Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશ્વ બજારમાં આયર્ન ઓરના ભાવ ઉછળતાં નિકાસમાં ઝડપી વૃધ્ધિ

લોખંડ બજાર અને ઉદ્યોગ માટે નવા વર્ષનો આરંભ મિશ્ર હવામાન વચ્ચે થયો છે.  કાચા માલોના  ભાવો  વધી જતાં  તથા કોલસાના  ભાવો પણ તાજેતરમાં ઝડપી ઊંચા  ગયા હોવાથી  લોખંડના  વિવિધ  ઉત્પાદકોએ ગયા વર્ષના અંતભાગમાં  ભાવો વધાર્યા  પછી નવા વર્ષમાં પણ  નવી ભાવવૃદ્ધી તોળાઈ રહી છે. 

ત્યારે નવેમ્બરમાં  સરકાર દ્વારા  જાહેર કરવામાં  આવેલી નોટબંધીની અસર જેમ દેશના વિવિધ વેપાર તથા ઉદ્યોગો  પર પડી છે  તેમ લોખંડ બજાર પર પણ  આવી નોટબંધીની પ્રતિકૂળ અસર  પડી છે  અને નવા વર્ષનો આરંભ  થઈ જવા છતાં  બજારમાં હજી  આવી અસર  દેખાતી રહી હોવાનું   બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આ અસર હવે  કયારે દૂર થશે તે  જોવાનું  રહ્યું.

પરંતુ હાલ તો નોટબંધીના પગલે  બજારમાં  વેપાર  વ્યવહારને  ખાસ્સી  અશર થઈ હોવાનું  જાણકારોએ  જણાવ્યું હતું  દરમિયાન,   નોટબંધી ઉપરાંત  મહારાષ્ટ્રમાં  મુંબઈ નજીકત  તળોજા-કલમ્બોલી ખાતે આવેલા લોખંડના સ્ટીલ બજાર પર સવારે ઓચિંતો લોકલ બોડી ટેક્સ  એલબીટી લાગુ  કરી દેતાં  નવા વર્ષનો  આરંભ  વેપારીઓ માટે  આંચકાદાયક  નિવડયો છે.  તળોજા  અને કલમ્બોલીના બજાર વિસ્તારો  પનેવલનગર પાલિકા  હેઠળ  સામિલ થયા છે અને પનવેલ નગરપાલિકા  દ્વારા આવો એલબીટી લાગુ કરાતાં વેપારી  વર્ગમાં અજંપો  વ્યાપી ગયો છે.

દરમિયાન, વિશ્વ બજારમાંથી મળતા થયેલા સમાચારો  મુજબ આયર્ન ઓરના  ભાવો વિશ્વ બજારમાં તેજીના  પંથેે ચડયા છે. લોખંડ-સ્ટીલ બનાવવા માટે મુખ્ય કાચા માલ તરીકે  આયર્ન ઓરનો  ઉપયોગ થાય છે.

આવા મહત્ત્વના કાચા  માલોના ભાવો વધી  આવતાં ઉત્પાદન ખર્ચના સમીકરણો બદલાયા છે.  જોકે આયર્ન  ઓરના ભાવો વધી જતાં  ભારતમાં જે માઈનસમાંથી   આયર્ન ઓર  નિકળે છે  તે માઈનસના માલિકો માટે સારા દિવસો આવ્યા છે. આયર્ન  ઓરના ભાવો  વધવા ઉપરાંત  ઘરઆંગણે  સરકાર દ્વારા   સ્ટીલ ઉદ્યોગને પીઠબળ  આપવા વિવિધ પગલાઓ ભરાતા  થતા તેના કારણે પણ આયર્ન ઓરની  ખાણો માટે પ્રોત્સાહક વાતાવરણ  ઊભું થયું હોવાનું   સૂત્રોએ ઉમેર્યું હતું. દેશમાં  આયર્ન ઓરનું  ઉત્પાદન  પણ વધ્યું  છે.

ગયા વર્ષના  આંકડા મુજબ  એપ્રિલથી  ઓકટોબરના ૭ મહિનાના ગાળામા આવું ઉત્પાદન   આશરે ૨૧થી ૨૨ ટકા વધ્યું છે.   ભારતમાં જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ)ની કુલ  ગણતરીમાં  માઈનિંગ ક્ષેત્રનો હિસ્સો વધારવાના  પ્રયાસો  તાજેતરમાં કેન્દ્ર સરકારે શરૃ કર્યા છે અને આયર્ન ઓરનું ઉત્પાદન  ઘરઆંગણે  વધતાં સરકારના આ પ્રયત્નોને હવે વેગ મળે એેવી શક્યતા   સર્જાઈ છે. 

