Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગ્રામજનોનો રોષ પારખી ડોક્ટર એક સપ્તાહમાં જ ઉચાળા ભરી ગયો

-બળાત્કારી ડોક્ટર બોરસદના અલારસા ગામે પહોંચી ગયો

-પોલીસ કરતાં લોકો એક કદમ આગળ, વીડિયોને આધારે લોકોએ ઓળખી કાઢી ક્લિનિક બંધ કરાવ્યું

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.૧૩ જુન 2018, બુધવાર

અનગઢ ગામે ક્લિનિકમાં કામલીલા આચરનાર હવસખોર ડોક્ટરને આણંદ જિલ્લાના એક ગામમાંથી પણ ઉચાળા ભરવા પડતાં પોલીસ કરતાં લોકો એક કદમ આગળ રહ્યા છે.

અનગઢ ગામે તબીબી વ્યવસાયને અભડાવનાર ડોક્ટર પ્રતિક જોષી સામે બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ તે ફરાર થઇ ગયો છે.પોલીસની જુદી જુદી ટીમો તેને શોધી રહી છે પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો નથી.


બીજી તરફ ડોક્ટર પ્રતિકને તેણે આચરેલા કાળાં કરતૂતો બદલ કોઇ અફસોસ હોય તેમ લાગતું નથી.પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ પ્રતિકે બોરસદ તાલુકાના અલારસા ગામે ૨૦ દિવસ પહેલાં એક ક્લિનિક ભાડેથી લીધું હતું.


જો કે અલારસા ગામમાં પણ પ્રતિકની કામલીલાની વિગતો પહોંચી ગઇ હોઇ લોકો સતર્ક થઇ ગયા હતા.પાંચેક દિવસ પહેલાં જ ટોળાંએ તેનો ઉધડો લેતા ગભરાયેલો પ્રતિક ક્લિનિક બંધ કરીને ઉચાળા ભરી ગયો હોવાની વિગતો જાણવા મળી છે.

પોલીસની ટીમ અલારસાના ક્લિનિકની તપાસ કરશે

ડો.પ્રતિક જોષીએ અલારસા ખાતે શરૃ કરેલા ક્લિનિકને જાગૃત ગ્રામજનોએ તાળાં મરાવી દેવાની ફરજ પાડી હોવાની વિગતોને પગલે ડોક્ટરની કામલીલાની તપાસ કરતી નંદેસરી પોલીસ અલારસા ગામના ક્લિનિક પર તપાસ કરશે. પીઆઇના જણાવ્યા પ્રમાણે,પ્રાથમિક તબક્કે અમે બોરસદ પોલીસની મદદ લઇશું અને ત્યારબાદ આગળની તપાસ કરીશું.

Post Comments