Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વેચાણવેરો - નરેન્દ્ર મશરુવાળા

વેરાશાખ અંગે અગત્યના ચૂકાદા પર નજર

ગુજરાત રાજ્યમાં પ્રવર્તમાન, મૂલ્યવર્ધિત વેરા કાયદા તળે, ખરીદી ઉપર લાગેલ વેરાની વેરાશાખ, (૧) પુર્ન વેચાણ કરનાર તથા (૨) ઉત્પાદકોને ઈનપુટ ટેક્સ ક્રેડીટ તરીકે મજરે મળે છે.

આ અંગે વેટ કાયદાની કલમ ૧૧માં જરૃરી જોગવાઈઓ કરવામાં આવી છે. આ જોગવાઈઓના અર્થઘટન કરવામાં, ઘણા વિવાદ થાય છ. તેવા કેટલા વિવાદ અંગે ટ્રીબ્યુનલના તથા હાઈકોર્ટના થોડાંક જાણવા જેવા ચૂકાદાઓનો નિચોડ અત્રે આપેલો છે.

(૧) વેરાશાખ પછીના વર્ષ માટે આગળ ખેંચવા બાબત :
કેટલીક વાર એવું બને છે કે વેપારીએ રીટર્નમાં, પછીના વર્ષ માટે જે રકમ આગળ ખેંચી હોય તે પ્રમાણે આકારણીથ થતા વેરાશાખની રકમ આગળ ખેંચવા જતા વેપારીને વેરો ભરવાનો આવે, જેથી ઉપર વ્યાજ તથા દંડ લાગે.

પરંતુ, આ માટે એક સુંદર ચૂકાદો છે, જે અનુસરવાથી વ્યાજ તથા દંડ ન લાગે અથવા ખૂબ ઘટી જાય.

લાભદાયક ચૂકાદા
(અ) ગુજરાત ટ્રીબ્યુનલે મોહન લેન્ડમાર્ક પ્રા. લી.ના કેસમાં એવો એક સુંદર ચૂકાદો આપ્યો છે કે આખા વર્ષની મળવાપાત્ર વેરાશાખ સૌપ્રથમ આકારણી વર્ષની વેરાની જવાબદારી સામે સરભર કરવી જોઈએ અને સરભર કર્યા પછી, જો તે વધે તો તેટલી વધ પછીના વર્ષ માટે આગળ ખેંચવી જોઈએ. આમ કરવાથી વેપારીને ઘણો ફાયદો થાય.

(બ) બીજો એક ચૂકાદો ટ્રીબ્યુનલે કોસમોસ ઈન્ટરનેશનલના કેસમાં (2012/II/951) આપેલ છે.
(ક) ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે પણ સ્ટેટ ઓફ ગુજરાત વિ. શીવ ઈન્ડસ્ટ્રીઝ(86 VST 88)ના કેસમાં પણ ઉપર મુજબના સારાંશવાળો ચૂકાદો, વેપારીની તરફેણમાં આપ્યો છે.

(૨) આડ-પેદાશ કરમૂક્ત હોય તો પણ વેરાશાખ પૂરી મળે :
કેટલીકવાર એવું બને છે કે કરપાત્ર માલનું ઉત્પાદન કરતી વખતે, કરમુક્ત માલ આડપેદાશ તરીકે ઉત્પન્ન થાય છે. સામાન્યતઃ આકારણી કરનાર અધિકારી, કરમુક્ત માલના પ્રમાણ જેટલી વેરાશાખ કાપી નાંખે છે, જે તદ્દન ખોટુ અને ગેરકાયદેસર છે.
આડ-પેદાશ કરમુક્ત હોય તે અંગે વેરાશાખમાં કપાત કરી શકાય નહિ તે અંગેના ચૂકાદા જોઈએ.

