Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે પતંગ પર્વ : અવનવા આકાર ને રંગના પતંગોનું આકાશમાં જામશે યુદ્ધ

- 'ઊંચે ઊંચે લાલ લાલ... ઝોલા ખાય લીલો...'

- જિલ્લામાં સવારથી સાંજ સુધી લોકો અગાસીમાં અને પતંગો આકાશમાં : મમરાના લાડુ, જાતજાતની ચીકી, શેરડીની થ

ભાવનગર, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

શહેર-જિલ્લામાં આવતીકાલ તા.૧૪-૧ને રવિવારે થનગનાટ સાથે પતંગ પર્વની ઉજવણી થશે. અવનવા આકાર અને રંગના પતંગો આકાશની સહેલે જશે અને સવારથી સાંજ સુધી આકાશમાં પતંગોનું યુદ્ધ જામશે. ધન રાશિમાં ભ્રમણ કરતા સૂર્ય નારાયણનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકરસંક્રાંતિ. મકરસંક્રાંતિનું હિન્દુ ધર્મમાં સવિશેષ મહત્વ છે. હિન્દી સંસ્કૃતિમાં આ એક જ એવો તહેવાર છે જે અંગ્રેજી તારીખ પ્રમાણે આવે છે. જેમાં વર્ષોથી પતંગ ચગાવવાની પરંપરા હોઈ પતંગ પર્વ તરીકે તેની ભારે થનગનાટ સાથે ઉજવણી થાય છે.

આ પર્વની ભવ્ય ઉજવણી માટે છેલ્લા કેટલાય સમયથી તૈયારીઓ ચાલતી હોય છે. જુદાજુદા વિસ્તારોમાં દોરીને માંજો પાવા માટેના ચકરડા ચાલતા હોય છે. બજારમાં ઠેકઠેકાણે અવનવા રંગો અને આકાર ધરાવતી પતંગોનું આગમન થાય છે. આ ઉપરાંત, કેપ, ચશ્મા સહિતની સામગ્રીથી બજારો ઉભરાતી હોય છે તેમજ મમરાના લાડુ, તલ, સિંગદાણા, દાળિયાની ચીકી સહિતની બનાવટો અને શેરડી બજારમાં આવી પહોંચે છે.

આવતીકાલે ઉત્તરાયણ હોઈ આજે ભાવનગર શહેર-જિલ્લામાં દિવસ દરમિયાન ખરીદી માટે પતંગરસિકો બજારમાં ઉમટયા હતા અને દિવસ દરમિયાન પતંગોને કન્ની બાંધવામાં સમય ફાળવ્યો હતો. પતંગરસિકોને આ પર્વનો ઈંતઝાર એટલો હોય છે કે, ક્યારે સવાર પડે અને ક્યારે તેઓ ધાબા પર ચડીને પતંગના પેચ લડાવે.

વર્ષોથી મકરસંક્રાંતિના પ્રભાતે પતંગો, રીલ, ખાદ્યસામગ્રી સાથે અબાલ વૃદ્ધ સૌ પરિવારજનો સાથે અગાસીમાં પહોંચી જાય છે અને તે સાથે અવનવા આકાર અને રંગના પતંગોનું આકાશમાં શરૃ થાય છે, યુદ્ધ. પેલા બાળગીત પ્રમાણે 'ઊંચે ઊંચે લાલ લાલ...ઝોલા ખાય લીલો...કાળિયાને ભોંયે પટકે પતંગ મારો પીળો...રંગ જામ્યો છે ખેંચાખેંચનો...' આમ, ગીત સંગીતના સંગે રંગ જામે છે. આ રીતે બપોર થાય છે અને સાંજ પણ આ જ રીતે પડે છે.

Post Comments