Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વોટ્સએપ પર બ્રોડકાસ્ટિંગ ગ્રુપ બનાવીને સંસ્કૃત શિખવાડે છે

- સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર કરતી સંસ્થાનો સફળ પ્રયોગ

- ગ્રુપ સાથે જોડાયેલા ૬૫૦ વ્યક્તિઓને રોજ સંસ્કૃતના પાંચ શબ્દો અને એક વાક્ય મોકલવામાં આવે છે

વડોદરા, તા. 24 મે 2018, ગુરુવાર

અંગ્રેજીના વધતા જતા ચલણ વચ્ચે દેવભાષા સંસ્કૃતનુ અસ્તિત્વ ટકાવી રાખવા માટેના પ્રયાસો કેટલીક સંસ્થાઓ અને વ્યક્તિઓ સતત કરી રહ્યા છે.આવા જ એક સફળ પ્રયોગમાં વડોદરામાં સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે પ્રયત્નશીલ સંસ્થા દેવ સાયુજ્ય સંસ્કૃત પ્રતિષ્ઠાનમ દ્વારા વોટ્સએપનો ઉપયોગ કરીને ઓનલાઈન સંસ્કૃત શિખવાડવામાં આવી રહ્યુ છે.

એમ એસ યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપક અને આ સંસ્થાના અધ્યક્ષ પ્રફુલ પુરોહિતે એક વોટ્સએપ બ્રોડકાસ્ટ ગુ્રપ બનાવ્યુ છે.જેની સાથે સંસ્કૃત પ્રત્યે લગાવ ધરાવતા અને આ ભાષા શિખવા માંગતા ૬૫૦ જેટલા વ્યક્તિઓ જોડાયા છે.

પ્રફુલ પુરોહિત તેમને વોટ્સએપ પર રોજ સંસ્કૃત ભાષાના પાંચ શબ્દો અને એક વાક્ય તેના અર્થ સાથે મોકલે છે.રોજ આ શબ્દો અને વાક્યનો ઉપયોગ તેમણે કોઈને કોઈ જગ્યાએ કરવાનો રહે છે.આ રીતે તેમને રોજ પાંચ નવા શબ્દો શીખવા મળે છે.

પ્રુફલ પુરોહિત કહે છે કે વોટ્સએપ પર સંસ્કૃત પ્રશિક્ષણની શરૃઆત જગદગુરુ શંકરાચાર્યની જન્મ જયંતિના દિવસથી કરી છે.પ્રશિક્ષણનુ પહેલુ ચરણ ૨૬ ઓગષ્ટે સમાપ્ત થશે.આ દિવસ સંસ્કૃત ભાષા દિવસ તરીકે પણ ઉજવાય છે.પહેલા ચરણમાં વોટસએપ ગુ્રપ સાથે સંકળાયેલા વ્યક્તિઓને ૫૦૦ શબ્દો અને અઢીસો વાક્યો આવડે તેવુ ધ્યેય છે.એ પછી બીજા ચરણની શરૃઆત થશે.નવા જોડાનારા વ્યક્તિઓને પહેલુ ચરણ શીખવાડવા માટે નવુ બ્રોડકાસ્ટ ગુ્રપ બનાવીશું.

Post Comments