Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકને નાદાર જાહેર કરતી એનસીએલટી

-રૃા.૫૩૮૩ કરોડના બેંકલોન કૌભાંડમાં

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.12 જુન 2018,મંગળવાર

આંધ્રબેંકની રૃા.૫૩૮૩ કરોડની બાકી વસૂલાત અંગે સ્ટર્લિંગ ગુ્રપ ઓફ કંપનીની સ્ટર્લિંગ બાયોટેકને નાદાર જાહેર કરવાની અરજી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં કરવામાં આવી હતી. જેને માન્ય રાખી સ્ટર્લિંગ ગુ્રપના સંચાલકોની નાદારી જાહેર કરી છે તે બાદ હવે મિલકત હરાજીની પ્રક્રિયા શરૃ થશે.


વડોદરાની સ્ટર્લિંગ ગુ્રપ ઓફ કંપનીના સંચાલકો નીતીન સાંડેસરા અને ચેતન સાંડેસરાએ બોગસ કંપનીઓ ઊભી કરીને વિવિધ રાષ્ટ્રિય કૃત બેંકોમાંથી બોગસ પુરાવાના આધારે કરોડો રૃપિયાની લોનો મેળવી હતી.


બેંકની લોનો મેળવી તેનાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા અને સાંડેસરાએ હવાલાથી એ નાણાં પરત દેશમાં લાવ્યા હતા. જે અંગે થોડા સમય પહેલાં સી.બી.આઇ.માં અલગ-અલગ ગેરરીતીઓ અંગે ત્રણ ફરિયાદ દાખલ થઇ હતી.


સ્ટર્લિંગ ગુ્રપની સ્ટર્લિંગ બાયોટેકની બાકી રૃા.૫૩૮૩ કરોડની લોનની વસૂલાત માટે આંધ્રબેંકે સીબીાઇમાં ફરિયાદ આપી હતી. જે બાદ ફરીએકવાર સ્ટર્લિંગ ગુ્રપમાં ઇન્કમટેક્સ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ વિગેરે એ દરોડા પાડયાં હતાં.


સ્ટર્લિગ ગુ્રપના લોન કૌભાંડ અંગે તપાસ ચાલી રહી છે. જેમાં ઈ.ડી.એ. તાજેતરમાં રૃા.૪૭૦૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી હતી.


આ સમય દરમ્યાન લોનની બાકી રકમ રૃા.૫૩૮૩ કરોડની વસૂલાત નહી થતાં આંધ્રબેંકે તાજેતરમાં એનસી એલટીમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં જણાવાયું હતું કે સ્ટર્લિગ ગુ્રપની રૃા.૫૩૮૩ કરોડની બાકી લોનના કારણે આંધ્ર બેંક ઉપરાંત યુકો બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અલ્હાબાદ બેંક  અને બેંક ઓફ બરોડાને નુકશાન થઈ રહ્યું છે.


આ બેંક લોનની બાકી રકમની વસૂલાત માટે સીબીઆઈમાં ફરિયાદ થઈ તે અંગાઉ સાંડેસરા બંધુ ફરાર થઈ ગયા હતા. જેથી હવે તેઓ આ લોનની રકમ ભરપાઈ કરી શકે તેમ નથી.  જેને ધ્યાનમાં રાખી સ્ટેલિંગ બાયોટેકને નાદાર જાહેર કરવામાં આવે જેથી આગળની કાર્યવાહી કરી શકાય. આ અંગે સુનાવણી બાદ એનસીએલટીએ સ્ટર્લિગ ગુ્રપને  નાદાર જાહેર કરતો હુકમ જારી કરી બેંકની બાકી વસૂલાત માટે   આગળની કાર્યવાહી કરવા જણાવ્યું છે.

બોગસ પુરાવાના આધારે જંગી લોન લેવાઈ હોવાથી બેંકોને નૂકસાન જશે

સ્ટર્લિંગ ગુ્રપની બાકી નાણાંની વસૂલાત માટે આંધ્ર બેંકે તાજેતરમાં વિવિધ બેંકોના અધિકારીઓની ખાસ બેઠક બોલાવી હતી. જેમાં બેંકોએ સ્ટર્લિંગ બાયોટેકને રૃા.૫૩૮૩ કરોડની જે લોન આપી છે તે એકાઉન્ટ  એનપીએ જાહેર થયું છે. જેથી હવે એનસી એલ.ટી.ના હુકમ બાદ સ્ટર્લિંગ બાયોટેકની મિલકતોની જાહેર હરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરવા ચર્ચા વિચારણા થઈ હતી.


સ્ટર્લિગ ગુ્રપની કંપનીની બાકી લોન સામે જે મિલકતોની હરાજી કરાશે તે મિલકતોની બજાર કિંમત કરતા વધુ કિંમત દર્શાવી ખોટા પુરાવાને આધારે બેંકોમાથી લોનો મેળવવામાં આવી હોવાથી મિલકતોના વેચાણ પછી પુરતી રકમ મેળશે નહી જેથી બેંકોએ લોનની મોટી રકમ માંડવાળ કરવી પડે તેવી સ્થિતિ સર્જાવાની સંભાવના હોવાનું કંપનીના જાણકાર વર્તુળોનું કહેવું છે.

Post Comments