Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાવનગર રાજ્યનું ફરી હોટેસ્ટ સીટી બન્યુ તાપમાનનો પારો ૪૧.૮ ડિગ્રી

- છેલ્લા દસ દિવસથી તાપમાન ૪૦ ડિગ્રી રહ્યો : બફારો અને ઉકળાટથી લોકો ત્રસ્ત

ભાવનગર, તા.13 જૂન 2018, બુધવાર

છેલ્લા લાંબા સમયથી ગરમીનો પારો ઘટવાનું નામ લેતો નથી અને લોકો સતત ઉકળાટ અનુભવી રહ્યા છે જ્યારે જુન અડધો પુરો થવામાં છે અને વરસાદની રાહ જોવાય છે ત્યારે આજે ભાવનગર રાજ્યનું ફરી હોટ સીટી બન્યું છે અને પારો ૪૧.૮ સુધી આંબ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ભાવનગરમાં ગઈ તા. ૧ મેના દિવસે ૪૪.૧ ડિગ્રી તાપમાન સાથે ભાવનગર રાજ્યનું હોટેસ્ટ સીટી જાહેર થયુ ંહતું અને ત્યારબાદ ગરમીમાં સતત શેકાતુ રહેલા ભાવેણા વાસીઓએ આજ સુધી રાહત મેળવી નથી. છેલ્લા બાર દિવસથી પારો ૪૦ ડિગ્રી આજુબાજુ રહેતા આજે ફરી પારો ૪૧.૮ ડીગ્રી થતા અન્ય જિલ્લાની સરખામણીએ આજે ભાવનગર રાજ્યનું હોટ સીટી બન્યું છે.

બપોર પડતા જ રોડ પર સન્નાટો છવાઈ જાય છે અને મોડી રાત સુધી પંખામાંથી ગરમ પવન આવતો હોય લોકો ઘરોમાં પણ ઉકળી ઉઠયા છે અને હાલ જુનમાં લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. કેરળ, મુંબઈમાં વરસાદ આવ્યો છે ત્યારે ભાવનગરમાં પણ વ્હેલાસર વરસાદ આવે તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. પરંતુ હાલ જુન અડધો પુરો થવામાં છે છતાં વરસાદના સ્થાને અસહ્ય ગરમીથી બાળકો, મહિલાઓ, વૃદ્ધો અકળાઈ રહ્યા છે.

મોડી સાંજે સર્કલો, બગીચાઓમાં ઠંડા પીણા, આઈસ્ક્રીમ પ્યાલીઓ આરોગી ગરમીમાં રાહત મેળવવા પ્રયત્નો કરાય છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજનું મહત્તમ તાપમાન ૪૧.૮ લઘુતમ ૨૫.૪ ડિગ્રી તાપમાન રહ્યું છે તો ભેજનું પ્રમાણ ૩૬ ટકા અને પવનની ઝડપ ૭૦ કિમી નોંધાઈ છે. જો કે આજનું મહત્તમ તાપમાન રાજ્યનાં અન્ય જિલ્લા કરતા સૌથી ગરમ શહેર ભાવનગર રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Post Comments