Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૃ પારેખ

વિવિધ ઊદ્યોગોમાં વપરાતી પેટ્રોલિયમ જેલી

પેટ્રોલિયમ  : (ક્રુડ ઓઈલ) સૌથી વધારે પેરાપીનિક, સાઇકલો પેરાફીનિક (નેપ્થેનિક) અને એરોમેટિક હાઇડ્રોકાર્બનનું કોમ્પલેક્સ મિશ્રણ છે. તેમાં થોડા પરસન્ટેડ સલફર, નાઇટ્રોજન અને ઓકિસજન કમ્પાઉન્ડ હોય છે. જે ૧૦ થી ૨૦ મિલિયન વર્ષો પહેલેથી સમુદ્રમાં સેન્દ્રીય અને જૈવિક પદાર્થો તેમજ વનસ્પતિ અને પ્રાણીજનયના અવશેષો કાપ દ્વારા ઘસડાઇને સમુદ્રના તળીએ જઈ બેઠેલા પદાર્થો હોવા જોઈએ. જે વર્ષોથી તેમા થતી પ્રક્રિયાને કારણે તેનું રૃપાન્તર ક્રુડ તેલ તરીકેનું હોઇ શકે છે. તેવું તજજ્ઞાોનું માનવું છે.

સૌથી મુખ્ય પેટ્રોલિયમનો અંશ હાઇડ્રોકાર્બન ગેસ (બુટાને, ઇથાને, પ્રોપાને) છે. જેમાં નેપ્થા આ ત્રણથી વધારેમાનું પ્રવાહી મળે છે. ત્યાર બાદ ગેસોલિન, કેરોસીન, ફયુઅલ ઓઇલ, ગેસ, લુબ્રીકેટિંગ ઓઇલ, પેરાફીન વેકસ અને અસ્ફાલ્ટ જેવા દ્રાવણોનો સમાવેશ થાય છે. હાઇડ્રો કાર્બન ગેસમાંથી થાઇલીન, બુટાઇલીન અને પ્રોપાઇલીન જેવા દ્રાવણો મળી આવે છે. જે ખાસ ઇન્ટરમિડીયેટ ઇન્ડસ્ટ્રીઝ માટે ઉપયોગી બને છે. બીજા દ્રાવણોમાં આલ્કોહોલ, મોનોમર, પ્લાસ્ટીક, ઇલાસ્ટોમર, બેન્ઝીન, ટોલ્યુન, ફીનોલ, ઝાઇલીન જેવા સોલવન્ટ પણ આ પેટ્રોલિયમમાંથી મેળવવામાં આવે છે.

પેટ્રોલિયમ પ્રવાહી  : (વાઇટ મિનરલ ઓઇલ) જે હાઇડ્રોકાર્બન મિકસર હોય છે, વાસ વગરનું, સ્પે. ગ્રે. ૦.૮૨૮- ૮૮૦ (૨૦ બ) (લાઇટ), ૦.૮૬૦-૯૦૫ (૨૫ં બ) (હેવી). જે ક્લોરોફોર્મ, ઇથર, કાર્બન ડાઇસલફાઇડ, બેન્ઝીન અને ઓઇલમાં ઓગળે છે. તે નોન-ટોકસીસ છે. આ પ્રકારના ઓઇલને ઉંચા તાપમાને જેવા કે ૩૩૦-૩૯૦ં બ સે. ગ્રેડે શુદ્ધિકરણ કરવામાં આવે છે. જે શુદ્ધ બને છે. તેને વાઇટ મિનરલ ઓઇલ કહેવાય છે. પેટ્રોલિયમ પ્રોડકટસમાંથી નીકળતા ઘટકોમાં પેરાફીન વેક્સ, પેટ્રોલિયમ વેક્સ જેવા પદાર્થો હોય છે. તેના ગુણધર્મો વિશે લખીશું.

પેરાફીન વેકસ  : આ વેક્સ સોલીડ હાઇડ્રોકાર્બન હોય છે. તેનો મેલ્ટીંગ પોઇન્ટ ૪૭ થી ૬૫ સે. ગ્રેડ તાપમાને ઓગળે છે. તેની સ્પે. ગ્રે. ૦.૮૮૦ થી ૦.૯૧૫ જેટલી હોય છે. તે નોન-ટોકસીક છે જે બેન્ઝીન, કલોરોફોર્મ, કાર્બન ડાઇસલફાઇડમાં ઓગળે છે.

