Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શહેરમાં જુદા જુદા બે બનાવમાં પરપ્રાંતિય દારૃ સાથે બે ઝડપાયા

- બાતમીના આધારે એલ.સી.બી.ની રેડ : બે શખસના નામ ખૂલ્યા

ભાવનગર, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

શહેરના તળાજા રોડ પર ભાંગલીગેટ વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિરની પાછળના ભાગે આવેલ મફતનગરમાં રહેણાંકી મકાનમાં પરપ્રાંતિય દારૃનો જથ્થો હોવાની બાતમીના આધારે એલ.સી.બી. પોલીસ ેરેડ કરી દારૃનો જથ્થો ઝડપી લીધો હતો.
ગઈ રાત્રીનાં ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં અધિકારી - કર્મચારીઓ ગુપ્ત કામગીરીમાં જવા માટે એલ.સી.બી. ઓફિસ હાજર હતાં.

તે દરમ્યાન બાતમીરાહે હકીકત મલેલ કે ભાવનગર કાળિયાબીડમાં રહેતો મયુરભાઈ સારાભાઈ સોહલા પરપ્રાંતિ ઈંગ્લીશ દારૃનો જથ્થો બહારથી લાવી ભાવનગરમાં તળાજા રોડ ઉપર આવેલ મફતનગરમાં રહેતાં રણજીતભાઈ ઉર્ફે મુન્નો રામભાઈ સોલંકીના રહેણાંક મકાનમાં રાખી દારૃનું વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતાં મકાને રણજીતભાઈ ઉર્ફે મુન્નો રામભાઈ સોલંકી (ઉ.વ.૩૨) હાજર મળી આવેલ.

તેને સાથે રાખી મકાન તપાસ કરતાં રોયલ જનરલ રીઝર્વ વ્હીસ્કીની કંપની સીલપેક બોટલ નંગ-૧૨ ભરેલ પેટી-૧૦ મળી આવેલ જે બોટલ નંગ ૧૨૦ ગણી કબ્જે કરવામાં આવેલ અને ઈસમની ધોરણસર અટક કરી ઉપરોક્ત બંને ઈસમ વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેસનમાં પ્રોહી. એક્ટની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

જ્યારે અન્ય બનાવ ભાવનગર  એલસીબી સ્ટાફનાં માણસો રાત્રીનાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે ભાવનગર, તળાજા રોડ ભાંગલીગેટ વિસ્તારમાં આવેલ મફતનગરમાં રહેતાં જીણાભાઈ વશરામભાઈ રાઠોડનાં પોતાનાં રહેણાંક મકાનમાં ગે.કા. પરપ્રાંતિય ઈંગ્લીશ દારૃનો જથ્થો રાખેલ છે. જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતાં જીણાભાઈ વશરામભાઈ રાઠોડ (ઉ.વ.૫૮ રહે. મફતનગર, તળાજા રોડ ભાવનગર) પરપ્રાંત બનાવટની ઈંગ્લીશ દારૃની કુલ બોટલો નંગ-૪૭ના મુદ્દામાલ સાથે હાજર મલી આવેલ.

આથી તેની અટક કરવામાં આવેલ. આ ઈંગ્લીશ દારૃની બોટલો બાબતે પુછતાં પોતાનો દિકરો વિપુલ લઈ આવેલ હોવાનું અને ઘરે ઓઘામાં સંતાડી રાખેલ હોવાનું જણાવેલ. જે અંગે બંને વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એક્ટની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

Post Comments