Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખાનગી શાળાઓમાં ફી નિયમનને ચોક્કસ લાગુ કરી મોંઘુ શિક્ષણ સસ્તુ થાય તેવી માંગ

- રેગ્યુલર ફીમાં ઘટાડો કરાવવા તથા વસુલ થયેલી ફી નું રીફંડ અપાવવા વહીવટીતંત્રને રજુઆત

ભુજ, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

ખાનગી શાળાઓમાં ફી નિયમનને ચોકકસ લાગુ કરી મોંઘુ શિક્ષણ સસ્તુ થાય તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. રેગ્યુલર ફી માં ઘટાડો કરાવવા તથા વસુલી થયેલી ફીનું રિફંડ અપાવવા વહીવટીતંત્રને અનુરોધ કરવામાં આવ્યો છે. રાજયમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે તોતીંગ અને કમરતોળ ફી વસુલ કરી રહ્યા છે અને સામાન્ય વર્ગ પોતાના બાળકોને સારૃ શિક્ષણ આપી શકતુ નથી. રાજય સરકારે ફી નિયમન લાગુ કરીને સરળ શિક્ષણ મળે તે માટે ચોકકસ પ્રયાસો કરવા જોઈએ.

પરંતુ આ બાબતે કોઈ ગંભીરતા દેખાતી નથી. શિક્ષણ ફી ઘટાડવા માટે વાલીઓ તેમજ અનેક સંગઠનો સહિત વિપક્ષ દ્વારા અવારનવાર રજુઆતો કરેલ છે. તેમ છતા નિરાકરણ આવતુ નથી. તેમજ વાલીઓ જયારે વ્યકિતગત રીતે રજુઆતો કરે છે. એવા સંજોગોમાં વિદ્યાર્થીના શિક્ષણ પર જોખમ થવાના સંજોગો ઉભા થતા હોય છે તેથી તેઓનું અવાજ દબાઈ જતો હોય છે. આ પરિસ્થિતીમાં સરકારના અધિકારીઓએ ચોકકસ અને કડક કામગીરી કરવાની જરૃર છે.

નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ ચોક્કસ અમલવારી થાય અને દેશના ભાવિનું સારૃ ઘડતર થાય તે માટે સરળ અને વ્યાજબી રીતે શિક્ષણ વ્યવસ્થા થાય તેવી જિલ્લા કોંગ્રેસે માંગ કરી હતી. વર્તમાન સમયમાં અનેક ખાનગી શાળાઓ શિક્ષણ ફી ના નામે મોટી રકમ વસુલ કરે છે. રેગ્યુલર ફી માં ઘટાડો કરવા તથા વસુલ થયેલી ફી નું રિફંડ આપવા, સંબંધિત અધિકારીઓએ કડક કાર્યવાહી કરી ચોકકસ અમલવારી કરાવવી જોઈએ તેવી કચ્છ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

કચ્છ જિલ્લામાં કેટલી પ્રાથમિક શાળાઓ (ખાનગી-ગ્રાન્ટેડ) કાર્યરત છે. જેના નામ સરનામા આપવા, શાળામાં કેટલા વિદ્યાર્થીઓની માન્યતા મંજુરી અપાયેલી છે? શાળામાં વિદ્યાર્થીઓની ધોરણ દીઠ કેટલી વાર્ષિક ફી વસુલ કરવામાં આવે  છે અને કયા હેડ હેઠળ વસુલાત કરવામાં આવે છે, સરકારના નવા નિયમો અનુસાર કેટલી ફી વસુલ કરી શકાય, તે સાર્વજનિક કરી પ્રજા સમક્ષ તેમજ શાળાઓની બહાર મુકવા યોગ્ય થવા કોંગ્રેસપક્ષે જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરી છે.

Post Comments