ઘરઆંગણે  માઈન્સમાં ઉત્પાદન  વધશે તો  દેશમાં  જીડીપીનો વૃદ્ધી દર વધશે એવું બજારના પંડિતોએ  જણાવ્યું હતું.. વિશ્વ બજારમાં  આયર્ન ઓરના ભાવો ઉંચકાતા તથા ઘરઆંગણે  ઉત્પાદન   પણ વધતાં  દેશમાંથી  આયર્ન ઓરની   નિકાસમાં  પણ તાજેતરમાં  ખાસ્સી વૃદ્ધી  થઈ છે.  તાજેતરમાં  એપ્રિલથી  સપ્ટેમ્બર ૨૦૧૬ના  ૬ મહિનાના  ગાળામાં આવી નિકાસ નવ ગણી વધી  આશરે નેવું લાખ  ટન થઈ છે.   જે ૨૦૧૫ના  આ ગાળામાં માંડ  ૧૦ લાખ ટન જેટલી થઈ હતી. ૨૦૧૬ના સપ્ટેમ્બર પછી પણ આવો નિકાસ વૃદ્ધી  જળવાઈ રહી હોવાનું   આ ક્ષેત્ર નિકાસકારોએ જણાવ્યું હતું.

ભારતમાં  આ પૂર્વે દરિયાપારથી સસ્તા ભાવોએ વ્યાપક પ્રમાણમાં  સ્ટીલ  લોખંડની આયાત આવતી હતી   પરંતુ ત્યારબાદ  કેન્દ્ર સરકારે  આવી આયાતને   કાબુમાં રાખવા  વિવિધ પગલાઓ  લેવાતાં દરિયાપારથી આવા સ્ટીલનું   દેશમાં  થયું ડમ્પીંગ  નોંધપાત્ર  ઘટી ગયું છે.  આના પગલે  ઘરઆંગણે  પ્રાઈમરી સ્ટીલ  ઉદ્યોગ ફરી  બેઠો થઈ રહ્યો છે.  અને તેના પગલે   આ ઉદ્યોગમાં    આયર્ન ઓરની   માગ પણ વધી છે. વિશ્વ બજારમાં   આયર્ન  ઓરના ભાવો  ઉછળતાં દેશમાંથી  તેની નિકાસ   પણ વધી છે આમ આયર્ન  ઓરના  ઉત્પાદકોનો ઉત્સાહ બેવડાયો  છે.

વિશ્વ બજારમાં આયર્ન  ઓરના  ભાવો તાજેતરમાં  ટૂંકાગાળામાં  ટનના ૪૦ ડોલરથી વધતા  રહી ૭૦ ડોલર  સુધી પહોંચ્યા છે.  ભારતમાંથી  નિકાસ થતા  હાઈગ્રેડના   આયર્ન ઓર પર સરકારે ૩૦ ટકા નિકાસ ડયુટી લાદી છે. છતાં નિકાસ વૃદ્ધી જળવાઈ રહી છે.   જોકે આ વિશે ઉદ્યોગના  પંડિતના જણાવ્યા મુજબ  હકીકતમાં   દેશમાંથી  થતી આયર્ન ઓરની  કુલ નિકાસમાં  આવા હાઈગ્રેડ  આયર્ન ઓરની નિકાસની ટકાવારી ખુબ ઓછી રહે છે   આથી નિકાસને   ડયુટીની   કોઈ વિશેષ અસર  થઈ નથી. 

ભારતમાં  ૧૫૦થી ૨૦૦  નવા મિનરલ  બ્લોકસનું  ઓક્શન  સરકાર હાથ ધરી રહી  છે. આના પગલે  ઘરઆંગણે  ઉત્પાદન  વૃદ્ધીને વેગ  મળશે એવી  આશા જન્મી છે.  દેશમાંથી ખાસ કરીને  ઓરિસ્સા, ઝારંખડ, છત્તીસગઢ વિ. વિસ્તારોમાં  આવેલી  ખાણોમાંથી  ઓરની નિકાસ વિશેષ થઈ રહી છે.

  ઘરઆંગણે રૃપિયો નબળો  પડતાં તથા  ડોલર ઉંચકાતાં  તેના કારણે   પણ નિકાસના સંજોગો  વધુ ઉજળા  બન્યા  છે. ૨૦૧૫-૧૬માં આયર્ન ઓરની કુલ નિકાસ ૫૪થી ૫૫ લાખ ટન  જેટલી થઈ હતી. ઘરઆંગણે  માગ સંતોષાયા પછી પણ નિકાસ સરપ્લસ   ખાસ્સો રહેતો હોવાથી  નિકાસવૃદ્ધી છતાં ઘરઆંગણે સ્ટીલ ઉત્પાદકો ચિંતીત જણાયા નથી.

Post Comments