Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોટાદના નિવૃત રેલવે સ્ટેશન માસ્તરની હત્યા બ્લેક મેઇલીંગના ઇરાદે થઇ હતી

કોલ ડિટેઇલ્સ આધારે યુવતીની ધરપકડ કરી ત્રણ દિવસના રિમન્ડ મેળવાયા

- ત્રણ સાગરીતો ફરાર

ભાવનગર, તા.26 એપ્રિલ 2017, બુધવાર

બોટાદના સહકારનગર પુલ પાસેથી નિવૃત્ત રેલ્વે સ્ટેશન માસ્તરનો મૃતદેહ મળ્યા બાદ તેઓની હત્યા કરાયાનું ખુલવા પામ્યુ હતું જે મામલે પોલીસે કોલ ડિટેઇલ્સના આધારે એક યુવતીની ધરપકડ કરી પુછપરછ કરતા બ્લેક મેઇલ કરી પૈસા પડાવવાના ઇરાદે અન્ય ત્રણ શખસ સાથે મળી હત્યા કર્યાની કબુલાત આપી હતી.

બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર બોટાદના પાળીયાદ રોડ પર પાંચપડા વિસ્તારના રાધા કૃષ્ણનગર-૩માં રહેતા નિવૃત્ત સ્ટેશન માસ્તર વિક્રમસિંહ હરીસિંહ કાઠીયા (ઉ.વ.૬૧)નો ગત તા.૨૨ના રોજ રાત્રીના ૧૧.૪૫ના અરસા દરમિયાન બોટાદના સહકારનગરના પુલ પાસે ખારા નજીકથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જે બનાવ અનુસંધાને પોલીસે પ્રથમ અકસ્માત મોત સંદર્ભે કેસકાગળ કર્યા હતાં
.
દરમિયાન મૃતકના પત્ની પ્રવિણાબેન વિક્રમસિંહ કાઠીયા (ઉ.વ.૫૭)એ બોટાદ પોસ્ટેમાં અજાણ્યા શખસ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિ વિક્રમસિંહની કોઇ વ્યક્તિએ કોઇ કારણસર મુંઢમાર મારી ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી હતી. જે બનાવના પગલે પોલીસે ૩૦૨ તળે ગુનો દાખલ કરી મૃતકના ફોનની કોલ ડિટેઇલ આધારે તપાસ હાથ ધરતા બોટાદના પાંચવડા વિસ્તારના યમુનાનગર-૨, હનુમાનજી મંદિર પાસે રહેતી કવિતા ઉર્ફે નિરૃ પંકજભાઇ રામાનુજનું નામ સામે આવતા બોટાદ પી.આઇ. સહિતના સ્ટાફે ગત રાત્રીના તેની ધરપકડ કરી પુછપરછ કરતા કવિતાએ કબુલાત આપી હતી કે તેણીએ મૃતક વિક્રમસિંહને સાગરીતોના કહેવાથી ફોન કરી સહકારનગર પુલ પાસે બોલાવ્યા હતા જ્યાં બિભત્સ માંગણી કરી હોવાનું કહી બદનામ કરવાની ધમકી આપી તેઓને બ્લેક મેઇલ કરી પૈસાની માંગણી કરતા તેઓએ ના પાડતા તેની સાથે રહેલ ભરત ઉર્ફે મુન્નો હનુભાઇ બોળીયા, વિજય ઉર્ફે બદ્રી ગગજીભાઇ બોળીયા, લાલો વલ્લુભાઇ બોળીયાએ ઢીકાપાટુનો મુંઢમાર મારી માથુ દિવાલ સાથે અથડાવતા તેઓનું મોત નિપજતા નાસી છુટયા હોવાની કબુલાત આપી હતી.

દરમિયાન બોટાદ પોલીસે કવિતા ઉર્ફે નિરૃની પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે બોટાદ કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કયા                                                     

Post Comments