Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાલાઘોડા બ્રિજ નીચે મંદિર પાસે કેમ ખરાબ કામ કરો છો, તેમ કહીે હત્યા

-પર પ્રાંતીય હત્યારા મિથુને અને સગીર વયના બે કિશોરોની ધરપકડ

વડોદરા, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

વિશ્વામિત્રી બ્રિજની નીચે એસઆરપી જવાનને બાંધી દઇ હત્યા કરવાના કમકમાટીભર્યા બનાવનો ભેદ ઉકેલાયો છે.પોલીસે બ્રિજ નીચે આવેલા મંદિરની બહાર બેસી રહેતા પર પ્રાંતીય યુવક અને સગીરવયના બે હત્યારાની ધરપકડ કરી છે.જ્યારે,ઝનુની હુમલામાં તેને સાથ આપનાર બીજા બે સગીર હત્યારા ફરાર થઇ ગયા છે.

મકરપુરા એસઆરપી ગૃપ-૯માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મહેશ મગનભાઇ બારીયાની ત્રણ દિવસ પહેલા તા.૯મીએ રાત્રે દસેક વાગે વિશ્વામિત્રીના કાલાઘોડા બ્રિજની નીચે ઘાતકી હત્યા થઇ હતી.

હત્યાના બનાવની સયાજીગંજના પીઆઇ હરેશ વોરા,રાયટર પ્યારાભાઇ અને સ્ટાફે જુદી જુદી શક્યતાઓ તપાસી મંદિર પાસે અડિંગો જમાવી રાખતા કેટલાક શખ્સોની વિગતો ભેગી કરી હતી અને તેને પગલે આજે સતી આશરા માતાના મંદિરની મહિલા પૂજારીને નાળિયેરના છોડા કાઢી આપી મદદરૃપ થતા મિથુન ઉર્ફે છોટુ બિરજુ ભોગી પાસવાન(રહે.બ્રિજ નીચે,મૂળ રહે.દરભંગા,બિહાર) અને તેના બંને સાગરીતોને ઝડપી પાડયા છે.

 બનાવની રાતે હત્યારો મિથુન ઉર્ફે છોટુ મંદિર પાસે સગીરવયના બે સાગરિતો સાથે બેઠો હતો ત્યારે તેમણે એસઆરપી જવાન અને અન્ય એક શખ્સને ઝાડીમાં જતા જોયા હતા.જેથી ત્રણેય હત્યારા તેમની પાછળ ગયા હતા અને માતાજીના મંદિર પાસે કેમ ખરાબ કામ કરો છો?તેમ કહી પાઇપ-લાકડી વડે હુમલો કરતા જવાનની સાથેનો યુવક ફરાર થઇ ગયો હતો.ત્યારબાદ હત્યારાઓએ એસઆરપી જવાનનો ફોન લઇ તેના પુત્ર પાસે રૃપિયા મંગાવી પિતાને છોડાવી જવા કહ્યુ હતુ.પરંતુ પુત્ર આવ્યો ત્યારે હત્યા થઇ ચુકી હતી.

Post Comments