Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પખવાડિયામાં માત્ર એક વખત પાણી વિતરણ, ૩૦૦ પરિવારો તરસ્યા

- નાના બાંધા નવાવાસના રહેવાસીઓની કફોડી દશા

- કનેક્શનના અભાવે બે વર્ષથી નવો બનેલો ટાંકો બિનઉપયોગી : બીજો ટાંકો ખાનગી વાડામાં બનાવ્યો!

ભુજ, તા.13 જૂન 2018, બુધવાર

રતડીયા પંચાયત હસ્તક નાના બાંધા નવાવાસમાં મહિનામાં માત્ર બે વાર પાણી વિતરણ થતું હોવાથી લોકોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. ૧૫ દિવસે આવતા વારામાં પણ થોડા સમય માટેે જ પાણી વિતરણ થઈ રહ્યું છે. જેને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

આ અંગે તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરીને કાયમી પાણીની આવક થાય તે માટે માગણી કરાઈ છે. આ અંગે રજુઆતમાં જણાવ્યું છે કે, ૩૦૦ પરિવારની વતસી ધરાવતા આ ગામમાં દર ૧૫ દિવસે પાણી આવે છે. બાકીના ૧૫ દિવસ લોકો હેરાન થાય છે. ગરીબ લોકો આર્થિક રીતે સક્ષમ ન હોવાછતાં પાણી માટે નાણા ખર્ચવા પડી રહ્યા છે. લોકોની આબાદીથી પશુઓની વસતી વધુ હોવાથી પાણીની જરૃરીયાત વધી જાય છે. આમછતાં તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી. 

છેલ્લા બે વર્ષથી નવાવાસમાં પાણીનો ટાંકો બની ગયો છે. છતાં તેમાં જોડાણ આપવામાં આવ્યું નથી. એક નવો ટાંકો મંજુર કરાયો છે પણ તે ખાનગી વાડામાં બનાવવામાં આવેલો હોઈ ગામલોકો તેનો ઉપયોગ કરી શકતા નથી. આમ ગામ લોકોના હિતના બદલે અમુક તત્વો દ્વારા ખુદના હિત સાધવામાં આવતા આખા ગામના લોકોને તરસે મરવાનો વારો આવ્યો છે. ત્યારે આ અંગે તપાસ કરીને ગ્રામજનો માટે પાણીની વ્યવસ્થા કરવાની માગણી કરાઈ છે.

Post Comments