Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહિલાને આપઘાત માટે મજબુર કરનારા ત્રણ સહ કર્મચારીઓને પાંચ વર્ષની કેદ

- ગાંધીધામના કાસેઝમાં વર્ષ ૨૦૦૭માં બકારોશ કંપનીમાં મહિલાએ એસિડ પી લીધું હતું

- મૃતક મહિલાએ લખેલી બે સ્યુસાઈડ નોટ તથા હસ્તાક્ષર નિષ્ણાતના અભિપ્રાય આરોપીઓને સજા અપાવવા મહત્વપૂર્ણ પુરાવા બન્યા

ગાંધીધામ, તા. 13 માર્ચ 2018, મંગળવાર

ગાંધીધામ સ્થિત કાસેઝની એક કંપનીમાં પરિણીતાને મરવા મજબૂર કરવાના એક કેસમાં અહીની કોર્ટે ત્રણ આરોપીઓને કસુરવાર ઠેરવી પાંચ-પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી. ચારમાંથી એક મહિલા આરોપીને નિર્દોષ જાહેર કરાઈ હતી. આરોપીઓ મહિલાને બદનામ કરવાની ધમકી આપી ત્રાસ આપતા હોવાથી તેને એસીડ પી લઈ આપઘાત કરી લીધો હતો.

આ અંગે સરકારી વકીલ ડી.બી.જોગીએ જણાવ્યું હતું કે, ગત તા.૧૨/૧/૨૦૦૭ના ગાંધીધામ પોલીસ મથકે આ ગુન્હો નોંધાયો હતો. ઝોનમાં આવેલી બકારોશ નામની કંપનીમાં વનિતાબેન રાયશી મહેશ્વરીએ સહકર્મચારીઓના ત્રાસના કારણે કંપનીમાં એસીડ પીને આત્મ હત્યાનો પ્રયાસ  કર્યો હતો. ત્યારબાદ વનિતાબેનનું સારવાર દરમીયાન મોત થયું હતું. ત્યારબાદ મૃતકના પતિનું (ફરિયાદી)નું વિશેષ નિવેદન લેવામાં આવ્યું હતું. 

જેમાં આરોપી તરીકે પોતાની પત્ની સાથે કંપનીમાં નોકરી કરતા નવિન ઉર્ફે નારણ કરશન મહેશ્વરી, ગુણવંત કલા શ્રીમાળી, રાજબાઈ પુનમ ચુઈઆ તથા ડાઈબેન નારણ મહેશ્વરી સામે ગુન્હો નોંધાવતા તેઓની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં આરોપીઓ જામીન પર છુટયા હતા. તપાસ દરમિયા વનિતાબેને લખેલી બે સ્યુસાઈડ નોટ મળી આવી હતી. એક તેની સાડીમાં મળી આવી હતી. જ્યારે એક રામબાગ ખાતે ફરજ પરના તબીબ ડો.સિન્હાને આરોપીઓના નામ સાથેની ચીઠ્ઠી આપી હતી. જે બન્ને ચીઠી તપાસ આૃર્થે કબ્જે કરાઈ હતી. તબીબે કોર્ટમાં જુબાની પણ આપી હતી. સરકારી વકીલે ૧૬ મૌખીક પુરાવા તથા ૩૫ રસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. હસ્તાક્ષર નિષ્ણાતનો રીપોર્ટ પણ મહત્વપૂર્ણ સાબિત થયો હતો. અંતે અિધક સેસન્સ જજ ડી.આર.ભટ્ટએ આરોપી નવિન, ગુણવંત, રાજબાઈને કસુરવાર ઠેરવ્યા હતા. જ્યારે ડાઈબેનને નિર્દોષ જાહેર કરી હતી. આરોપીઓને આપઘાત માટે મજબૂર કરવાના ગુન્હામાં પાંચ-પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. તથા પાંચ-પાંચ હજારનો દંડ કરાયો હતો. દંડ ન ભરે તો વધુ છ માસની કેદનો હુકુમ કરાયો હતો.

Post Comments