પેટ્રોલિયમ વેક્સ  : માઇક્રો ક્રિસ્ટ લાઇન વેક્સ જે હાઇડ્રોકાર્બન પદાર્થ છે સાથે તેને મિનરલ વેકસ પણ કહેવાય છે. આ વેક્સ નરમ હોય છે. જેથી પ્રોડકટસમાં સ્મૂથ અને ફિલ્મ સ્ટ્રકચર આપે છે. માઇક્રોક્રિસ્ટ લાઇન વેક્સ નોન-ટોકસીક છે.

પેટ્રોલિયમ જેલી  : (મિનરલ જેલી) પેટ્રોલિયમ જેલી - જે હેવી પેટ્રોલિયમ લુબ્રીકેટીંગ ઓઇલ સાથે ઓછા મેલ્ટીંગ પોઇન્ટ પેરાફીન વેકસને બાથટબમાં ૭૦ સેં. ગ્રેડ તાપમાને ગરમ કરવાથી પેટ્રોલિયમ જેલી બને છે. જે સફેદ અને પાલે યેલો કલરમાં હોય છે.

પ્રોપર્ટી  : સોલ્યુબલ ઇન ક્લોરોફોર્મ, ઇથર, કાર્બન ડાયસલફાઇડ, બેન્ઝીન અને ઓઇલ પાણીમાં ઓગળતી નથી.

ઉપયોગ  : કોસ્મેટિક, ઓઇન્ટમેન્ટ, મેટલ પોલીસ, રસ્ટ પ્રિવેન્ટર, લુબ્રીકેટીંગ ગ્રીસ, ઇનસેકટ રિપેલન્ટ જેવા ઉદ્યોગોમાં વપરાય છે.

પેટ્રોલિયમ જેલી ફોર્મ્યુલેશન - ૧  : પેરાફીન વેક્સ - ૨૧૦ ગ્રામ, માઇક્રો ક્રિસ્ટલાઇન વેકસ - ૬૦ ગ્રામ, લાઇટ લીકવીડ પેરાફીન ઓઇલ ૭૩૦ એમ.એલ. પ્રોપાઇલ પેરાબીન - ૦-૦૧ ગ્રામ વડે પેટ્રોલિયમ જેલી બનાવી શકાય છે.

પેટ્રોલિયમ જેલી ફોર્મ્યુલેશન - ૨ - પેરાફીન વેકસ- ૨૦૦ ગ્રામ, માઇક્રો ક્રિસ્ટલાઇન વેકસ -૭૦ ગ્રામ, હેવી લીકવીડ પેરાફીન ઓઇલ- ૫૩૦ ગ્રામ, ઓલીવ ઓઇલ - ૧૮૦ ગ્રામ, ટોકોફીરાઇલ એસિટેટ - ૨૦ ગ્રામ, પ્રોપાઇલ પેરાબીન- ૦.૦૧ ગ્રામ વડે પેટ્રોલિયમ જેલી બનાવી શકાય છે.

પેટ્રોલિયમ જેલી ફોર્મ્યુલા ૩  : પેટ્રોલિયમ જેલી - ૫૦૦ ગ્રામ, સિટો સ્ટારાઇલ આલકોહોલ - ૧૨૫ ગ્રામ, એસ.એલ.એસ. પાવડર ૨૦ ગ્રામ, ડી.એમ. વોટર ૩૫૦ એમ.એલ. પ્રોપાઇલ પેરાબીન ૦-૦૧ ગ્રામ, આ પ્રોડકટસને બાથટબમાં ૭૦ સે. ગ્રેડ તાપમાને ગરમ કરીને બનાવી શકાય છે.

લાઇસન્સ  : ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એકટ એન્ડ કલીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ ઇઝ એ મસ્ટ.

નોંધ  :- ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાઇબ્ડ બાય ઇન્ડીયન નેશનલ ફુડ એન્ડ ડ્રગ ઓરગેનાઇઝેશનના રૃલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.

Post Comments