ભટનાગરની કેટલીક કંપનીઓમાં રાજકીય નેતાઓ અને કેટલાક I.A.S. અધિકારીઓનું બેનામી ઇન્વેસ્ટમેન્ટ ?
- CBI એ જપ્ત કરેલા દસ્તાવેજોમાં અમિતને મદદ કરનારા નેતાઓ / અધિકારીઓના નામ મળ્યા
(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર
રૃા.૨૬૫૪ કરોડની બેન્ક લોનના ડિફોલ્ટર વડોદરાના ઉદ્યોગપતિ અમિત ભટનાગર બંધુ સામે સી.બી.આઇ., ઇ.ડી. અને આવકવેરા વિભાગની તપાસ ચાલુ છે.
તે દરમિયાન સી.બી.આઇ.એ જપ્ત કરેલા મહત્વના દસ્તાવેજોમાં ભાજપ-કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ, કેટલાક આઇ.એ.એસ. અને બેંક અધિકારીઓની સંડોવણી બહાર આવી હોવાનું જાણવા મળે છે.
ભટનાગરબંધુએ ડાયમંડ પાવર ગૃપ ઓફ કંપનીના નામે બોગસ દસ્તાવેજના આધારે બેંકોમાંથી કરોડો રૃપિયાની લોનો મેળવી લીધી અને પરત ભરપાઇ નહીં કરતા તેઓના એકાઉન્ટ એનપીએ જાહેર કર્યા હતા ત્યારબાદ અમિત ભટનાગરે એન.સી.એલ.ટી.માં નાદારી જાહેર કરતી અરજી કરી હતી અને એન.સી.એલ.ટી.એ ભટનાગરની આ અરજી મંજૂર કરી હતી.
બેંકોના નાણાં ભરપાઇ નહીં થતાં આખરે સી.બી.આઇ.એ ફરિયાદ દાખલ કરી વડોદરામાં આવેલી ડાયમંડ પાવર કંપનીની ઓફિસો અને કંપનીના ડાયરેકટરોના નિવાસસ્થાને સામુહિક દરોડા પાડી મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
સી.બી.આઇ.એ જપ્ત કરેલા દસ્તાવેજોની તપાસ શરૃ કરતા કેટલાક મહત્વના પુરાવા મળ્યા છે. જેમાં ડાયમંડ પાવર ગૃપ ઓફ કંપનીમાં ભાજપ-કોંગ્રેસ અને કેટલાક આઇ.એ.એસ. અધિકારીઓ ઉપરાંત બેન્કના અધિકારીઓ દ્વારા બેનામી રોકાણ કરાયું હોવાની વિગત જાણવા મળે છે.
બેંકોમાંથી લોન મેળવવામાં કે તેના રિન્યુઅલમાં મદદ કરનારા ભાજપ-કોંગ્રેસના કેટલાક આગેવાનોને તેના બદલામાં આપેલી રકમની કહેવાતી એન્ટ્રીઓનું પણ ક્રોસ ચેકિંગ થનાર હોવાનું કહેવાય છે.
Post Comments
આઇપીએલ : ધોનીનું સ્થાન લેવા માટે યુવા વિકેટકીપર વચ્ચે જંગ
સાનિયા-શોએબને 'ગૂડ ન્યૂઝ' ટૂંક સમયમાં ઘરે પારણું બંધાશે
કોહલી મારો રેકોર્ડ તોડશે તો તેની સાથે શેમ્પેઇન પીશ : સચિન તેંડુલકર
મુંબઇ ઇન્ડિયન્સનો બેટિંગ અને બોલિંગમાં આખરી પાંચ ઓવરોમાં ફલોપ શો
દિલ્હી સામેના વિજયથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે
૨૦૧૯ના વર્લ્ડકપ બાદ કારકિર્દી અંગે નિર્ણય લઇશ : યુવરાજ
બાર્સેલોના ઓપન : નડાલ માટે નંબર-૧ જાળવવવા વિજય ફરજીયાત
રણવીરની ફિલ્મ સંજૂનું ટીજર રિલીઝ, જુઓ...
સોનમનાં લગ્નમાં દીપિકા હાજર નહીં રહી શકે
પહેલા દિવસે તો સતત કારમાં ધૂ્રજતી હતી
રેસ થ્રીની ટીમ સોનમર્ગ પહોંચી
ટીનેજર્સને શૂટિંગના સ્પોર્ટ તરફ વાળવા છે
મનમર્ઝિયાંને કાનૂની નોટિસ મળી
ટોટલ ધમાલમાં કર્ઝનું હિટ ગીત ફરી સંભળાશે
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News