Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરામાં મહાશિવરાત્રિ પર્વે શિવજી કી સવારી ધામધૂમથી નીકળી

-હજારો લોકોએ સવારીનું દોરડું ખેંચી ધન્યતા અનુભવી શહેરમાં પાંચ દિવસથી ચાલતો શિવોત્સવ સંપન્ન

વડોદરા, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

વડોદરા શહેર અને જિલ્લામાં મહાશિવરાત્રિની ભક્તિસભર ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં આજે બપોરે શિવજી કી સવારી ધામધૂમપૂર્વક નીકળી હતી. શિવજી કી સવારીનું દોરડું ખેંચીને હજારો ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. શહેરમાં પાંચ દિવસથી ચાલી રહેલા શિવોત્સવ હર્ષોલ્લાસ સહ સંપન્ન થયો છે.

શહેરનાં સત્યમ્ શિવમ્ સુંદરમ્ ટ્રસ્ટ દ્વારા સાત વર્ષ અગાઉ આરાધના સિનેમા સામે શ્રી ઉદયનારાયણ મહાદેવ મંદિરનાં સાંનિધ્યમાં કૈલાસપુરી ખાતે નંદી સહિત સમગ્ર શિવપરિવારની શ્રધ્યેય પ્રતિમાઓનું ભવ્ય સ્થાપન કરવામાં આવ્યું છે. દર મહાશિવરાત્રિએ ભગવાન ભોલેનાથ સપરિવાર પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવ મંદિરેથી નગરચર્યાએ નીકળે છે.

ગઈકાલે રાત્રે કૈલાસપુરીથી શિવપરિવારની પ્રતિમાને રણમુક્તેશ્વર મહાદેવ મંદિરે લઈ જવાઈ એ પછી આજે બપોરે ૩.૩૦ વાગ્યે શિવજી કી સવારીનો પ્રારંભ થયો ત્યારે સમગ્ર વાતાવરણ ઓમ નમઃ શિવાયના જયઘોષ અને હર હર    મહાદેવના જયનાદોથી ગૂંજી ઉઠયું હતુ.

શિવપરિવારની સવારીને દોરડાથી ખેંચીને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. શહેરના વાડી, ચોખંડી, ગેંડીગેટ, માંડવી લહેરીપુરા સુરસાગર, જ્યુબિલી બાગ, અમદાવાદી પોળ, રાવપુરા ટાવર કોઠીના રાજમાર્ગો પર અનેક સંસ્થાો દ્વારા ખાસ મંચ ઉભા કરાઈ શિવજી કી સવારીનું ભાવભેર સ્વાગત કરાયુ. પ્રતાપનગર વિસ્તારમાના આવે એક મંચ પર શિવલિંગની પ્રતિમાની રચના કરાઈ.

સાંજે ૭.૩૦ પછી શિવજી કી સવારી હજારો ભાવિકોના હર્ષોલ્લાસ સહ એના કૈલાસપુરી સ્થિત સ્વસ્થાને પહોંચી, એ સાથે શહેરમાં પાંચ દિવસનો શિવોત્સવ ધામધૂમથી સંપન્ન થયો.સમગ્ર વડોદરા શહેર- જિલ્લામાં મહાશિવરાત્રિનું પર્વ આનંદોલ્લાસથી ઉજવાયુ હતુ. રોશનીથી શિવમંદિરો ઝળહળી ઉઠયા હતા.

Post Comments