Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધીમી સરકારી ખરીદીના પગલે કૃષિ ઉપજ સારી હોવા છતાં ખેડૂતો નારાજ

દેશમાં ઔદ્યોગિકરણ વધ્યું છે છતાં હજી પણ ભારત કૃષી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. આવા કૃષીપ્રધાન દેશમાં પણ ખેડૂતોની સ્થિતિ નબળી રહી છે. ખેડૂતો પર કાયમ દેવાનો  બોજો રહ્યા કરે છે અને વિવિધ  રાજ્યોની  સરકારો  તથા ઘણી વખત કેન્દ્રની સરકારો દ્વારા ખેડૂતોના દેવાની  માફી માટે અવારનવાર  જાહેરાતો કરવામાં આવે છે  અને આવી  છાશવારે  કરાતી જાહેરાતો પછી પણ થોડા સમય બાદ ખેડૂતો પર ફરી નવા દેવાઓનો બોજો ઊભો થઈ જાય છે.  હકીકતમાં  કૃષી નિષ્ણાતોના જણાવ્યા મુજબ ખેડૂતોના દેવાઓ છાશવારે માફ કરવામાં આવતાં તેની પ્રતિકૂળ અસર દેશના બેકિંગ ક્ષેત્ર પર પડે છે અને બેકિંગ ક્ષેત્રના જાણકારોએ આવા નિર્ણયો નહીં કરવાનું સૂચન સરકારને તાજેતરમાં કર્યાના નિર્દેશો મળ્યા છે.

જોકે દેશમાં હવે ખેડૂતોના દેવાઓ તથા આવા દેવાઓને માફ કરવાના છાશવારે લેવાતા નિર્ણયો રાજકીય  રંગે રંગાઈ ગયા છે. આવા  નિર્ણયો રાજકીય  હેતુસર લેવામાં  આવે છે  અને તેના પગલે અર્થતંત્રને ફટકો પડે છે. હકીકતમાં ખેડૂતોના દેવાઓ માફ કરવાના બદલે સરકારે  એવી પરિસ્થિતિનું  નિર્માણ કરવું જોઈએ જેથી ખેડૂતો  પોતે પગભર થઈ શકે અને તેમની આર્થિક સ્થિતિ  મજબૂત થશે તો તેમના દેવાઓ ખેડૂતો પોતે જ ચૂકવી શકવા સક્ષમ બનશે અને તેમના દેવાઓ માફ કરવા માટે રાજકીય ચડસાચડસી પણ થશે નહીં એવુ કૃષી તજજ્ઞાોએ જણાવ્યું હતું.

હકીકતમાં  ખેડૂતોના દેવાઓ માફ કરવાની બાબતમાં એવું બને છે કે  એક રાજ્યની  સરકાર આવા દેવાઓ માફ કરે છે કે તુરંત અન્ય રાજ્યોના ખેડૂતો દ્વારા તથા રાજકીય  પક્ષો  દ્વારા આવી માગણીઓ શરૃ થઈ જાય છે. આવી પરિસ્થિતિ  અર્થતંત્ર માટે વ્યાજબી નથી એવું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

દરમિયાન, દેશમાં હવે ટૂંકમાં વરસાદની  મોસમ શરૃ થવાની છે  ત્યારે પાછલા અમુક વર્ષોનો રેકોર્ડ  જોતાં  ૨૦૧૪ તથા ૨૦૧૫ના વર્ષોમાં  દેશમાં ચોમાસું નબળું નિવડયા પછી ૨૦૧૬ના વર્ષમાં વરસાદ એકંદરે સારો પડયો હતો.

