Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશમાંથી રૂની નિકાસ વધવાની આશાઃ ચીનની ખરીદી નિકળશે

અમેરિકા તથા ચીન વચ્ચે તાજેતરમાં શરૃ થયેલા ટ્રેડવોરના છાંટા વિશ્વના વિવિધ કૃષિ બજારો પર પડયા છે. આ ટ્રેડવોરના પગલે અમુક કૃષિ ચીજોના સંદર્ભમાં ભારતને એડવાન્ટેજ મળવાના એંધાણ પણ મળી રહ્યા છે. ખાસ કરીને ભારતથી થતી રૃની નિકાસ માટે આના પગલે પ્રોત્સાહક અસર પડવાની  ગણતરી જાણકારો બતાવી રહ્યા છે.

ચીન દ્વારા અમેરિકાથી રૃની આયાત કરવાના બદલે અન્ય દેશોમાંથી આવી આયાત કરાશે એવી ગણતરી વહેતી થઈ છે અને આનો સીધો લાભ ભારતને મળવાની આશા ઊભી થઈ છે. ભારતમાંથી રૃની કુલ નિકાસ ૨૦૧૬-૧૭ની રૃ મોસમમાં  આશરે ૫૮થી ૫૯ લાખ ગાંસડી જેટલી થઈ હતી તે નિકાસ ૨૦૧૭-૧૮ની રૃ મોસમમાં વધીને આશરે ૭૦ લાખ ગાંસડી જેટલી  થવાની શક્યતા જાણકારો બતાવી  રહ્યા છે.

એક અંદાજ મુજબ દેશમાં ઓકટોબર ૨૦૧૭થી શરૃ થયેલી રૃ મોસમમાં ૨૦૧૮ના જૂન અંત સુધીના ગાળામાં આશરે ૬૪ લાખ ગાંસડી રૃની નિકાસ થઈ ગઈ છે  અને ટ્રેડવોર વકરતાં ભારતથી આવી નિકાસ આગળ ઉપર ઓર વધે તો નવાઈ નહીં એવું જાણકારો  જણાવી રહ્યા છે.

જો આમ થશે તો દેશમાંથી આવી નિકાસ ૭૦ લાખ ગાંસડીથી પણ વધુ થાય તો  નવાઈ નહીં એવું મંતવ્ય અમુક વર્ગ હાલ બતાવી રહ્યો છે. કરન્સી બજારમાં  તાજેતરમાં રૃપિયા સામે ડોલરના ભાવ ઉછળી ઓલ ટાઈમ નવી ઉંચી ટોચે પહોંચ્યા છે અને તેના પગલે પણ ભારતથી રૃની નિકાસ કરતા નિકાસકારો માટે વધુ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું બજારના જાણકારોએ ઉમેર્યું હતું.

દરમિયાન, તાજેતરમાં કેન્દ્ર સરકારે નવી મોસમ માટે રૃના ટેકાના ભાવમાં વધારો નક્કી કર્યો છે. આવા ટેકાના ભાવ મિડિયમ સ્ટેપલ માટે કિવ.ના રૃ.૪૦૨૦ વાળા ૫૧૫૦ નક્કી કરવામાં આવ્યા છ.ે જ્યારે લોન્ગ સ્ટેપલ માટે આવા ટેકાના ભાવ  રૃ.૪૩૨૦ વાળા રૃ.૫૪૫૦  નક્કી કરવામાં આવ્યા છે.  આમ ટેકાના ભાવ વધતાં બજારભાવ મક્કમ બનશે તો નિકાસ પર તેની અસર પડશે એવી પણ એક ગણતરી અમુક વર્ગ બજારમાં હવે બતાવતો થયો છે. દેશમાં ૨૦૧૭-૧૮ની મોસમમાં રૃનો કુલ પાક  ૩૬૫ લાખ ગાંસડી અંદાજવામાં આવ્યો છે  અને ૨૦૧૮-૧૯ માટે ટેકાના ભાવ વધતાં વાવેતર વધશે તથા વરસાદ જો સારો પડશે તો ૨૦૧૮-૧૯ની રૃ મોસમમાં  ઘરઆંગણે પાક વધુ આવવાની શક્યતા હવે સર્જાઈ છે.

ઘરઆંગણે રૃનો માસિક સરેરાશ વપરાશ હાલ આશરે ૨૭ લાખ ગાંસડીનો નોંધાયો છે.  જૂન અંતે દેશમાં  રૃનો કુલ સિલ્લક સ્ટોક આશરે ૮૭થી ૮૮ લાખ ગાંસડી રહ્યો છે.  જે પૈકી કાપડ મિલો પાસે આવો સ્ટોક  આશરે ૩૫થી ૩૬ લાખ ગાંસડી જેટલો મનાયો છે.  વર્તમાન રૃ મોસમમાં  જૂન અંત સુધીમાં દેશના બજારમાં નવા રૃની કુલ આવકો આશરે ૩૪૮થી ૩૪૯ લાખ ગાંસડી જેટલી આવી ગયાનું અનુમાન  જાણકારોએ દર્શાવ્યું છે. આ પૈકી એકલા ગુજરાતમાં આવી આવકો  આ ગાળામાં  આશરે ૧૦૧થી ૧૦૨ લાખ ગાંસડી જેટલી બજારમાં આવી ગઈ છે.

૨૦૧૭-૧૮ની મોસમમાં આરંભમાં સ્ટોક ૩૬ લાખ ગાંસડીનો હતો અને આ મોસમના અંતભાગમાં  સપ્ટેમ્બર ૨૦૧૮ અંતે  આવો સ્ટોક આશરે ૨૨ લાખ ગાંસડીનો સિલ્લક રહેવાની  શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. દરમિયાન દેશના રૃ બજારની નજર હાલ વરસાદની પ્રગતિ પર રહી છે. ટેકાના ભાવ વધતાં વાવેતરનું આકર્ષણ વધશે પરંતુ આની સામે  વરસાદનો પણ સાથ મળવો જરૃરી છે.

 ગુજરાતમાં  વરસાદની ચાલ આ વર્ષે  ધીમી અને અનિયમિત  રહી છે.  ચોમાસાનો આરંભ  ધીમો રહ્યો છે.તથા આની અસર રાજ્યમાં  રૃના થતાં આરંભિક  વાવેતર પણ દેખાઈ છે.  કપાસની ખરીફ મોસમનું વાવેતર સામાન્યપણે જૂનના પ્રથમ સપ્તાહમાં શરૃ કરાય છે  તથા આવું વાવેતર જુલાઈના છેલ્લા સપ્તાહ સુધી  કરવામાં આવે છે.

Post Comments