લાભદાયક ચૂકાદો
(અ) મધ્યપ્રદેશ હાઈકોર્ટે રૃચિ સોયા ઈન્ડસ્ટ્રીઝ લી. વિરૃદ્ધ સ્ટેટ ઓફ મધ્યપ્રદેશ એન્ડ અધર્સ (70 VST 40)ના કેસમાં માન. સુપ્રીમ કોર્ટના કમિશ્નર ઓફ સેલ્સ ટેક્સ વિરૃદ્ધ ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લી. (85 STC 220)ના ચૂકાદાને અનુસરીને એવો સુંદર ચૂકાદો આપ્યો છે કે કરપાત્ર માલનું ઉત્પાદન કરતી વેળા આડપેદાશ તરીકે કરમુક્ત માલ ઉત્પન્ન થાય તો પણ, ઉત્પાદકને પૂરેપૂરી વેરાશાખ આપવી પડે.

(બ) સુપ્રીમ કોર્ટ પણ કમિશ્નર ઓફ સેલ્સ ટેક્સ વિરૃદ્ધ ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લી.ના કેસમાં તેમના ચૂકાદાના પેરા ૧૭માં સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે કરપાત્ર માલના ઉત્પાદન કરતા કોઈ કરમુક્ત માલ ઉત્પન્ન થાય તો તે ધ્યાનમાં લેવા જેવી બાબત નથી  (immaterial બાબત છે) અને ખરીદી ઉપર લાગેલ વેરાની પૂરી વેરાશાખ આપવી જોઈએ.

(૩) ખરીદ સમયે માલ કરપાત્ર પરંતુ વેચાણ વખતે કરમુક્ત
કોઈક વખત એવું પણ બને છે કે જે સમયે માલ ખરીદ કરેલ હોય તે સમયે તે માલ કરપાત્ર હોય અને જ્યારે તે માલ વેચાય તે સમયે, કાયદામાં આવેલ સુધારા મુજબ, કરમુક્ત હોય, તો પ્રશ્ન એવો ઉદ્ભવે છે કે ખરીદી ઉપર લાગેલ વેરાનો સેટ ઓફ મળે કે નહિ ?

આ બાબતે કાયદામાંની જોગવાઈ સ્પષ્ટ છે પરંતુ ખાતાના અધિકારીઓ આવા કિસ્સામાં ખરીદ ઉપર લાગેલ વેરાની વેરાશાખ આપતા નથી, જે એક ખેદજનક બાબત છે.

આ બાબત અંગે સુપ્રીમ કોર્ટનો સોનાલેક પેઈન્ટસ એન્ડ કોટીંગ્સ લી. વિરૃદ્ધ કમિશ્નર ઓફ સેન્ટ્રલ એક્સાઈઝ (૨૦૧૫/૩૧૯) ઈએલટી ૨૨૯ (એસ.સી.) ના કેસમાં એક સરસ ચૂકાદો આવ્યો છે, જે ખૂબ મનનીય છે.
 
સદર ચૂકાદાનો સારાંશ એવો છે કે ખરીદી ઉપર ટેક્સ લાગ્યો હોય, અને પછીથી કાયદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો હોય જેથી વેચાણ સમયે, વેચાણ ઉપર વેરો લાગે નહિ તો, ખરીદ ઉપર લાગેલ વેરાની વેરાશાખ પૂરેપૂરી મળે અને તેવી વેરાશાખ નકારવા માટે ગુજરાત મૂલ્યવર્ધિત વેરા કાયદાની કલમ (૧૧)માં કોઈ એવી જોગવાઈ નથી જેથી ખરીદ ઉપર લાગેલ વેરાની વેરાશાખ મજરે મળે નહિ.

(૪) અન્ય મુદ્દો
વેરાશાખ અંગે એક અગત્યનો મુદ્દો છે જ. દા.ત. કોઈ ચીજ ઉપર વેચનાર વેપારીએ કાયદા મુજબ લાગતા વેરા કરતા વધુ વેરો ઉઘરાવ્યો હોય તો પણ તેવા કિસ્સામાં વધુ ઉઘરાયેલ વેરા મુજબની વેરા શાખ મળે.

આ મુદ્દો તથા અન્ય મુદ્દાઓની ચર્ચા હવે પછી.

Post Comments