Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વીજ ઉત્પાદન માટે માત્ર રીન્યુએબલ સ્ત્રોતો પર અવલંબન શક્ય અને વ્યવહારૃ નથી

કોલસો અને તેલ જેવા અશ્મિભૂત ઈંધણની કાર્બન ફૂટપ્રિન્ટ ઉત્પાદનની તુલનાએ નગણ્ય

વર્તમાન કેલેન્ડર વરસના પહેલા મહિનામાં   ૧૩મા નેશનલ ઈલેકટ્રિક પ્લાન (એનઈપી)નો મુસદો સાર્વજનિક થયો. વરસ ૨૦૧૬માં  જાહેર થયેલા મુસદ્દાથી આ કંઈ ખાસ જુદો નથી.  માત્ર લાગતાવળગતાઓના વાંધા-વચકા અને સૂચનોનો ઉમેરો  આ મુસદ્દામાં  કરવામાં આવ્યો છે. ૧૩માં એનઈપીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરતા સ્પષ્ટ પ્રતિતિ થાય છે કે ખપપૂરતી ઉર્જાના  ઉત્પાદનની બાબતમાં  મજબૂત અને સ્વાવલંબી  થયું છે. આ માટે જરૃરી મોટાભાગનું   આર્થિક રોકાણ પણ આ યોજનાઓમાં  થઈ રહ્યું છે. જેને પરિણામે આ દિશામાં ખાસ કંઈ કરવાની જરૃર  નથી. પરંતુ આ વરસે  જાહેર  થયેલી યોજના  ભારત ઉર્જાના સ્ત્રોતાનું  મિશ્રણ પર મહત્ત્વ  અપાયું છે.

૧૨મી યોજનામાં  ઉર્જાના ઉત્પાદનનું   જે લક્ષ્ય  રાખવામાં આવ્યું હતું એના કરતા વધુ 'એનર્જી'નું ઉત્પાદન ભારત કરી શક્યું છે. રીન્યુએબલ અને પરંપરાગત (થર્મલ, ન્યુક્લિયર, હાઈડ્રો) એમ તમામ સ્ત્રોતો  થકી ભારત વીજળીનું  ઉત્પાદન  વધારી શક્યું છે. વરસ ૨૦૧૨થી ૨૦૧૭ ભારત ૯૯ ગીગાવ્હોટ એનર્જી કન્વેન્શનલ એનર્જી કેપેસિટીમાં   ઇમેરો કરી શક્યું છે  જે લક્ષ્યના  ૧૧૨ ટકા વધુ છે. ક્ષમતામાં વધારો મહત્તમ કોલ ક્ષેત્રમાં થયો છે. એ પણ ખાનગી ક્ષેત્રમાં. પરંપરાગત સ્ત્રોતો થકી ગ્રીડમાં ઉમેરાયેલી વીજળીમાં ખાનગી ક્ષેત્રનો ફાળો મહત્તમ  ખાનગી ક્ષેત્રનો છે. 'ધ ઈલેક્ટ્રિસિટી  એક્ટ-૨૦૦૩' અમલમાં આવતા  થર્મલ પાવર  જનરેશન માટે લાઈસન્સની  જરૃર  ન રહી અને ખાનગી ક્ષેત્રને  ઉત્તેજન  મળ્યું.  રિન્યુએબલ એનર્જીની  ક્ષમતામાં  પણ ૩૩ ગીગાવોટનો  ઉમેરો થયો. આમાં વિન્ડ  એનર્જીનો  ફાળો  લગભગ અડધોઅડધ છે.

૨૦૨૧-૨૨ સુધીમાં રીન્યુએબલ  એનર્જીની ક્ષમતા વધારીને ૧૭૫ ગીગાવોટ કરવાનો છે. એમાંથી સૌર-ઉર્જાનો ફાળો ૧૦૦ ગીગાવોટ  હશે. હાલમાં એક કેન્દ્રિયપ્રધાને કહ્યું કે ૧૭૫ ગીગાવોટનું લક્ષ્ય સમય કરતા પહેલા આંબી લેવામાં આવશે અને ૨૨૫ જીડબલ્યુનું નવું લક્ષ્ય સરકાર મૂકશે. રીન્યુએબલ એનર્જી પર ભાર  મૂકવો ખોટું પગલું નથી.  આને કારણે આબોહવા પરિવર્તનને ખાળવામાં દેશનો ફાળો વધશે.  પરંતુ આ હાલપૂરતો યોગ્ય નિર્ણય નથી. સતત વિદ્યુત પુરવઠા માટે સૌર અને પવન ઉર્જા વિશ્વસનીય  સ્ત્રોત નથી. દેશના કૃષિ ક્ષેત્રની માફક એ અનેક પ્રકારના કુદરતી  પરિબળો અને આબોહવા  પર અવલંબે છે. જૂન મહિનામાં  પવનના ઓછા વેગ અને બીજા કુદરતી  પરિબળોને કારણે  બ્રિટન નવ દિવસ પવન ઉર્જાથી  વંચિત રહ્યું હતું. 

