Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુનિ.ની એકાઉન્ટિંગ સિસ્ટમ માટે વિદ્યાર્થીઓએ સોફ્ટવેર બનાવ્યું

-કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ યુનિ.ની મદદે આવ્યા

-દોઢ વર્ષની જહેમત બાદ બનેલા સોફ્ટવેરના કારણે યુનિ.ના રેવન્યુ બજેટ અને હાયર પેમેન્ટ કોર્સિસના એકાઉન

વડોદરા,તા.11 જુલાઇ 2018,બુધવાર

એમ.એસ.યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓએ બનાવેલા એકાઉન્ટિંગ માટેના સોફ્ટવેરના કારણે હવે યુનિવર્સિટીના એકાઉન્ટિંગનુ કોમ્પ્યુટરાઈઝેશન શક્ય બન્યુ છે.આ સોફ્ટવેરના કારણે યુનિવર્સિટીને બહારની કંપની પાસે સોફ્ટવેર બનાવડાવવાનો લાખો રૃપિયાનો ખર્ચ પણ બચી ગયો છે.

પહેલી વખત એવુ બન્યુ છે કે વિદ્યાર્થીઓના કોઈ પ્રોજેક્ટનો યુનિવર્સિટીમાં વ્યાપક સ્તરે અમલ કરાયો છે.આ સોફ્ટવેરના કારણે રેવેન્યુ બજેટ અને હાયર પેમેન્ટ કોર્સિસના બજેટની તમામ કામગીરી કોમ્પ્યુટરાઈઝડ થઈ ગઈ છે.કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી હર્ષ પટેલે આ સોફ્ટવેર પર કામ શરુ કર્યુ હતુ.એ પછી પૂજન રાઠોડ, ભવ્ય મકવાણા, મેઘાક્ષ બ્રહ્મભટ્ટ, મિહિર ઐયર એમ ચાર વિદ્યાર્થીઓની ટીમે અધ્યાપક વિરલ કાપડિયાના માર્ગદર્શન હેઠળ કોમ્પ્યુટર સેન્ટરના સ્ટાફની મદદ લઈને  દોઢ વર્ષની જહેમત બાદ યુનિવર્સિટીની જરૃરિયાત પ્રમાણેનુ સોફ્ટવેર તૈયાર કર્યુ છે.


અધ્યાપક વિરલ કાપડિયાનુ કહેવુ છે કે સોફ્ટવેર ઈન્સ્ટોલ કરી દેવાયુ છે.૧ એપ્રિલથી તેના આધારે એકાઉન્ટનુ કામ પણ શરુ થઈ ગયુ છે.તેનો ઉપયોગ કરવા માટે ડીન, હેડથી માંડીને ઓડિટ અને એકાઉન્ટ વિભાગ તેમજ વિવિધ ફેકલ્ટીના કર્મચારીઓ એમ કુલ ૩૦૦ જેટલા વ્યક્તિઓને તાલીમ આપવામાં આવી છે.આ સોફ્ટવેરના કારણે એકાઉન્ટ વિભાગની કામગીરી ઝડપી  અને પારદર્શક બનશે તેમજ બિલ પ્રોસેસિંગ માટે ઓછો સમય લાગશે.


તેમનુ કહેવુ છે કે આગામી દિવસોમાં અધ્યાપકોને રિસર્ચ પ્રોજેક્ટ માટે મળતી ગ્રાંટની વહિવટી કામગીરી તેમજ ટીડીએસનુ મેનેજમેન્ટ પણ આ સોફ્ટવેરથી જ કરવામાં આવશે.

સોફ્ટવેર બનાવનાર વિદ્યાર્થીઓનુ સન્માન કરાશે

સોફ્ટવેરથી પ્રભાવિત થયેલા યુનિવર્સિટીના ક્વોલિટી એશ્યોરન્સ સેલ દ્વારા વિદ્યાર્થીઓની ટીમને વિશેષ સર્ટિફિકેટ આપવાની પણ ભલામણ વાઈસ ચાન્સેલરને કરવામાં આવી છે.જેના પગલે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓનુ વિશેષ સન્માન કરવામાં આવશે.

વીસી કોઈ પણ ફાઈલ ટ્રેક કરી શકશે

સોફ્ટવેરના કારણે વાઈસ ચાન્સેલર પણ યુનિવર્સિટીની કઈ ફેકલ્ટીમાં કેટલુ બજેટ વપરાયુ છે, કઈ ફાઈલ કયા વિભાગમાં કેટલા દિવસથી પડી રહી છે ...જેવી તમામ વિગતો એક ક્લીક પર ચેક કરી શકશે.જેના કારણે દરેક વિભાગમાં ફાઈલ ઝડપથી આગળ વધારશે.

Post Comments