Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્ચ્યુઅલ રિઆલીટી સિમ્યુલેટર પર એન્જિન ડ્રાઇવિંગની તાલીમ અપાશે

- રેલવે દ્વારા રૃ.૩૫૦ કરોડના ખર્ચે દોઢ લાખ પાયલોટ્સને

- વડોદરા ખાતે પાયલોટ પ્રોજેક્ટમાં સફળતા બાદ હવે દેશભરમાં ૪૭ સ્થળોએ સિમ્યુલેટર તાલીમ કેન્દ્રો સ્થપાશે : ૪૦ સિમ્યુલેટરની ખરીદી થશે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા. 24 મે 2018, ગુરૃવાર

ભારતીય રેલ દ્વારા દોઢ લાખ એન્જિન પાયલોટ્સને વર્ચ્યુઅલ રિઆલીટી સિમ્યુલેટર દ્વારા એન્જિન ડ્રાઇવિંગની તાલીમ આપવાનો નિર્ણય લેવાયો છે. વડોદરા સહિત દેશના ૪૭ કેન્દ્રો પર તાલીમ આપવામાં આવશે. આ માટે રેલવે ૪૦ સિમ્યુલેટરની ખરીદી કરશે અને કુલ ૩૫૦ કરોડનો ખર્ચ કરશે.

રેલવેના આધારભૂત સુત્રોએ કહ્યું હતું કે અત્યાર સુધી એન્જિન પાયલોટનું શિક્ષણ લેતા ટ્રેઇની પાયલોટ્સને માત્ર થિયરી જ્ઞાાન જ મળતું હતું અને જે બાદ તેઓને સિનિયર પાયલોટ્સ સાથે એન્જિનમાં તાલીમ મળતી હતી. અમેરિકા અને સ્પેનમાં થિયરી સાથે વર્ચ્યુઅલ રિઆલીટી સિમ્યુલેટર પર તાલીમ આપવામાં આવે છે.

આ માટેના પાયલોટ પ્રોજેક્ટ વડોદરા ખાતે જ શરૃ કરવામાં આવ્યો હતો હવે તેનો વિસ્તાર કરીને દેશભરમાં ૪૭ કેન્દ્રો પર અમલ કરવાનો નિર્ણય લેવાયો છે.
આ માટે ભવિષ્યમાં તૈયાર થનાર દોઢ લાખથી વધુ એન્જિન પાયલોટને આ તાલીમ આપવામાં આવશે.
દેશમાં ૬૬,૦૦૦ કિ.મી.માં ફેલાયેલા રેલ નેટવર્ક પર રોજના ૧૨,૦૦૦ એન્જિન દિવસ રાત દોડી રહ્યા છે અને રેલવેમાં હાલમાં ૮૬,૦૦૦ એન્જિન પાયલોટ્સ ફરજ બજાવી રહ્યા છે.

વર્ચ્યુઅલ રિઆલીટી સિમ્યુલેટર
પાયલોટ્સને વાસ્તવિક એન્જિન ડ્રાઇવિંગનો અનુભવ કરાવશે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
વર્ચ્યુઅલ રિઆલીટી સિમ્યુલેટર એરલાઇન્સના પાયલોટ્સથી લઇને કાર ડ્રાઇવિંગ શિખવામાં પણ વપરાય છે. આ ટેકનોલોજીનો ઉપયોગ અમેરિકા,કેનેડા, જાપાન અને ચીનમાં થાય છે. ભારતમાં ઘણા સ્થળે કાર ડ્રાઇવિંગ સ્કૂલ પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે પરંતુ રેલવે દ્વારા હાઇ ટેક સિમ્યુલેટર વસાવવામાં આવશે. જે અદ્દલ રેલ એન્જિનનો જ અનુભવ કરાવશે. વાસ્તવિક એન્જિનમાં ટ્રેક પર આવતા વળાંક, બ્રિજ અને ટ્રેક બદલતી વખતે જે રીતે આંચકાનો અનુભવ થાય છે તેવો જ અનુભવ સિમ્યુલેટરમાં પણ થશે.  સિમ્યુલેટર દ્વારા પાયલોટ્સને સિગ્નલ સિસ્ટમ, વળાંક વખતે એન્જિનનો કન્ટ્રોલ કેમ કરવો, બ્રિજ પર કેટલી સ્પીડથી ટ્રેન દોડાવવી સહિતની વિવિધ ટેકનિકલ ટ્રેનિંગ આપવામાં આવશે.

Post Comments