Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આડો.વાસના જાહેર શૌચાલયમાંથી વિદેશી દારૃ-બીયર જથ્થો ઝડપાયો

- ક્રાઇમ બ્રાંચને નિહાળી શખસો ફરાર :દારૃની ૧૪૪ બોટલ અને ૧૬૮ બીયર ટીન કબ્જે લેવાયા

ભાવનગર,તા.16 એપ્રિલ 2018, સોમવાર

શહેરના આડોડીયાવાસના શૌચાલયમાં છુપાવાયેલ વિદેશી દારૃનો જથ્થો ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો હતો. જ્યારે રેઇડ દરમિયાન શખસો નાસી છુટયા હતાં.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર લોકલ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી મળેલ કે આડોડીયાવાસમાં રહેતા જીગ્નેશ ઉર્ફે જોન્ટી, અજય ઉર્ફે કાળુ ઉર્ફે ભગત મોહનભાઇ અને રમેશ વિરસંગભાઇ રાઠોડએ ભેગા મળી ભાગીદારીમાં વિદેશી દારૃ લાવી આડોડીયાવાસમાં આવેલ જાહેર શૌચાલયમાં ઉતારેલ છે. જે હકીકત રાહે રેઇડ કરતા જીગ્નેશ ઉર્ફે જોન્ટી અને અજય ઉર્ફે ભગત બન્ને દેવીપૂજકવાસમાં થઇ નાસી છુટયા હતાં.

જ્યારે શૌચાલયમાં તલાશી લેતા બ્લ્યુ સ્કાય ડ્રાય જીન ૭૫૦ એમ.એલ. કંપની સીલપેક બોટલ નંગ-૭૨, રોયલ સ્ટાયલ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. કંપની સીલપેક બોટલ નંગ-૪૮, રોક સ્ટાર ડિલક્સ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. કંપની સીલપેક બોટલ નંગ-૨૪, હેવર્ડઝ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયર ૫૦૦ એમ.એલ. ટીન નંગ-૭૨, કાલ્સબર્ગ એલીફન્ટ સ્ટોર્મ બિયર ૫૦૦ એમ.એલ. ટીન નંગ-૯૬ મળી આવેલ. જે અંગે તેના વિરૃદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એક્ટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ.
 

Post Comments