ડ પ્રમોશન જવાબદાર રહે છે. આ સરકારી વિભાગે વર્લ્ડ બેન્કને ભારતના જીએસટીના અમલીકરણ વિશે માહિતી પૂરી પાડી હોવાનું વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

Keywords ,lobbying,of,GST,

Post Comments