Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શેત્રુંજી ડેમનો માટીનો બંધ 1957માં અને પાકો બંધ 1959માં તૈયાર થયો

- 1955માં જવાહરલાલ નહેરૃના હસ્તે પાયો નખાયો હતો

- જુનાગઢ, અમરેલીમાં પડેલ વરસાદના સ્ત્રોતથી ભરાતા ડેમમાં હાલના સમયે પાણીની સપાટી 12.9 ફુટે પહોંચી

ભાવનગર, તા.11 જુલાઈ 2018, બુધવાર

પાલિતાણાની શેત્રુંજી સિંચાઇ યોજના એ જિલ્લાની એકમાત્ર મોટી સિંચાઇ યોજના છે. શેત્રુંજી નદી પર આમ તો બે સિંચાઇ યોજના થઇ છે. જેમાની એક પાલિતાણા સિંચાઇ યોજના અને બીજી ખોડીયાર સિંચાઇ યોજના તરીકે ઓળખાય છે. ખોડીયાર અમરેલી જિલ્લાને આવરી લે છે અને પાલિતાણા સિંચાઇ ભાવનગર જિલ્લાને આવરી લે છે.

ગીરના જંગલોની ચાર પર્વત માળામાંથી નિકળતી શેત્રુંજી નદી સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી નદી છે જેના સદઉપયોગ માટે ઇ.સ. ૧૮૮૭માં પ્રથમ બંધ બાંધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ તેમા જાજી પ્રગતિ થઇ શકી ન હતી. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી ૧૯૫૦માં શેત્રુજી બંધની આખી યોજના તપાસવામાં આવી અને સિંચાઇ પ્રમાણ વધારવા માટે સૌરાષ્ટ્ર સરકારે ૪૩૧ લાખના ખર્ચે બંધની યોજના ૧૯૫૫માં મંજૂર કરી અને ૧૯૫૫ના નવેમ્બરમાં વડાપ્રધાન જવાહરલાલ નહેરૃના હસ્તે પાયો નખાયો માટીનો બંધ ૧૯૫૭માં અને પાકો બંધ ૧૯૫૯માં તૈયાર થયો.

શેત્રુંજી નદીની કુલ લંબાઇ ૧૭૩.૮૮ કિ.મી. છે અને આ નદી ખંભાતના અખાતમાં સમાઇ જાય છે ત્યારે જે નદી ગારિયાધાર, પાલિતાણા, અને તળાજા તાલુકાઓમાં થઇ વહે છે. તો ભાવનગર જિલ્લા અને આજુબાજુના વિસ્તાર માટે જીવાદોરી સમાન છે. શેત્રુંજી ટેકરીથી આશરે ૧૧ કિ.મી. દક્ષિણ-પૂર્વે આવેલા રાજસ્થળી ગામ નજીક શેત્રુંજી નદી પર મુખ્ય બંધ બાંધવામાં આવ્યો છે. જે બંધ પાલિતાણા તાલુકાના ૧૫ તળાજાના ૯૦, મહુવાના ૧૧ ગામોની જમીન માટે લાભાન્વીત સાબિત થયો છે. જૂન ૧૯૬૫ સુધીમાં રૃા.૬૯૬ લાખના ખર્ચે બંધનું કામ પૂર્ણ થયું જે સીમેન્ટ કોન્ક્રીટનો પાકો બંધ ૨.૫૨૪ ફુટ લંબાઇ અને ૮૩ ફુટ ઉંચાઇ ધરાવે છે.

આ બંધ પર ૨૯ બાય ૩ના માપના ૫૯ દરવાજા મોજૂદ છે. શેત્રુંજી ડેમ મુળભૂત સિંચાઇ માટે આશિર્વાદ રૃપ છે અને તેની વ્યવસ્થાના ભાગરૃપે ડાબા કાંઠાની નહેર જે ૬૦ માઇલ એટલે કે ૯૦ કિ.મી. લંબાઇ ધરાવે છે અને જમણા કાંઠાની કેનાલ કે જે ૩૬ માઇલ (૫૪ કિ.મી.)ની લંબાઇ ધરાવે છે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં પડેલ વરસાદનું પાણી જ શેત્રુંજી ડેમાં આપમેળે ઢલવાય છે. જેનો સ્ત્રાવ વિસ્તાર ૪૩૧૭ ચોરસ કિલોમિટર છે અને સ્ટોરેજમાં ગ્રોસ ૩૦૮ મી.ઘ.મી. છે. તો લાઇવમાં ૨૯૯.૯૦ મી.ઘ.મી. જણાયુ છે.

શેત્રુંજી ડેમમાં આવતા પાણીના સ્ત્રોતનો હાલ ભાવનગર-ગારિયાધાર, તળાજા શહેરમાં પણ વિતરણ થાય છે દોઠ ફુટ માત્ર પાણી પૂરા એક માસ સુધી શહેરી વિસ્તારોને સપ્લાય કરી શકાય છે તેટલો મોટો સ્ટોરેજ એરીયા કવર થતો હોય ત્યારે આ યોજનાની જાળવણી પણ એટલી જ મહત્વની બની જાય છે.

Post Comments