હાલમાં દેશનાં ઉર્જા-મંત્રાલય દ્વારા કરવામાં આવેલા અભ્યાસનો નિષ્કર્ષ સૂચવે છે કે વરસ ૨૦૩૦ દેશની કુલ ઉર્જાના ઉત્પાદનમાં રીન્યુએબલ સ્ત્રોતનો ફાળો  ૫૫ ટકા રાખવાની ગણતરી અતિ મહત્ત્વાકાંક્ષી અને બિન-વ્યવહારૃ છે. દેશમાં કોલોસ આધારિત  વિદ્યુત મથકો સ્થાપવાથી એક પણ દરખાસ્ત   મંત્રાલય સમક્ષ નથી એ હકીકત  પરત્વે ઉર્જા મંત્રાલયે સ્વયં ચિંતા વ્યકત કરી હતી.  વધુમાં, રીન્યુએબલ એનર્જી હાલની ગ્રીડને  સપોર્ટ કરે એ માટે ગ્રીડ વચ્ચે  સમન્વય જરૃરી છે અને એ યંત્રણાનો હાલમાં  અભાવ છે. વધુમાં આ ક્ષેત્રના અમુક નિષ્ણાતોનું માનવું છે  કે કાર્બન   ઉત્સર્જનની બાબતે પવનચક્કી ખાસ ફાયદાકારક પૂરવાર નથી થતી. ખાસ કરીને એ જેટલું વીજ ઉત્પાદન કરે છે એ ગણતરીએ. સરેરાશ પ્રત્યેક  પવનચક્કી  એના મેટલ સ્ટ્રકચરના  નિર્માણ માટે ૧૨૦ ટન કોલસાનો  વપરાશ કરે છે, એની  બ્લેડના  નિર્માણમાં ઓઈલમાંથી  મળી આવતા  પદાર્થોનો  ઉપયોગ થાય છે અને મોટાભાગની બ્લેડ  રિસાઈકલ નથી થતી.

દેશની સૌર ઉર્જા કંપનીઓ અવઢવમાં છે. આ ઉત્પાદનો બનાવતી કંપનીઓના સંગઠને  આયાતી સોલાર સેલ અને બીજા સાધનો પર ૯૫ ટકા સેફ ગાર્ડ  ડયુટી લાદવાની માગણી કરી  છે. તો બીજી તરફ સૌર ઉર્જાનું ઉત્પાદન કરતી કંપનીઓની દલીલ છે કે આ પ્રકારની ડયુટીથી  હાલમાં પગભર થઈ રહેલું આ ક્ષેત્રનું  વાતાવરણ ડહોળાઈ જશે.

જેની સીધી અસર રીન્યુએબલ સ્ત્રોત મારફત વીજ ઉત્પાદનના લક્ષ્ય પર અવળી અસર થશે. કોલ ક્ષેત્રને પારકું ગણી એને કોરાણે મૂકી દેવા છતાં વરસ ૨૦૨૧-૨૨માં દેશની કુલ વિદ્યુત ક્ષમતામાં જૂન મહિનાના અંતમાં  એક દિવસ કોલ કંપનીઓ પાસે કોલસાનો સ્ટોક 'ક્રીટિકલ' કહી શકાય એ તળિયે હતો.  કોલ ઈન્ડિયા લિમિટેડ દેશમાં કોલસાનું  ઉત્પાદન વધારવા સતત હવાતિયા મારે છે. પરંતુ, ઉત્પાદિત કોલસાનું પરિવહન  પણ એક મોટો પડકાર છે દેશમાં વીજળીના પર્યાપ્ત  ઉત્પાદન  માટે કોલસો હજી એક પ્રાથમિક જરૃરિયાત છે. આ ક્ષેત્ર ધ્યાન માંગે છે.  માત્ર કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણના બહાના હેઠળ આ ક્ષેત્રને  કોરાણે મૂકાવું ન જોઈએ. કોલસા આધારિત  પ્લાન્ટ  માત્ર દેશની જ જરૃરિયાતો પૂરી નથી કરતાં.  એના આર્થિક અન્ય સમીકરણ  પણ છે.  એક અંદાજ પ્રમાણે  બેન્કોની કુલ એનપીએમાંથી  ૨૦ ટકા ઉર્જા કંપનીઓની  છે. આની ત્રીજા  ભાગની  સ્ટ્રેસ  એસેટને  બચાવી  શકાય છે  જે આ કંપનીઓને નિયમિત દેશ કોલસાનો પુરવઠો મળતો રહે.

ભારત એક વિકાસશીલ દેશ છે અને દેશનો એક મોટો વર્ગ વીજળીથી વંચિત છે. જેમ જેમ અર્થતંત્ર વિકસતું  જશે એમ  એમ દેશથી વીજળીની  જરૃરિયાતો  વધતી જશે. આ જરૃરિયાતો પૂરી કરવા માગ રીન્યુએબલ  સ્ત્રોત પર અવલંબન શક્ય પણ નથી અને વ્યવહારુ પણ સ્વચ્છ અને રીન્યુએબલ એનર્જીનો વિચાર સારો છે  પરંતુ એ જો  મોંઘી અને અનિયમિત  મળે તો એનો અર્થ નહિ સરે. કોલસો અને તેલ જેવા અશ્મિભૂત બળતણની કાર્બન ફૂટપ્રિન્ટ  એ જેટલું વીજ ઉત્પાદન કરે છે એની તુલનાએ નગણ્ય છે. સસ્ટેઈનેબલ રીન્યુએબલ એનર્જી પર અવલંબન  રાખતી  વખતે એ ન ભૂલવું જોઈએ કે વિકાસ સાધવા અને આગળ  વધવા માટે સસ્તી અને વિશ્વસનીય ઊર્જા મહત્ત્વનું પરિબળ છે.

Post Comments