Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુખપરના લોકોને હેરાન કરવા અસામાજીક તત્વોએ કુહાડીથી પાણીની લાઈન તોડી

- માનકુવાના સીમાડામાંથી પસાર થતી લાઈન રાત્રીના તોડી હોવાનો અંદાજ

- ૩ લાખ લીટર પાણીનો વેડફાટ થયો : ૨૨હજાર લોકો પાંચ દિવસ તરસ્યા રહે તેવી વકીઃ પોલીસમાં ઉપસરપંચે ફરિયાદ

ભુજ, મંગળવાર

તાલુકાના સુખપર ગામમાં લાંબા સમયથી કોઈને કોઈ મુદે બબાલથી વાતાવરણ તંગ જોવા મળી રહ્યું છે. ત્યારે ૨૨ હજાર લોકોને તરસ્યા રાખવા અસામાજીક તત્વોએ યોજનાપુર્વક માનકુવાના સીમાડામાંથી પસાર થતી મુખ્યલાઈન ખોદી રાત્રીના સમયે કુહાડીના ઘા મારી તોડી નાખી છે. જેથી સંપમાં જમા પાણી થવાની બદલે ત્રણ લાખ લીટર પાણી વહી ગયું હતું. ઉપસરપંચે આવા તત્વો સામે માનકુવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જો સૃથાનિકે મરંમતનો સામાન નહીં મળે તો પાંચ દિવસ સુધી પાણી વિતરણ લોકોને પાણી વિના તરસ્યું રહેવું પડશે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુખપરની મુખ્ય પાણીની લાઈન માનકુવાના સીમાડામાંથી પસાર થઈ રહી છે. સમગ્ર ગામને પાણી ડાકડાઈ વિસ્તારમાં આવેલા બોરવેલમાંથી વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ  વિચેશ્વર પાસેના એરવાલ્વ પાસે રાત્રીના સમયે અસામાજીક તત્વો લાઈન ખોદી કુહાડીના ૨૦ જેટલા ઘા મારી તોડી નાખી હતી. રાત્રીના સમયે ત્રણ મોટર થકી સંપમાં જતું પાણી લાઈન તુટેલી હોવાથી વહી નીકળ્યું હતું. એક અંદાજ મુજબ ત્રણ લાખ લીટર પાણીનો વેડફાટ થયો છે.

સવારે પાણી વિતરણ સમયે ટાકા ખાલી હતા. જેથી આમ, કેમ થયું તેની તપાસ પંચાયતના કર્મચારીઓએ આરંભી હતી. ત્યા સવારના સાત વાગ્યે વાડીએ જઈ રહેલા ખેડુતે લાઈન તુટી ગઈ હોવાની જાણ ગ્રામ પંચાયતના જવાબદારોને કરી હતી. બાદમાં ઉપસરપંચ તથા સભ્યોએ તપાસ કરતા માલુમ પડયું હતું. કોઈ અસામાજીક તત્વોએ લાઈન તોડી નાખી હતી. જેથી હરકતમાં આવેલા પંચાયતના સભ્યોએ માનકુવા પોલસમાં લેખીતમાં ફરિયાદ કરી હતી. બાદમાં માનકુવા પોલીસની ટીમે પંચનામા સહીતની કામગીરી કરી હતી.

આ અંગે ઉપસરપંચ મનજી દેવજી ધનાણીએ જણાવ્યું હતું કે, દોઢ ઈંચની જાડાઈ ધરાવતી લાઈન પર કોઈ ભારે વાહન ચાલે તો પણ ન તુટે તેવી લાઈન કોઈ લેભાગું તત્વોએ ખોદી કુહાડીના ઘા મારી તોડી નાખી છે. જેને બન્ને બાજુથી ખોદી મરંમત કરવામાં આવશે. જો સૃથાનિકે કરાયેલી મરંમતની સામગ્રી નહીં ચાલે તો અમદાવદથી મંગાવવી પડશે. જેને આવતા બે દિવસ લાગશે.

આમ, મરંમત થયા બાદ ટેસ્ટીગ કરાયા બાદ પાણીનું સ્ટોરેજ થયા પછી વિતરણ કરી શકાશે. આ કામગીરીમાં પાંચ દિવસ જેવો સમય લાગે તેવી શકયતા છે. આ સમય દરમિયાન  પાણી કરકસરથી કરવા અપીલ કરી હતી.

Post Comments