Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બેંક કર્મચારીઓ દ્વારા માગણીઓના સમર્થનમાં આજે સામુહિક સૂત્રોચ્ચાર

- ૩૦ અને ૩૧ મેના રોજ બે દિવસની રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનું આહવાન

ભાવનગર, તા.16 મે 2018, બુધવાર

બેંક કર્મચારીઓ તેમની માગણીઓ સબબ આવતીકાલ તા. ૧૭-૫ને ગુરૃવારે સાંજે ૫.૩૦ વાગ્યે શહેરના આતાભાઈ ચોક ખાતે બેંક ઓફ ઈન્ડિયાની શાખા સમક્ષ સામુહિક સૂત્રોચ્ચારનો કાર્યક્રમ આપશે.

ગુજરાત બેંક વર્ક્સ યુનિયનની યાદીમાં જણાવાયું હતું કે, ઈન્ડીયન બેન્ક એસોસીએશન દ્વારા ગત તા. ૫મી મે ૨૦૧૮ના રોજ બેન્કીંગ ઉદ્યોગમાં કાર્યરત ૧૦ લાખ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા સંયુક્ત ફોર્મ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ સાથેની વેતન સુધારણા સંબંધિત વાટાઘાટોમાં માત્ર બે ટકાના નજીવા પગારવધારાની દરખાસ્ત મુકવામાં આવેલ. આઈ.બી.એ.ના ગેરવ્યાજબી વલણના સંદર્ભે યુ.એફ.બી.યુ. દ્વારા અસહમતિ વ્યક્ત કરવામાં આવેલ તેમજ વ્યાજબી અને ન્યાયી પગાર વૃદ્ધિની માગણી અંગે દેશવ્યાપી આંદોલનનો નિર્ણય લેવાયેલ.

જે અનુસંધાને તા. ૧૭-૫-૨૦૧૮ના રોજ દેશભરના તમામ શહેરોમાં બેકીંગ ઉદ્યોગના તમામ સંગઠનો દ્વારા પોતાની વ્યાજબી માગણીના સમર્થનમાં દેખાવો યોજાશે. ભાવનગર ખાતે તમામ રાષ્ટ્રીયકૃત બેન્કો - સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા સહિતની બેન્કોના તમામ સ્તર (કલેરીકલ, ઓફિસર્સ તેમજ સબોર્ડીનેટ સ્ટાફ)ના બેન્ક કર્મચારીઓ બેન્ક ઓફ ઈન્ડીયા, આતાભાઈ ચોક સમક્ષ તા. ૧૭-૫ ગુરૃવારે સાંજે ૫.૩૦ કલાકે એકત્રિત થઈ સામુહિક સુત્રોચ્ચારના કાર્યક્રમનો અમલ કરશે. આગામી તા. ૩૦-૩૧ મે નાં રોજ બે દિવસીય રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાલનું આહવાન આપવામાં આવેલ છે તેમ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના કન્વીનર પુનિત ઓઝા અને ગુજરાત બેંક વર્કસ યુનિયનના જિલ્લા મંત્રી જયેશ ઓઝાની યાદીમાં જણાવાયું હતું.

Post Comments