Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કૃષિમહોત્સવમાં સંખ્યા ભેગી કરતા વહીવટીતંત્રને નાકે દમ આવી ગયો

-અનેક બસોમાં પાંખી હાજરી,દોઢ થી બે કિમી દૂર બસો મુકાતા લોકો તાપમાં શેકાયા

(પ્રતિનિધિદ્વારા)   વડોદરા,તા.18 મે 2017, ગુરૂવાર

વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના આજે છોટાઉદેપુર ખાતે યોજાયેલા સંયુક્ત કૃષિમહોત્સવમાં સંખ્યા ભેગી કરતા નાકે દમ આવી ગયો હતો.તમામ સરકારી મશીનરી કામે લાગી હોવા છતા અનેક બસોમાં ખૂબ જ પાંખી હાજરી હોવાની વિગતો બહાર આવી છે.

વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકારે આજે છોટાઉદેપુર ખાતે કોલેજ ગ્રાઉન્ડમાં સંયુક્ત કૃષિમહોત્સવ યોજ્યો હતો.બંને જિલ્લાના મહોત્સવમાં ૨૫ હજારથી વધુ ખેડૂતોને ભેગા કરવાનુ લક્ષ્યાંક નક્કી કરાયુ હતુ.પરંતુ સંખ્યા ભેગી કરતા તંત્રને નાકે દમ આવી ગયો હતો.

બંને જિલ્લામાંથી ૩૦૦ બસો ભરવા માટે તલાટીઓ અને આંગણવાડી કાર્યકરો કામે લાગ્યા હતા.પાદરા અને વડોદરા જેવા દૂરના તાલુકામાં અનુક્રમે ૭ અને ૪ જેટલી ખૂબ જ ઓછી બસો ફાળવવામાં આવી હતી.
છોટાઉદેપુર અને જેતપુર વિસ્તારમાં વધુ બસો મુકી સંખ્યા ભેગી કરવાનો પ્રયાસ કરાયો હોવા છતા અનેક બસોમાં પાંખી હાજરી જોવા મળી હતી.કેટલીક બસો સ્થળથી દોઢ થી બ કિમી દૂર મુકાઇ હતી અને તેમાં આવેલા લોકોને તાપમાં શેકાવું પડયુ હતુ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કૃષિમહોત્સવને પગલે ખેડૂતોમાં કોઇ ઉત્સાહ જોવા મળ્યો નહતો.

Post Comments