ભારતમાં કૃષી ક્ષેત્રની તથા ખેડૂતોની બાબતમાં એક વિચિત્ર સ્થિતિ પણ તાજેતરમાં  જોવા મળી છે. જે વર્ષમાં દેશમાં  વરસાદ ઓછો થાય છે એ વર્ષમાં  ખેડૂતોની સ્થિતિ કફોડી થાય છે એ વાત સ્વાભાવિક છે પરંતુ તાજેતરમાં એવી સ્થિતિ જોવા મળી છે કે દેશમાં વરસાદ સારો થવા છતાં ખેડૂતોમાં નારાજગી દેખાઈ છે! આવા બનાવોની વિગતો તપાસીએ તો એવું જાણવા મળે છે કે સારા ચોમાસાની સ્થિતિમાં  જયારે  વિવિધ કૃષી પાકો સારા પાકે છે ત્યારે આવા નવા પાકો બજારમાં આવતાં બજારમાં  આ ચીજોના ભાવો ગબડે છે અને ખેડૂતોને વ્યાજબી ભાવો મળતા નથી.

હકીકતમાં સરકારે ખેડૂતોના હિતોની આવી સ્થિતિમાં  રક્ષણ કરવા  ટેકાના ભાવોએ ખરીદી કરવાની યોજના બનાવી છે પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આવી યોજનાઓ કાગળ ઉપર રહી જાય છે  અને હકીકતમાં ટેકાના ભાવોએ થતી આવી ખરીદી અપેક્ષાથી ઊણી ઉતરે છે.

આમ થતાં ખેડૂતોનો રોષ વધે છે  અને વધુ પાક લેવાનો રસ પણ ખેડૂતોમાં ઘટે છે આવા માહોલમાં સરકારે હકીકતમાં ટેકાના ભાવોએ યોગ્ય પ્રમાણમાં તથા સમયસર  કૃષી ચીજોની  ખરીદી કરવી જરૃરી  છે આમ  નહીં  કરાય તો આગળ ઉપર નવું વાવેતર  વધવાના બદલે ઘટી જશે અને દેશમાં  દરિયાપારથી માલોની આયાત કરવના માટે આધાર વધશે એવી પણ ભીતિ બતાવાઈ રહી છે. સરકાર દ્વારા ટેકાના ભાવોેએ ખરીદીમાં  મુખ્યત્વે ઘઉં તથા ચોખા પર વિશેષ લક્ષ આપવામાં આવે છે જ્યારે  અન્ય ચીજો પર  સરખામણીએ ઓછું લક્ષ આપવામાં આવે છે એવું વિવિધ બજારોના જાણકારોને જણાવ્યું  હતું.

તાજતેરમાં દેશમાં તુવેર સહિત વિવિધ કઠોળોનો પાક સારો થયો અને ભાવો નીચા ઉતરવા માંડયા ત્યારે સરકારી ખરીદી  અપેક્ષાથી  ધીમી રહેતાં  ખેડૂતોમાં  નારાજગી દેખાઈ છે અને ઘણા કિસ્સામાં તો ઓછા ભાવોએ બજારમાં માલો વેંચી દેવાની ફરજ ખેડૂતોને પડી હોવાના નિર્દેશો મળ્યા છે. સરકાર દ્વારા ખરીદી છતાં બજારભાવો ઘટતા રહે છે એ વાત એ બાબત તરફ નિર્દેશ  કરે છે કે સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં આવી ખરીદી  થતી નથી. કઠોળ ઉપરાંત તાજેતરમાં  મરચાની બાબતમાં  પણ આવી  પરિસ્થિતિ નજર સામે આવી છે.  

મરચામાં દક્ષિણના રાજ્યોમાં  તાજેતરમાં  પુરવઠોે વધતાં ભાવો ઝડપી  નીચા ઉતર્યા  હતા. જોકે હવે ત્યાં મોડે મોડે  રાજ્ય સરકાર  જાગી છે. અને મરચા ખરીદવા માર્ગરેખાઓ ઘડવામાં આવી છે. મરચામાં  આવી ખરીદી ૨૦ એપ્રિલથી શરૃ થઈ ૩૦મી જૂન સુધી ચાલુ રહેશે એવી  જાહેરાત  સરકારે કરી છે.  વાતો મોટી મોટી  થઈ રહી છે  પરંતુ હકીકતમાં તેનો અમલ કેવો થાય છે તે  હવે જોવાનું રહે છે  તથા ખેડૂતોમાં  અજંપો વધી રહ્યો છે.

Post Comments