Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જિલ્લાના ૧૭૫ ગામોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ૫૦ ટકાથી નીચો

- આજથી શરૃ થતાં કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી વચ્ચે

- મહુવા તાલુકાના સૌથી વધુ ૧૧૯ ગામ જ્યારે ઘોઘા તાલુકાનું એક પણ ગામ નહીં !

ભાવનગર, તા.13 જૂન 2018, બુધવાર

ભાવનગર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૧૮ તા. ૧૪ અને ૧૫ જુનના રોજ યોજાશે. તદઅનુસાર તા. ૧-૬-નાં રોજ પાંચ વર્ષ પૂર્ણ કરતાં તમામ બાળકોને શાળામાં ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવશે.

ભાવનગર જિલ્લાની કુલ ૯૩૩ શાળાઓમાં પ્રવેશ પાત્ર કુલ બાળકોની સંખ્યા ૨૩૦૭૦, આંગણવાડીમાં પ્રવેશપાત્ર કુલ બાળકોની સંખ્યા ૧૭૦૪૯ છે.

તાલુકા અનુસાર રૃટની માહિતી જોઈએ તો ભાવનગર તાલુકામાં કુલ ૧૦, ઘોઘા તાલુકામાં ૯, તળાજા તાલુકામાં ૧૯, મહુવા તાલુકામાં ૨૦, જેસર તાલુકામાં ૮, પાલીતાણા તાલુકામા ૧૫, ગારિયાધાર તાલુકામાં ૮, સિહોર તાલુકામાં ૧૪, ઉમરાળા તાલુકામાં ૯, વલભીપુર તાલીકામાં ૯ રૃટ રહેશે. આમ એક માધ્યમિક અને પ્રાથમિક શાળાવાળા કુલ રૃટ ૫૯, બે માધ્યમિક અને પ્રાથમિક શાળા વાળાકુલ રૃટ ૧૩, ત્રણ પ્રાથમિક શાળાવાળા કુલ રૃટની સંખ્યા ૪૯ સમગ્ર ૧૦ તાલુકાનાકુલ રૃટ ૧૨૧ છે.

કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી વચ્ચે એક હકીકત એ પણ છે કે જિલ્લાનાંકુલ ૧૭૫ ગામ એવા છે જ્યાં ૫૦ ટકાથી નીચો સ્ત્રી સાક્ષરતા દરછે. ૫૦ ટકાથી નીચો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોની વિગતો જોઈએ તો ભાવનગર તાલુકાનાં ૭, ઘોઘા તાલુકાનાં ૦ (શુન્ય), ગારિયાધાર તાલુકાનાં ૩, સિહોર તાલુકાનાં ૪, ઉમરાળા તાલુકાનું ૧, વલભીપુર તાલુકાનાં ૨ ગામમાં ૫૦ ટકાથી નીચો સ્ત્રી સાક્ષરતા દર ૨૦૧૧ની સ્થિતીએ છે.

Post Comments